Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 3
   અમરેલી અને બીટકોઈન - પ્રવીણ ક. લહેરી             કવિ રમેશ પારેખે વતનને લાડ લડાવતા લખ્યું હતું : એક સવારે , ‘‘ આમ સાવ અચાનક , આંગળીઓ ખોલી ત્યાં ખડીંગ થઈને ખરી પડ્યું અમરેલી. ’’ અમરેલી મૂળ તો વડોદરા રાજ્યનો ગાયકવાડી સૂબો. મરાઠા રાજ્યનું મથક અમરેલી પણ તેની આણ દ્વારકાના તાલુકા ઓખા મંડળ સુધીની. જીર્ણ સોમનાથ નજીક અહલ્યાબાઈએ સ્થાપેલ શિવલીંગની રક્ષા હોય કે પ્રાચીના પીપળે શ્રાદ્ધ સરાવવાનું હોય. ગાયકવાડી સત્તા જૂનાગઢના નવાબી શાસનને અંકુશમાં રાખતી હતી એવું અમરેલી. આઝાદીની લડત સમયે એક બાજુ ગાંધીજીએ નવસારી પાસેના દાંડીમાં છઠ્ઠી એપ્રિલ ૧૯૩૦ના રોજ મીઠાનો કાયદો તોડ્યો ત્યારે અમરેલીથી આવેલા ૪૨ દૂધમલીયા યુવાનોએ ધોલરામાંથી મીઠું ઉપાડી બધે વહેંચીને કાયદાને ખુલ્લેઆમ પડકાર્યો. ‘ ટોપાવાળાના ટોળા ઉતર્યાં ’ જેવા આઝાદી જંગના અનેક ગીતો લખનાર પ્રજ્ઞાચક્ષુ કવિ હંસરાજ પણ અમરેલીના. જેમણે મહાત્માજીને સોનાના થાળી-વાટકામાં જમાડવાનો આગ્રહ કર્યો અને ચતુર મહાત્માએ શરત રાખી કે તે જમે તે વાસણો હરિજન સેવાફંડમાં દાન આપવા પડશે. આવી શરત સ્વીકારી તેનું પાલન ક...