Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 64
                                   બંધારણની વિભાવના અને વાસ્તવિકતા-૨                                                                           પ્રવીણ ક. લહેરી કોઈપણ દેશનું બંધારણ જે તે સમયના મૂલ્યો, પ્રાચીન વારસાગત માન્યતાઓ અને હાંસલ કરવાપાત્ર આદર્શોનું મીશ્રણ હોય છે. બંધારણ વિનાના લોકતંત્રની કલ્પના કરવી મુશ્કેલ છે. રાજાશાહી અને સરમુખત્યારો માટે બંધારણ વિના મનસ્વી વહીવટ કરવો સરળ હોય છે. જ્યાં કાયદાનું શાસન છે ત્યાં શાસકના તરંગ-તુક્કા કરતાં સંસદ/વિધાનગૃહો ઘડેલા કાનૂનનું મહત્ત્વ વધારે છે. કમનસીબે આપણા દેશના બંધારણને ૭૨ વર્ષ થયા પરંતુ હજી કાયદાના શાસનની વિભાવનાથી આપણે દૂર છીએ. કાયદા સમક્ષ સૌ સમાન હોવા જોઈએ પરંતુ જેમની પાસે સત્તા છે, ધન છે, લાગવગ છે, જૂથબળ છે તેઓ સમક્ષ કાયદાના હાથ ટૂંકા પડે છે. જાણીતા રાજકીય ચિંતક હે...