Posts

Showing posts from August, 2023
                                                      જાહેર સ્થળોએ સલામતિ                                                                           પ્રવીણ ક. લહેરી માનવજાત દ્વારા પૃથ્વી પરની તેમની ઉત્ક્રાંતિના સમયમાં પોતાની સલામતિની કાળજી કરીને સુરક્ષા સાથે પ્રગતિના સોપાન સર કર્યાં છે. હકીકતમાં જીવમાત્રમાં પોતાના જીવનની રક્ષા માટેની વૃત્તિ અને પ્રવૃત્તિ આપણે નિહાળી શકીએ છીએ. કમનસીબે સાંપ્રત સમયમાં આપણે સલામતિના મુદ્દે અક્ષમ્ય બેદરકારી અને બેજવાબદારી દર્શાવી અનેક લોકોના અકુદરતી અને કરુણ મૃત્યુઓના પ્રસંગો જોઈ રહ્યા છીએ. તાજેતરમાં માત્ર બે દિવસમાં ત્રણ ઘટનાઓ એવી બની કે આપણને હતપ્રભ કરી મૂકે. દક્ષિણ કોરિયાના પાટનગર સીઓલમાં એક નાની ગલીમાં આયોજિત હેલોવિન પાર્ટીમાં ભગદડ મચી અને...
                                                                      સાદગી                                                                               - પ્રવીણ ક. લહેરી આજના યુગમાં ભૌતિક વિકાસ અને સુખ-સગવડના અનેક સાધનોના કારણે આપણું જીવન વૈભવી બન્યું છે. ભૂતકાળમાં રાજા-મહારાજાનો જે સુવિધાઓ ઉપલબ્ધ ન હતી તેનો સામાન્ય માણસ પણ ઉપભોગ કરી શકે છે. વિજ્ઞાન અને ટૅકનોલોજીના પ્રતાપે અકલ્પ્ય સાધનોની શોધ થઈ છે અને તે બહોળા જનસમુદાયને પરવડે તેવી કિંમતે પ્રાપ્ત થાય છે. જેથી કરીને સમાજના તમામ સ્તરે જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. મોબાઈલ ફોન અને કમ્પ્યૂટરે આપણા જીવનના તમામ પાસાઓને અસર કરી છે. ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. વિશાળ જનસમૂહ ...
                                                હિંસા - પ્રતિહિંસા                                                                           - પ્રવીણ ક. લહેરી વિશ્વના ઈતિહાસમાં ગૌતમ બુદ્ધ, મહાવીર, જીસસ ક્રાઈસ્ટ, મહાત્મા ગાંધી, બર્નાડ રસેલ સહિત અનેક વિચારવંત વ્યક્તિઓએ સમજાવવા કોશિષ કરી છે કે હિંસાને રોકવા માટે પ્રતિહિંસા નિવારવી ખૂબ જરૂરી છે. આ મત સામે અમુક શાસ્ત્રો, ધર્મગ્રંથો અને સ્વામી સચ્ચિદાનંદજી કહે છે; ‘‘હિંસા કુદરતી પરિબળ છે. ‘જીવો જીવસ્ય ભોજનમ્‌’થી માંડીને સમાજને સતત નુકશાન કરતાં આતંકીઓ હોય કે રીઢા ગુન્હેગાર હોય તેમને હિંસાથી જ અકંશુમાં લઈ શકાય તેમ છે.’’ તેમને માતેલા સાંઢ કે હડકાયા કૂતરા જેમ છૂટા ન રાખી શકાય. હિંસા કે અહિંસાને અંતિમ સ્તર સુધી ખેંચવા કરતાં મધ્યમ માર્ગ અપનાવી આપણ...
                                                            મોંઘવારી                                                                          - પ્રવીણ ક. લહેરી સુંદરતા, ગરીબી અથવા મોંઘવારીના અર્થ સાપેક્ષ બની ગયા છે. જોનાર કે ભોગવનારની અનુભૂતિ અલગ અલગ હોય છે. સૌંદર્યની વ્યાખ્યા કરવી જેમ મુશ્કેલ છે તેમ મોંઘવારીની વ્યાખ્યા કરવી પણ અઘરી છે. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ડિઝરાયેલીએ કહ્યું હતું; ‘‘જીવનમાં બે વસ્તુઓ અનિવાર્ય છે - મૃત્યુ અને કરવેરા’’ આજે એ હયાત હોત તો તેમણે પોતાનું કથન સુધારીને તેમાં મોંઘવારીનો સમાવેશ કર્યો હોત. મોંઘવારીનો સીધો સબંધ વ્યક્તિ, પરિવારની ખરીદશક્તિ પર છે. આપણી આવકો વધે એટલે ખરીદ શક્તિ વધે. આપણે વધારે ખરીદી કરીએ એટલે માંગમાં વધારો થાય. માંગન...