એક બહુમુખી પ્રતિભા - શ્રી ક. મા. મુનશી - પ્રવીણ ક. લહેરી સોમનાથ મંદિરના પુનઃનિર્માણ બાદ ૧૧ મે ૧૯૫૧ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ દ્વારા થયેલી પ્રાણપ્રતિષ્ઠાના પ્રસંગે પ્રતિભાવ આપતા શ્રી કનૈયાલાલ મુનશીએ જણાવ્યું હતું કે, ‘જો સરદાર પટેલ ન હોત તો આપણી આંખો આ પુનઃનિર્માણ કરેલ મંદિર જોઈ શકી ન હોત.’ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેઓ કે. એમ. મુનશીના નામે જાણીતા હતા. તેમનું જીવન એ ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન માટે ખૂબ મહત્વનું છે. તારીખ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચ મુકામે જન્મેલા અને ૮ ફેબ્રુઆરી ૧૯૭૧ના રોજ મુંબઈ ખાતે તેમન...
Posts
- Get link
- X
- Other Apps
ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ - પ્રવીણ ક. લહેરી વર્ષ ૧૯૬૦ માં ૧ મે કે જ્યારે દ્વિભાષી મુંબઈ રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું ત્યારે ભૌગોલિક રીતે મુંબઈ મહારાષ્ટ્રમાં રહ્યું. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાતનું શિક્ષણ, આરોગ્ય, કારકિર્દી, ઉધોગ ધંધા માટે મુંબઈ ઉપર અવલંબન હતું. અનેક લોકોએ આગાહી કરી હતી કે મુંબઈ વિનાનું ગુજરાત પ્રગતિ સાધવામાં પાછળ રહેશે. આવી આગાહી કરનારા એ ભૂલી ગયા હતા કે ગુજરાતીઓના લોહીમાં જ સાહસવૃત્તિ રહેલી છે. ગુજરાત જયારે મુંબઈથી છૂટું પડ્યું ત્યારે ઔધોગિક વિકાસમાં ગુજરાતનો ક્રમાંક ૮મો હતો. આજે ગ...
- Get link
- X
- Other Apps
ભારત અને ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અને પડકારો - પ્રવીણ ક. લહેરી ભારતના બંધારણમાં ૬ થી ૧૪ વર્ષની ઉંમરના બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ આપવા માટે જોગવાઈ કરવામાં આવી છે. આજે દેશને આઝાદી મેળવ્યાને ૭૯ વર્ષ થયા છે, છતાં ૧૪૮ કરોડની વસ્તીમાંથી અંદાજે ૨૫ થી ૩૦ કરોડ લોકો નિરક્ષર હોવાનો અંદાજ છે. સાક્ષરતા અને નિરક્ષરતાનો સાચો આંકડો આગામી વર્ષે થનાર વસ્તી ગણતરી બાદ મળશે, પરંતુ એક વાત નક્કી છે કે એશિયાના આપણા કરતા નાના અને સંસાધનો રહિત દેશોએ આ ક્ષેત્રમાં ખૂબ નોંધપાત્ર કામ કર્યું છે. ડૉ. મનમોહન સિંહની સરકાર વખતે ભારતીય બંધારણમાં સુધારો કરીને શિક્ષણના અધિકારનો મૌલિક અધિકારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો...
- Get link
- X
- Other Apps
વિશ્વ હૃદય દિવસ - પ્રવીણ ક. લહેરી સમગ્ર વર્ષ દરમિયાન આપણે આપણા ધાર્મિક તહેવારો ઉપરાંત આજકાલ વિવિધ દિવસોની ઉજવણી કરીએ છીએ. ‘ડોક્ટર્સ ડે’ અને ‘ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે’ કેમ એક સાથે આવે છે તે આપણે જાણતા નથી. વર્તમાનપત્રો અને ટીવી પણ ખાસ લેખો અને ચર્ચા દ્વારા સંબંધિત ડે નું મહત્વ અને તે દિવસે આપણે શું વિચારવું જોઈએ, શું કરવું જોઈએ તેના પર પ્રકાશ પાથરે છે. તા.૨૯ સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ હૃદય દિવસ’ છે. માનવ શરીરમાં અનેક અંગો છે, પરંતુ હૃદય એક એવું અંગ છે કે જે જન્મથી લઈને જીવનના અંત સુધી જરા પણ આરામ લીધા વિના દિવસમાં લગભગ ...
- Get link
- X
- Other Apps
સૂફી સંત રાબિયા - પ્રવીણ ક. લહેરી દેશમાં કોમી એકલાસ જાળવવા અંગે મેં જે લેખ લખ્યો તેના વિવિધ પ્રત્યાઘાતો આવ્યા. કોઈને એ એકતરફી લાગ્યો તો કોઈને તેમાંથી પરસ્પરની લાગણીમાં વૃદ્ધિ કરતો લાગ્યો. બાંગ્લાદેશની લેખિકા તસલીમા નસરીન દ્વારા જે લજ્જા નામની નવલકથા સત્ય ઘટનાને આધારે લખવામાં આવી છે અને આજે પણ બાંગ્લાદેશમાં જે કાંઈ થઈ રહ્યું છે તે ધર્મના નામે થઈ રહ્યું છે તેટલી વાતમાં કોઈ વિવાદનો અવકાશ નથી. લઘુમતી ઉપરના અત્યાચારમાં બાંગ્લાદેશ આજે માનવીય મર્યાદાઓ વટાવી ચૂક્યું છે ત્યારે ઇસ્લામમાં ‘સૂફી’ સંપ્રદાયના એક સૂફી સં...
- Get link
- X
- Other Apps
માનવી અને પશુ વચ્ચે પ્રેમ - પ્રવીણ ક. લહેરી તાજેતરમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચાર-પાંચ જગ્યાએ સિંહ કે સિંહણે બાળકથી માંડીને પ્રૌઢ વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો ત્યારે અનેક તર્ક-વિતર્ક થયા. અમુક વિદ્વાનોનું માનવું છે કે પોતાના વિસ્તારમાં ખોરાકના અભાવે સિંહ આવું કરવા પ્રેરાય તેમ છે, તો બીજા વિદ્વાનોનું કહેવું છે કે સિંહ માનવવસ્તીની ખૂબ નજીક રહે છે અને કોઈપણ વ્યક્તિ સિંહને છંછેડે તો સિંહ હુમલો કરે છે. આ બધી ચર્ચા વચ્ચે પાલીતાણા પાસે એક એવો બનાવ બન્યો કે જેમાં કાળુભાઈ નામની એક વ્યક્તિને સિંહે દબોચી લીધો. કાળુભાઈના પગ ઉ...
- Get link
- X
- Other Apps
ભારત-અમેરિકા અને ચીન - પ્રવીણ ક. લહેરી ૧૯૫૦ના દશકામાં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તટસ્થતાની વિદેશનીતિ અખત્યાર કરી અને ક્રમશઃ બીનજોડાણવાદી દેશોની સંખ્યા વધી તેનાથી અમેરિકા ભારત સાથે નારાજ રહેલું છે. ૧૯૬૦માં ચૂંટાયેલા યુવાન પ્રેસીડેન્ટ જહૉન કૅનેડીની લાગણી ભારત સાથે જોડાયેલી હતી. તેમણે પંડિત જવાહરલાલ નહેરુને નિમંત્રણ આપીને ખાસ કરીને ચીન સાથેનો આપણો વ્યવહાર બગડ્યો હતો ત્યારે અમેરિકાએ ભારતના પક્ષે રહેવું પસંદ કર્યું હતું. ૨૩મી નવેમ્બર ૧૯૬૩ના રોજ ખૂબ ભેદી સંજોગોમાં શ્રી જહૉન કૅ...