અમરેલીમાં બીટકોઈન-ર - પ્રવીણ ક. લહેરી નરસિંહ મહેતાના પ્રભાતિયામાં જેમ ‘‘ જાગીને જોઉં તો જગત દિસે નહીં , ઊંઘમાં અટપટા ભોગ ભાસે ’’ આ પંક્તિનો ગુઢાર્થ સમજાય જાય તેવી અમરેલી પોલીસની કામગીરીમાં ગુરુત્વાકર્ષણના નિયમમાં અપવાદ થઈ પાણી નીચે વહેવાને બદલે ઉપર ચડતું જાય છે ? ક્યાં જઈને અટકશે આ રેલો ? જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ નવા નવા નિવેદનો સામે આવે છે. કોર્ટમાં ફોજદારી કેસ ચાલે ત્યારે ફરિયાદીની ઉલટ તપાસમાં વકીલનું લક્ષ્ય એટલું જ હોય છે કે ફરિયાદી પાસે કબૂલ કરાવવું કે તેનો ભૂતકાળ ખરડાયેલો છે અને તે ભરોસાપાત્ર વ્યક્તિ નથી. આ અમરેલીના કિસ્સામાં તો જેમની સામે શંકાની સોય તકાય છે તે કહે છે કે જુઓ , ફરિયાદીની પૂર્વભૂમિકા આરોપી કે ગુન્હેગારની છે. લોકો એ પ્રશ્ન પૂછે છે કે એ સાચું હોય તો પણ આ કિસ્સામાં ગુન્હાના આરોપો તો પોલીસ પર છે. કોઈ એવું તો નથી કહેતું કે ફરિયાદીએ પોલીસને ગોંધી રાખી હતી. ખંડણી વસૂલ કરી હતી ? કાયદાના શાસનમાં પોલીસ અને ન્યાયતંત્રની ભૂમિકા મહ...
Posts
Showing posts from August, 2020
- Get link
- X
- Other Apps
અમરેલી અને બીટકોઈન - પ્રવીણ ક. લહેરી કવિ રમેશ પારેખે વતનને લાડ લડાવતા લખ્યું હતું : એક સવારે , ‘‘ આમ સાવ અચાનક , આંગળીઓ ખોલી ત્યાં ખડીંગ થઈને ખરી પડ્યું અમરેલી. ’’ અમરેલી મૂળ તો વડોદરા રાજ્યનો ગાયકવાડી સૂબો. મરાઠા રાજ્યનું મથક અમરેલી પણ તેની આણ દ્વારકાના તાલુકા ઓખા મંડળ સુધીની. જીર્ણ સોમનાથ નજીક અહલ્યાબાઈએ સ્થાપેલ શિવલીંગની રક્ષા હોય કે પ્રાચીના પીપળે શ્રાદ્ધ સરાવવાનું હોય. ગાયકવાડી સત્તા જૂનાગઢના નવાબી શાસનને અંકુશમાં રાખતી હતી એવું અમરેલી. આઝાદીની લડત સમયે એક બાજુ ગાંધીજીએ નવસારી પાસેના દાંડીમાં છઠ્ઠી એપ્રિલ ૧૯૩૦ના રોજ મીઠાનો કાયદો તોડ્યો ત્યારે અમરેલીથી આવેલા ૪૨ દૂધમલીયા યુવાનોએ ધોલરામાંથી મીઠું ઉપાડી બધે વહેંચીને કાયદાને ખુલ્લેઆમ પડકાર્યો. ‘ ટોપાવાળાના ટોળા ઉતર્યાં ’ જેવા આઝાદી જંગના અનેક ગીતો લખનાર પ્રજ્ઞાચક્ષુ કવિ હંસરાજ પણ અમરેલીના. જેમણે મહાત્માજીને સોનાના થાળી-વાટકામાં જમાડવાનો આગ્રહ કર્યો અને ચતુર મહાત્માએ શરત રાખી કે તે જમે તે વાસણો હરિજન સેવાફંડમાં દાન આપવા પડશે. આવી શરત સ્વીકારી તેનું પાલન ક...
- Get link
- X
- Other Apps
જ્ઞાતિવાદને જડમૂળથી ઉખેડવા માટે-ર - પ્રવીણ ક. લહેરી જ્ઞાતિવાદને પ્રોત્સાહન આપતું ત્રીજું તત્ત્વ આપણી પારિવારિક વ્યવસ્થા છે. ઉદાહરણ તરીકે ધારો કે ‘ અ ’ જ્ઞાતિનો પુરુષ ‘ બ ’ જ્ઞાતિની મહિલા સાથે પ્રેમલગ્ન કરે છે એટલે મહિલાની જ્ઞાતિ બદલાય છે. જો કે ઘણાં કિસ્સામાં પુરુષનું કુટુંબ અન્ય જ્ઞાતિની પુત્રવધૂનો સ્વીકાર સહેલાયથી નથી કરતું. દરેક સામાજિક પ્રસંગે તેમના પિયર પક્ષ વિશે કાંઈક ટીકા-ટિપ્પત થાય છે. બાળકોને પણ નવાઈ લાગે છે કે મોસાળમાં કેમ કાંઈક પરાયું લાગે છે ? પુરુષપ્રધાન સમાજમાં પરિણિત સ્ત્રી નથી તેનો ધર્મ પાળવાની છૂટ કે નથી તેમની સ્વતંત્ર ઓળખ રાખવાની રજા. ગુજરાતમાં કન્યાઓની તંગીને કારણે એક જ્ઞાતિના અનેક મુરતીયા કન્યાવિક્રય દ્વારા આદિવાસી સમાજમાં પરણ્યાં છે પણ તે આદિવાસી કન્યાની સામાજિક સ્થિતિ કેવી છે ...
- Get link
- X
- Other Apps
જ્ઞાતિવાદને જડમૂળથી ઉખેડવા માટે - પ્રવીણ ક. લહેરી તાજતેરમાં ભારતના રાજકારણ પર ટિપ્પણી કરતાં લોર્ડ મેઘનાથ દેસાઈએ કહ્યું કે , ‘‘ પ્રભાવ ઊભો કરવા માટે તમારે પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી બનવાની જરૂર નથી. જુઓ , ગુજરાતમાં હાર્દિક પટેલ , અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ કોઈ હોદ્દા વિના કેવો રાજકીય પ્રભાવ નિર્માણ કર્યો છે. ’’ શ્રી મેઘનાથ દેસાઈનું આ નિરીક્ષણ દર્શાવે છે કે કાં તો તેઓ આપણા દેશની જ્ઞાતિઓની તાકાતથી અપરિચિત છે અથવા તો તેમણે દર્શાવેલ નેતાઓ જેમ જ્ઞાતિ અને સમાજ વચ્ચેનો ભેદ પારખવામાં થાપ ખાય ગયા છે. આપણા દેશમાં વૈવિધ્ય છે. ૧૮૯૧ થી વસ્તી ગણતરી શરુ થઈ ત્યારથી સરકારી ચોપડે સેંકડો જ્ઞાતિઓ , પેટા જ્ઞાતિઓ નોંધાય છે. આઝાદી બાદ વસ્તી ગણતરી સમયે જ્ઞાતિની નોંધણી એ કારણસર બંધ કરવામાં આવી કે તે ભારતના બંધારણની સમાનતાની ભાવના સાથે સુસંગત નથી. હવે ફરી જ્ઞાતિની ગણતરી કરવાનો નિર્ણય દુષિત રાજકારણને પંપાળવા માટે છે અને કમનસીબ છે તેવું હું જવાબદારીપૂર્વક કહેવા માગું છું. જ્ઞાતિઓનો પ્રભાવ જેટલો વિસ્તરશે તેટલી રાષ્ટ્રીય એકતા ન...