સપ્ટેમ્બરમાં જન્મેલી બે મહાન વિભૂતિઓ : શ્રી વિનોબા ભાવે અને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનન્ - પ્રવીણ ક. લહેરી આઝાદીના આંદોલનના સમય દરમિયાન આપણને દેશને સમર્પિત , સેવાભાવી , નિતીવાન , સંવેદનશીલ અને નીડર નેતાઓ મોટી સંખ્યામાં મળ્યા. ૧૮૫૭ની સશસ્ત્ર ક્રાંતિ બાદ દેશમાં વિચારધારાના બે મુખ્યપ્રવાહો જોવા મળે છે. એક તો અંગ્રેજો આપણા કરતાં સબળ , શિસ્તબદ્ધ અને સંગઠ્ઠિત છે અને સાથે સાથે તેઓના વિજ્ઞાન-ટૅકનોલોજીના જ્ઞાનના કારણે પ્રગતિશીલ છે. આનાથી અલગ સ્વામી દયાનંદ , સ્વામી વિવેકાનંદથી શરુ કરીને મહાત્મા ગાંધી સહિત અનેક મહાનુભાવોને ભારતની પરંપરા ભૂલી જવાથી અને વેદ-ઉપનિષદનો બોધ વિસરી જવાની ઘટનાએ આપણને આપણી સાચી ઓળખની જાણકારીથી વંચિત રાખ્યા છે. ઓગણીસમી અને વીસમી સદીમાં ભારતમાં જે પ્રખર મેઘાવી અને અભ્યાસુઓ હતાં તેમાં સપ્ટેમ્બરમાં જન્મેલી બે વ્યક્તિઓ (૧) શ્રી વિનોદભાવે અને (ર) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણથી આપણી આજની યુવાપેઢી અજ્ઞાત છે. વિનોબાજીની જન્મ તારીખ ૧૧મી સપ્ટેમ્બર છે કે જે અમેરિકા પરના સૌથી મોટા આતંકી હુમલાની તારીખ પણ છે અને ભારત સરકારમાં હિન્દી પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ દિવસ છે. ડૉ. સર્વપલ્લી...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 8