Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 113
                                                 આપણા સામાયિકોનું ભવિષ્ય                                                                             પ્રવીણ ક. લહેરી મનુષ્ય માટે વિચાર એ એક આગવી શક્તિ છે. એક ઉક્તિમાં એમ કહ્યું છે કે; ‘‘હું વિચારું છું તેથી હું છું.’’ માનવીના અસ્તિત્વ સાથે વિચાર કરવાની શક્તિ અને સંવેદના મહત્ત્વના છે. છાપકામની શરુઆત થઈ તે પહેલાં હસ્તલિખિત ગ્રંથો અને મૌખિક પરંપરા જ્ઞાન અને માહિતીના સંક્રમણના માધ્યમો હતા. છાપકામ બાદ શિક્ષણ પ્રથામાં મોટા ફેરફારો આવ્યા. માનવી-માનવી માટે વિચાર વિનિમય માટે શબ્દો ખાસ કરીને છપાયેલા શબ્દોની ભૂમિકા અજોડ રહી. દૈનિક વર્તમાન પત્રો ઉપરાંત સાપ્તાહિક, પાક્ષિક કે માસિક મેગેઝીનોના પ્રકાશન થકી સમાજમાં વાંચન દ્વારા નિરંતર શિક્ષણની એ...