Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 98
                                                            આઝાદીના ૭૫ વર્ષ                                                                                         પ્રવીણ ક. લહેરી આ લેખ લખવાનો દિવસ છે ૧૫મી ઑગસ્ટ ૨૦૨૨. આઝાદી હાંસલ કર્યાને ૭૫ વર્ષ વિતી ગયા. અમારા માટે આ દિવસ ધન્યતાનો છે, પરમ આનંદનો છે, સંતોષનો છે. મારી ૭૭ વર્ષની ઉંમરમાં અનેક ઐતિહાસીક ઘટનાઓ અને વ્યક્તિ વિશેષોેને સાક્ષીભાવે નિહાળવાનો જે લ્હાવો મળ્યો છે તે રોમાંચક છે. આઝાદી પહેલાં અઢી વર્ષે જન્મ થયો તેથી ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭નું સ્મરણ ન હોય. પરિવારમાં તે દિવસની અનેક વાતો જરૂર સાંભળી છે. સેંકડો વર્ષોની ગુલામી બાદ સ્વરાજ અને એક ભારતની રચના (વિભાજનની કરુણાંતિકા સાથે) થ...