ભારતના બંધારણની વિભાવના અને વાસ્તવિકતા પ્રવીણ ક. લહેરી ઈ.સ. ૧૯૪૯ની ૨૪મી નવેમ્બરે ભારતની બંધારણ સભાએ લગભગ અઢી વર્ષની ચર્ચા-વિચારણા બાદ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ અપનાવ્યું તે ઘટનાને ૭૨ વર્ષ જેવો સમય વિતી ગયો છે. આ બંધારણ સભાના પ્રતિનિધિઓની ચૂંટણી નિયુક્તિ સંપૂર્ણપણે લોકશાહી પદ્ધતિથી ન હતી તે ઉપરાંત ભારત સરકાર અંગે બ્રિટીશ સંસદે ૧૯૩૫માં મંજૂર કરેલી જોગવાઈઓ યથા તથા સમાવીને એક મજબૂત કેન્દ્ર સાથે સમવાયતંત્રની સ્થાપના કરી. વિશ્વના ઈતિહાસમાં ત્યારે ૩૩ કરોડ લોકોને પુખ્તવયે સમાન મતાધિકાર, મૂળભૂત અધિકારો અને પ્રવર્તમાન અનેક દૂષણોને દૂર કરવા જે પ્રતિબદ્ધતા ...
Posts
Showing posts from November, 2021
- Get link
- X
- Other Apps
સ્મરણ સરદારનું-૨ પ્રવીણ ક. લહેરી ઈ.સ. ૧૯૧૭માં ગાંધીજી સાથે જોડાયેલા શ્રી વલ્લભભાઈ પટેલ એક અનુયાયી તરીકે, એક સાથી તરીકે, એક સંગઠ્ઠક તરીકે એવી રીતે કાર્યરત રહ્યા કે કોઈકે તો એમને ગાંધીજીના અંધ અનુયાયી કહ્યા. રાજાજીએ સરદાર અંગે ચોખવટ કરતાં કહ્યું; ‘‘સરદાર એક જ એવી વ્યક્તિ છે જે ગાંધીજીનું અનુકરણ ખુલ્લી આંખ રાખીને કરે છે. મહાત્માને વફાદાર રહીને તેને સમજવામાં સરદાર સિવાય કોઈનું ગજુ નથી.’’ નેતાથી સુભાષચંદ્રને તો સરદારમાં ગાંધીજીના દુષ્ટ પણ ચબરાક અને પ્રતિભાશાળી સાથી તરીકે દર્શન થયા હતાં. આઝા...
- Get link
- X
- Other Apps
સ્મરણ સરદારનું પ્રવીણ ક. લહેરી વીસમી સદીનો પૂર્વાધ ભારતના ઈતિહાસમાં અનોખો કાળખંડ છે. ૧૯૦૧ થી ૧૯૨૦ના વર્ષો દરમિયાન બંગભંગ આંદોલનથી જાગી ઉઠેલી રાષ્ટ્ર્ીય ચેતનાને લાલ (લાલા લજપતરાય) બાલ (બાલ ગંગાધર ટિળક) અને પા (બિપીનચંદ્ર પાલ)ની ત્રિપુટી દ્વારા વિશેષ પ્રજ્જવલિત કરવામાં આવી. બ્રિટીશ સામ્રાજ્ય સૌથી મોટું અનિષ્ઠ છે. દેશની પ્રજાની ગુલામી દૂર કરવી તેમાં જ રાષ્ટ્ર્હિત છે. બ્રિટનની હકુમતનો અંત આણવા આપણે સક્ષમ છીએ. જરૂર છે દેશપ્રેમની, હિંમતની, શહાદતન...
- Get link
- X
- Other Apps
રાષ્ટ્ર્ીય સલામતિની ચિંતા - પ્રવીણ ક. લહેરી દેશના વિભાજન સાથે મળેલી આઝાદી અભૂતપૂર્વ હિજરત, હત્યાઓ અને હીનતાભર્યા વર્તન માટે આજે આપણે જુદી જુદી વ્યક્તિઓ પર દોષારોપણ કરી રહ્યા છીએ. આઝાદી માટે સર્વસ્વ લૂંટાવી દેનાર ક્રાંતિકારી હોય કે સત્યાગ્રહી હોય, વીર સાવરકર હોય કે મહાત્મા ગાંધી હોય, સરદાર હોય કે નેતાજી હોય, જવાહરલાલ હોય કે ડૉ. રાજેન્દ્રપ્રસાદ હોય, ભગતસિંહ હોય કે જયપ્રકાશજી હોય, આવા અગણિત નામો છે જેઓ આપણા હૃદયપૂર્વકના વંદના અધિકારી છે. તેમની સરખામણી કે ટીકા કરતાં પહેલાં આપણે દેશ માટે શું કરવા તૈયાર છીએ ? શું કરીએ છીએ ? આપણે દેશવાસીના જીવ...