જેમ્સ બોન્ડની રસપ્રદ વાતો - પ્રવીણ ક. લહેરી વર્ષ ૧૯૬૨માં વેસ્ટ ઇન્ડીઝના જમૈકા ટાપુ પર ઘેરા નીલા રંગના સમુદ્રના કાંઠે એક નવા ઈતિહાસનો નિર્માણ થઈ રહ્યું હતું. જો કે ત્યાં એકત્ર થયેલા લોકોને આ ઘટનાના મહત્વ વિષે ત્યારે કોઈ જાણકારી ન હતી. આ દિવસે એક જાસૂસી ફિલ્મના શુટીંગ માટે જે ટુકડી ટાપુ પર આવી હતી તેનું કામ જેવું તેવું ન હતું કારણ કે બ્રીટીશ જાસૂસીતંત્રના કાલ્પનિક ૦૦૭ કોડ ધરાવતા જાસૂસ જેમ્સ બોન્ડની નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવાની હતી. જેમ્સ બૉન્ડ નામના જાસૂસનું પાત્ર આ નવલકથાના લાખો વાચકો માટે ઉત્સાહ વધારવાનું હતું. અનેક લ...
Posts
Showing posts from April, 2026
- Get link
- X
- Other Apps
અખિલ ભારતીય સેવાનું ભવિષ્ય - પ્રવીણ ક. લહેરી તાજેતરમાં ગુજરાતનાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીની જમીનને બીનખેતીમાં ફેરવવા માટે ચાલતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર અને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન મારફત દરોડા પાડીને જે કાગળો જપ્ત કરવામાં આવ્યા છે તેના આધારે આ કૌભાંડમાં ૧૦૦૦ કરોડથી વધારે રૂપિયાની ગેરકાયદે લેવડદેવડ થઈ છે તેવો અંદાજ છે. આ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં તત્કાલિન કલેકટર સામે ફરિયાદો આવતા અને તપાસ કરતાં એવું જણાવ્યું હતું કે કોઈ એક એજન્ટ (વચેટીયો) દ્વારા તમામ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવતા હતા અને તેના દ્વારા જ લાં...
- Get link
- X
- Other Apps
ડૉ. રામમનોહર લોહિયા : સમાનતા અને સ્વતંત્રતાના મશાલધારી - પ્રવીણ ક. લહેરી ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અનેક તેજસ્વી પ્રતિભા ધરાવતા લોકોએ ભાગ લીધો હતો. મહાત્મા ગાંધી, જેમણે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવીને પોતાના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલેની સલાહ મુજબ એક વર્ષ ટ્રેન, બસ, બળદગાડા સહિત જે રીતે અનુકૂળ આવ્યું તે રીતે ભારતભ્રમણ કર્યું. ભારતભ્રમણ પૂરું થવાનું હતું ત્યારે કાશીમાં બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના કરી રહેલા શ્રી મદનમોહન માલવીયાએ ગાંધીજીને અતિથિ વિશેષ તરીકે બોલાવ્યા હતા. આ સમારંભમાં અગ્રણી ઉદ્યોગપતિ દાતાઓ, રાજા-મહારાજાઓ વગેરે ઉપસ્થિત હતા. આ પ્રસંગે મહાત્મા ગાંધીજીએ જે પ્રવચન કર્યું તેમાં તેમના ભારતભ્રમણના અનેક અનુભવોનો નીચોડ હતો. આજે ૧૦...
- Get link
- X
- Other Apps
એક માતા : સો ગુરુ સમાન પ્રવીણ ક. લહેરી આપણા જીવનમાં ઘણી ઘટનાઓ આપણી કલ્પના કરતાં પણ ચિત્ર-વિચિત્ર હોઈ શકે છે. મનુષ્ય માત્રના જીવનમાં અનેક પડકારો આવે છે અને વ્યકિત જે રીતે પડકારોનો મુકાબલો કરે છે તેનાથી તેનું વ્યકિતત્વ વિકાસ પામે છે. દરેક વ્યકિત મોંઢામાં સોનાની ચમચી સાથે જન્મ નથી લેતી. ગરીબી, બેરોજગારી, શિક્ષણનો અભાવ એમ અનેક સમસ્યાઓથી ઝઝૂમતા લોકો પણ જીવનમાં કંઇક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરે ત્યારે આપણે તેને પ્રેરક ઉદાહરણ ગણીએ છીએ. અમેરિકાના ન્યુ મેક્સીકો રાજયમાં બનેલી ઘટના આજે પણ અનેક લોકોને પ્રેરણા અને શકિત આપે છે. છઙ્મહ્વેૂેીિ...