Posts

Showing posts from December, 2024
                                                      વિશિષ્ટ રાજકારણી : જશવંત મહેતા                                                                                                             - પ્રવીણ ક. લહેરી ગુજરાતના જાહેર જીવનમાં વ્યસ્ત સૌ કોઈનું સ્વપ્ન ‘ગુજરાતનો નાથ’ એટલે કે ‘મુખ્યમંત્રી’ થવાનું હોય તે સ્વાભાવિક છે. કેન્દ્રીય મંત્રીશ્રી ગડકરીએ રાજકારણીઓની માનસિકતા પર વેધક કટાક્ષ કરતાં કહ્યું; ‘‘દરેક કાર્યકરને ચૂંટણી લડવા ટિકીટ જોઈએ છે. ટિકીટ મળે અને સભ્ય તરીકે ચૂંટાઈ જાય ત્યારે તેમને કોઈ કમિટીના અધ્યક્ષ થવું છે, ત્યારબાદ તેને સ્થાનિક સ્વરાજની સંસ્થાના વડા થવું છે. વિધાનસભામાં...
                                                               કળિયુગના લક્ષણો                                                                                                               પ્રવીણ ક. લહેરી પાંડવોએ એક વખત શ્રીકૃષ્ણને કળિયુગના પ્રભાવ હેઠળ શું શું થશે તે સમજાવવા વિનંતી કરી. શ્રીકૃષ્ણે તેમાંથી એક-બેને ચારે દિશામાં મોકલ્યા અને ત્યાં તેમણે જે નિહાળ્યું તેનું વર્ણન કરવા કહ્યું. પાંડવોએ ચારે દિશામાં જે વિચિત્ર ઘટનાઓ જોઈ તે અંગે સ્પષ્ટતા પૂછતાં શ્રીકૃષ્ણે કહ્યું કે તમે જે દૃશ્યોથી આશ્ચર્ય પામ્યા તેનું અર્થઘટન આ પ્રમાણે છે. એક કોયલ મધુર કંઠે ગ...
                                                           રાષ્ટ્ર્‌વાદ અને હિંદુધર્મ                                                                                                                                પ્રવીણ ક. લહેરી ઈસ્લામના હિંદુસ્તાન પરના આક્રમણો બાદ જે જે સલ્તનતોએ દિલ્હીથી રાજ કર્યું તે ‘બાદશાહ’ મુળભૂત રીતે ધર્મઝનૂની હતાં. રાજપૂતોના તીવ્ર વિરોધને કારણે તેમનામાં ફાટફૂટ પડાવીને એક જૂથને દિલ્હી દરબારમાં મહત્ત્વ આપી રાજપૂતોની શક્તિ સંયુક્ત થઈને તેમને ખદેડી ન શકે તેવું રાજકારણ અને કપટ કરવાથી સત્તા બચી રહી....
                       ઓગણીસમી સદીના  સમાજ સુધારક અગ્રણી - મહિપતરામ રૂપરામ                                                                                                                 - પ્રવીણ ક. લહેરી ઓગણીસમી સદીના ઉત્તરાર્ધનો સમય ગુજરાતના સમાજ સુધારણા ક્ષેત્રે આગવું મહત્ત્વ છે. અંગ્રેજોના સ્થિર થયેલા શાસનને ૧૮૫૭ ની  ક્રાંતિ બાદ કોઈ ગંભીર પડકારોનો સામનો કરવાનો ન હતો. બંગાળ, બિહાર અને ઓરિસ્સાના રાજ્યોમાં કંપની બહાદૂર સરકારને  ૧૦૦ જેટલા વર્ષો થવામાં થોડો સમય જ બાકી હતો. પૂર્વ ભારતમાં અંગ્રેજી શિક્ષણ અને સભ્યતાના પ્રભાવ હેઠળ ઘણાં ધનવાન પરિવારો ઇંગ્લીશ રીતભાત અપનાવવા માંડ્યા હતાં. ૧૯૫૭ ના બંડ પહેલાં જ ગુજરાતમાં સમાજ સુધારણાનો આરં...
                                                     અસલી શું અને નકલી શું ? - પ્રવીણ ક. લહેરી રાજકપૂરની ‘જાગતે રહો’ ફિલ્મનું ગીત, ‘‘જીદંગી ખ્વાબ હૈ, ખ્વાબ મેં જૂઠ ક્યા ઔર ભલા સચ હૈ ક્યા, સબ સચ હૈ, જીંદગી ખ્વાબ હૈ’’ મોતીલાલ નામના અદાકારે પીધેલી હાલતમાં આ ગીત પરદા પર ગાયું હતું ત્યારે તેને અંદાજ નહીં હોય કે ભવિષ્યમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં શું અસલી અને શું નકલી તે જાણવું લગભગ અશક્ય બની જશે. શું આપણે જીવનમાં જે જોઈએ છીએ તે વાસ્તવિકતા છે કે સ્વપ્ન ? આ પ્રશ્નનો સાચો ઉત્તર મેળવવો મુશ્કેલ છે. સોશિયલ મિડિયામાં ઝડપથી ફેલાતી માહિતી સાચી છે કે ખોટી તેની ચકાસણીની વ્યવસ્થા છે પણ અપૂરતી છે. જો કે સોશિયલ મિડિયાની વસ્...
                                                      ‘સંવાદ’ : જીવન ઘડતરનો - પ્રવીણ ક. લહેરી આપણા પંચાગ મુજબ ચંદ્ર સૂર્યાદય સમયે જે નક્ષત્રમાં હોય તેના આધારે તિથિ નક્કી કરવામાં આવે છે. ૨૭ નક્ષત્રોમાં મહિનામાં ફરતો ચંદ્ર દિવસનાં અલગ અલગ સમયે ઉદય થાય અને નક્ષત્ર બદલે છે. અમાસની અમાવાસ્યાનો ચંદ્ર પ્રતિપદાના દિવસે નક્ષત્ર ન બદલે ત્યારે તિથિની વૃદ્ધિ થાય છે. અમાસ પૂરી ન થઈ હોય અને સૂર્યોદય સમયે ચંદ્રના નક્ષત્રના કારણે પ્રતિપ્રદા સુદ એકમ શરુ થઈ ન હોય તેવા દિવસે દિવાળી મનાવી શકાય પણ નવું વર્ષ નહીં. આમ બે દિવાળીના કારણે વિક્રમ સંવતના પૂરા થતાં વર્ષ અને નૂતન વર્ષની શરુઆત વચ્ચેના દિવસન...