રાષ્ટ્ર્વાદ અને હિંદુધર્મ
પ્રવીણ ક. લહેરી
ઈસ્લામના હિંદુસ્તાન પરના આક્રમણો બાદ જે જે સલ્તનતોએ દિલ્હીથી રાજ કર્યું તે ‘બાદશાહ’ મુળભૂત રીતે ધર્મઝનૂની હતાં. રાજપૂતોના તીવ્ર વિરોધને કારણે તેમનામાં ફાટફૂટ પડાવીને એક જૂથને દિલ્હી દરબારમાં મહત્ત્વ આપી રાજપૂતોની શક્તિ સંયુક્ત થઈને તેમને ખદેડી ન શકે તેવું રાજકારણ અને કપટ કરવાથી સત્તા બચી રહી. આ માટે ધર્માંધતા ઓછી કરવી જરૂરી લાગી ત્યાં બાંધછોડની નીતિ અપનાવી હતી. હિન્દુઓની સૌથી મોટી કમનસીબી તેમની વર્ણવ્યવસ્થા રહી જેના પાયામાં ભેદભાવ-ઉચ્ચનીચના સામાજિક જોખમી ખ્યાલો રહ્યા હતાં. વેદો, પૂરાણોના નામે બ્રાહ્મણોએ પોતાના સ્થાનની રક્ષા માટે જે કર્યું તેનાથી આજે પણ જ્ઞાતિવાદ દૂર થાય તેવી સંભાવના જણાતી નથી.
ઔરંગઝેબના ઝનૂની શાસન, હિન્દુઓને પીડવાની વૃત્તિ સામે મહારાષ્ટ્ર્માં શિવાજીનો ઉદય એ અકબર સામે એકલે હાથે લડનારા મહારાણા પ્રતાપ કરતાં વધારે સફળ રહ્યો. ગેરીલા યુદ્ધ પદ્ધતિ, કુશાગ્ર બુદ્ધિ અને સ્વામી રામદાસની પ્રેરણાથી શિવાજીએ મોગલોની શક્તિ ક્ષીણ કરી તેમની સત્તાને અસ્તાચલ ભણી મોકલવામાં પ્રમુખ ભૂમિકા ભજવી. મહારાણા પ્રતાપનું અટલ મનોબળ અને પારાવાર દુઃખ વચ્ચે સ્વતંત્રતા-સ્વમાન જાળવવાની દૃઢ ઈચ્છાએ દેશવાસીઓને સબક શીખવાડ્યો કે પરાક્રમનો કોઈ વિકલ્પ નથી. શિવાજીના રાજ્યાભિષેકમાં રોડા નાખનારા રૂઢિચુસ્ત બ્રાહ્મણો સામે લોકજાગૃતિ શરુ થઈ. કમનસીબે શિવાજી બાદ સંભાજી મહારાજમાં બલિદાને મરાઠા સામ્રાજ્યને ક્રમશઃ પેશવાઓને હવાલે કર્યું. પેશવાઓ ભલે બ્રાહ્મણ હતાં પણ તેમને પણ સમજાયું છે સત્તા માટે તાકાત જરૂરી છે. બાજીરાવ જેવા પેશવાએ તો અદ્ભૂત પરાક્રમો સાથે મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. અજય બાજીરાવની ગેરહાજરી બાદ મરાઠા સામ્રાજ્ય તેની જરૂરી નાણાં એકત્ર કરવાની પદ્ધતિઓના કારણે લોકાભિમુખ ન રહેતાં લોકોથી વિમુખ થયા. પાણીપતના ત્રીજા યુદ્ધે અને ૧૯૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં હાર થતાં મરાઠા સામ્રાજ્ય પાંચ સેનાપતિઓ વચ્ચે વેરવિખેર થઈ તેઓએ અંગ્રેજોના સહયોગી થયા. મહારાષ્ટ્ર્ની આ પૂર્વભૂમિકામાં વીસમી સદીની શરુઆતમાં લોકમાન્ય ટિળકે જનભાગીદારી સરળ બનાવવા માટે શ્રી ગણેશની જાહેર પૂજા (૧૦ દિવસ) યોજીને ધર્મ અને રાષ્ટ્ર્ને જોડીને લોકશક્તિને મજબૂત કરવા માટે ભગીરથ પુરુષાર્થ કર્યો. મહારાષ્ટ્ર્ના ઈતિહાસમાંથી પ્રેરણા લઈ વિનાયક દામોદર સાવરકરથી માંડીને ચાકેકર ભાઈઓ સહિત અનેક લોકોએ સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરી. અંગ્રેજોના અત્યાચારો વચ્ચે પણ ક્રાંતિકારીઓએ આઝાદીની જ્યોત જલતી રાખી.
સન ૧૯૧૫માં ગાંધીજીના હિંદ આગમન અને સન ૧૯૦૯માં તેમણે લખેલ હિંદ સ્વરાજના પુસ્તકને કારણે કોંગ્રેસના મવાળ અને જહાલ જૂથોને એક કરીને સામ્રાજ્યનો સામનો નીડર રીતે કરવા માટે, જેલ અને અત્યાચારો પાયા હચમચાવવાની તેની વાત લાખો યુવાનોને ગળે ઊતરી ગઈ. કોંગ્રેસ આવેદનો લખવાની સંસ્થાને બદલે વ્યાપક લોકઆંદોલનનું માધ્યમ બન્યું.
વીર સાવરકર જેવા ક્રાંતિકારીઓને આ જરા પણ ન ગમ્યું. તેમણે સશસ્ત્ર બંડની સફળતા અંગે શંકા થતાં અંગ્રેજો સાથે સમજૂતિ કરી. ગાંધીજીની સફળતાથી તેમનામાં નિરાશા, ઈર્ષ્યા અને વેરવૃત્તિ વિકસ્યા તે હકીકત છે. સશસ્ત્ર ક્રાંતિની જગ્યાએ ધર્મના ઉપયોગથી રાષ્ટ્ર્ીય એકતા (બહુમતિ) કરવાની તેમની ગણતરી વર્ષો સુધી કામ ન લાગી. હિંદુ મહાસભા કે રાષ્ટ્ર્ીય સેવક સંઘની સ્વીકૃતિ મર્યાદિત રહેતાં આઝાદી બાદ કોંગ્રેસે પ્રથમ ૨૦ વર્ષ એકચક્રી રીતે શાસન કર્યું. સન ૧૯૬૭ પછી કોંગ્રેસ અને અન્ય પક્ષો વચ્ચે સત્તા ભોગવવાનું ચાલુ રહ્યું. સન ૧૯૮૯ની શ્રી લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા અને રાષ્ટ્ર્ીય સેવક સંઘના અનેક પ્રભાવશાળી વક્તાઓએ જનમાનસમાં લઘુમતિના તૃષ્ટિકરણના મુદ્દે ધર્મનિરપેક્ષ રાજ્યની વિભાવના પ્રત્યે અવિશ્વાસ અને નફરત પેદા કર્યાં. સન ૧૯૯૦-૯૧માં વિશ્વનાથ પ્રતાપસિંહની સરકારે અણધડ રીતે માંડલ કમિશનની ભલામણો અમલમાં લાવી હિન્દુ સમાજને જ્ઞાતિવાદ તરફ ધકેલ્યો. શ્રી અટલબિહારી વાજપેયી, શ્રી લાલકૃષ્ણ અડવાણી, ડૉ. મુરલી મનોહર જોશીએ ભારતીય જનતા પક્ષ ગઠબંધનમાં વિશ્વાસ ધરાવે છે. સૌને સાથે લઈને ચાલવા માટે તત્પર છે તેવા માહોલનું નિર્માણ કર્યું. શ્રી દેવગોડા અને શ્રી ગુજરાલની અલ્પજીવી સરકારોના ૨ વર્ષના સમયગાળા સિવાય ૧૯૯૫ થી ૨૦૦૪ સુધી ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ શ્રી અટલબિહારી વાજપેયીની સરકારે સુશાસનનો અહેસાસ કરાવી ‘હિન્દુત્વ સર્વ સમાવેશક’ થઈ શકે છે તેની પ્રતિની કરાવી. શ્રી અટલબિહારી વાજપેયીની સરકારે આર્થિક વિકાસ, આપત્તિ વ્યવસ્થાપન, વિદેશનીતિ, અણુબોંબના વિસ્ફોટના પ્રયોગ સહિત અનેક બાબતોમાં નેત્રદિપક કામગીરી કરી. કમનસીબે સન ૨૦૦૪માં પ્રમોદ મહાજન જેવા ઉત્સાહી નેતાઓએ ‘શાઈનીંગ ઈન્ડિયા’ના શિર્ષક હેઠળ પ્રસિદ્ધિના જોરે ચૂંટણી જીતવાનો વ્યૂહ બનાવી મુદત પહેલાં સામેથી ચૂંટણી લાવીને પગ પર કુહાડો માર્યો. સન ૨૦૦૪માં કોંગ્રેસ અને સાથી પક્ષોએ ખાસ કરીને સ્થાનિક બાબતો, બેરોજગારી, મોંઘવારીના મુદ્દે સામાન્ય પ્રચાર કરી ગઠબંધનની સરકાર રચી અને દસ વર્ષ માટે તેનું સંચાલન કર્યું. ડૉ. મનમોહનસિંહની અર્થશાસ્ત્રી તરીકેની અને અંગત સ્વચ્છ પ્રતિભાએ આમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. સાવ અકસ્માતે વડાપ્રધાન થનાર શ્રી મનમોહનસિંહના નસીબમાં આ કાર્ય દસ વર્ષ માટે લખાયેલું હશે તેથી તે સુપેરે પાર પડ્યું. અનેક ભૂલો, વિવિધ કૌભાંડો અને વિરોધપક્ષના આકરા પ્રહારો વચ્ચે ૧૦ વર્ષના શાસનમાં વિકાસ દર સારો રહ્યો. માહિતીનો અધિકાર, રોજગારી માટે મનરેગા, શિક્ષણનો અધિકાર અને અમેરિકા સાથેની મૈત્રી વગેરે બાબતો તેમની જમા બાજુ રહી હતી.
ડૉ. મનમોહનસિંહની મૃદુતા, ધીરજ અને કુનેહના કારણે તેમની સરકાર ઘણાં ઝંઝાવાતો વચ્ચે પણ ટકી રહી. પ્રણવ મુખર્જી, ચિંદબરમ્, અહમદ પટેલ, વ્યારયાલ રવી, એન્થની, શિંદે, પૃથ્વીરાજ ચૌહાણ જેવા અનેક નેતાઓએ કોંગ્રેસ સરકાર ટકી રહે તે માટે ખૂબ પ્રયત્નો કર્યાં. શ્રી મનમોહનસિંહની ગઠબંધન સરકારના અનેક મંત્રીઓએ ઉઘાડે છોગે ભ્રષ્ટાચાર આદરી સરકારની બદનામી થતી રહી તેવો માહોલ સર્જ્યો હતો. શ્રીમતી સોનિયા ગાંધીની પક્ષ પરની સત્તાનો લાંબો અને ઘેરો પડછાયો મનમોહનસિંહ સરકાર પર પડતો રહ્યો. ‘‘દેશના સંસાધનો પર લઘુમતિઓનો પ્રથમ હક્ક છે.’’ તેવા મનમોહનસિંહના અવિચારી વિધાને હિન્દુઓને વિચારતા કરી દીધા. ફરીવાર લઘુમતિના તૃષ્ટિકરણનો મુદ્દો સામે આવ્યો. આતંકી હૂમલાઓ રોકવામાં, મોંઘવારી પર અંકુશ કરવામાં અને ભ્રષ્ટાચાર નિવારવામાં નિષ્ફળ મનમોહનસિંહ સરકાર માટે વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી જીતવાનું મુશ્કેલ બન્યું. ગુજરાતમાં સ ૌથી લાંબો સમય મુખ્યમંત્રી પદની ધૂરા સંભાળનાર અને લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરી ભારતીય જનતા પાર્ટીએ વિક્રમજનક જીતનો તખ્તો તૈયાર કર્યો.
Comments
Post a Comment