Posts

Showing posts from May, 2022
                                                  કારકિર્દી પસંદગીનો કોયડો                                                                           પ્રવીણ ક. લહેરી મે મહિનાનો ધોમધખતો તાપ હોય, અસહ્ય ગરમીથી સૌ વિહ્‌વળ હોય ત્યારે જ ધો.૧૦ અને ધો.૧૨ના પરિણામો જાહેર થતાં જ વિદ્યાર્થીઓના અને વાલીઓના મનમાં ગુંચવણો પેદા થાય છે. સંતાન માટે કઈ કારકિર્દી પસંદ કરવી ? આ સમસ્યાના ઉકેલ માટે સૌ સ્નેહી મિત્રોની સલાહ તો લે છે સાથે સાથે સરકાર દર વર્ષે રોજગાર સમાચારનો કારકિર્દી વિશેષાંક બહાર પાડી જે જે અવસરો ઉપલબ્ધ છે તેની માહિતી આપે છે. સાથે સાથે મોટા શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓ, વિદેશની યુનિવર્સિટીઓ, વર્તમાન પત્રો, સેવાભાવી સંસ્થાઓ ખાસ પ્રદર્શન આયોજિત કરીને યુવાન-યુવતીઓને કારર્કિદીલક્ષી માર્ગદર્શન આપ...
                                                   કામ કરે ઈ જીતે રે માલમ...                                                                           પ્રવીણ ક. લહેરી જીવનમાં કે સમાજમાં વિકટ સમયે આવે છે ત્યારે મજબૂત મનોબળવાળા અને કર્મઠ માણસો કામે લાગે છે. સમસ્યાઓના ઘેરા વાદળો હોય, નિરાશાનો અંધકાર હોય, સાધનોનો અભાવ હોય, સહાનુભૂતિની ખોટ હોય ત્યારે પણ માનવી આશાની હોડીમાં બેસી, સંકલ્પના સુકાન સાથે પુરુષાર્થરૂપી હલેસાં મારીને તોફાની દરિયામાંથી ઝંઝાવાતોને પાર કરીને નાવને કિનારે પહોંચાડે છે. આ જ તો જીવનનો સાચો આનંદ છે. જીવનની સાર્થકતા સફળતા કરતાં ત્યાં પહોંચવા માટે કરેલા સંઘર્ષમાં છે. મહાત્મા ગાંધીના જીવન અને કાર્યોનો જે કોઈ તટસ્થતાથી અભ્યાસ કરે તેને નીચેનું વિધાન બરાબર સમજાવે. સત્ય...
                                               જય જય ગરવી ગુજરાત                                                              ભાગ-ર                                                                            પ્રવીણ ક. લહેરી ‘‘જે પ્રજા પોતાના ભૂતકાળનો ઈતિહાસ ભૂલી જાય છે, તેમાંથી બોધપાઠ નથી લેતો તેનું ભવિષ્ય અંધકારમય બની જાય છે.’’ જે જાણીતી ઉક્તિ છે. મહાગુજરાતની ચળવળનું સ્મરણ આજે તો સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓસુધી સીમિત છે ત્યારે તેમાં જેમણે નેતૃત્વ પૂરું પાડ્યું હતું તેવા વ્યક્તિ વિશેષના નામોનું સ્મરણ કરી એક ગુજરાતી ત...
                                                       જય જય ગરવી ગુજરાત                                                                                     પ્રવીણ ક. લહેરી ભાષાકીય પ્રાંત રચના : આઝાદી આંદોલન દરમિયાન ભારતમાં ભાષાકીય અલગતાવાદ ન પાંગરે તે માટે કોંગ્રેસે ભાષાવાર રાજ્યો રચવાની માગણી નકારી કાઢીને રાજ્યોની રચના વહીવટી સાનુકૂળતા મુજબ કરવાનો નિર્ણય કર્યો હતો. તા.૧૦ ડિસેમ્બર ૧૯૪૮માં અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ એસ. કે. ધારના કમિશને એક અહેવાલમાં જણાવ્યું કે ભારતમાં આગામી દસ વર્ષ સુધી ભાષાવાર પ્રાંતોની રચના કરવી તે દેશહિતમાં નથી. ત્યારબાદ આ ભલામણોનો સખ્ત વિરોધ થતાં કોંગ્રેસે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારામ...
                                                       પહેલી મેનો દિવસ                                                                              પ્રવીણ ક. લહેરી શિયાળાની કડકડતી ઠંડીમાંથી મુક્તિ સાથે ઉનાળાની ગરમીની શરૂઆત થાય તે ઘટના ઉષ્ણ પ્રદેશમાં રહેતાં આપણને અકળામણ કરાવે. જે દેશોમાં ઠંડી ખૂબ વધારે તેના માટે ઉષ્ણમાભર્યા દિવસો એક નવી જ ઉર્જા આપે છે. આ જ કારણે ઈસવીસનની શરુઆત પહેલાં પણ ૧લી મેનો દિવસ ઉત્સવનો દિવસ હતો. યુરોપના અનેક દેશોમાં પહેલી મે ની ઉજવણી આપણી દિવાળી અને તેમની નાતાલની જેમ ઝાકમઝોળ રીતે થતી હતી. વીસમી સદીની શરુઆતથી આ ઋતુ આધારિત દિવસની ઉજવણીનું પ્રચલન ઓછું થયું છે.  ૧લી મેને આજે આંતરરાષ્ટ્ર્‌ીય શ્રમિક દિવસ - લૅબર ડે તરીકે મોટાભાગના દેશ...