કૃષ્ણ પ્રશ્ન પ્રવીણ ક. લહેરી દેશના વહીવટમાં યોગ્યતાવાળી વ્યક્તિઓ પસંદ થાય તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે ભરતી કરવાની પ્રથાનો ઈતિહાસ લાંબો અને ભાતીગળ છે. ગુજરાતી ભાષાના ઈતિહાસમાં ફોર્બસ નામના અધિકારીનું નામ ખૂબ આદરથી લેવાય છે. અવાર્ચીન સમયમાં કવિશ્રી દલપતરામના સહયોગથી આપણી માતૃભાષાને ખીલવવા માટે તેમણે કરેલું પ્રદાન એક પાયાના કાર્ય તરીકે યાદ કરીએ છીએ. તાજેતરમાં મારા વરિષ્ઠ સાથી, સ્નેહી મિત્ર શ્રી વિજય રંચનના ‘કૃષ્ણ પ્રશ્ન’ હિન્દીમાં વ...
Posts
Showing posts from March, 2022
- Get link
- X
- Other Apps
મૈત્રીભાવનું ઝરણું પ્રવીણ ક. લહેરી મુનિશ્રી ચિત્રભાનુની ખૂબ લોકપ્રિય રચના ‘‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ જીવનમાં વહ્યાં કરો, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહ’’ જીવનમાં દરેક સંબંધોનું આગવું મહત્ત્વ હોય છે. સંબંધો જન્મ, પરિવાર, લગ્ન દ્વારા બંધાય છે. આપણે ત્યાં સંબંધોની ઓળખ પશ્ચિમ કરતાં અલગ છે. તેમના માટે મામા, માસા, ફૂઆ કે કાકાનો ભેદ નથી. સૌને માટે ‘અંકલ’ શબ્દનો વપરાશ તે જ રીતે ’આન્ટી’ શબ્દમાં કાકી, ફઈ, મ...
- Get link
- X
- Other Apps
નારી જીવનની અજીબ કહાણી - પ્રવીણ ક. લહેરી ‘‘ ઔરતને જન્મ દીયા મર્દોકો, મર્દોને ઉસે બાઝાર કીયા.’’ સાહિર લુધિયાનવીની આ તીખાં મરચાં જેવી પંક્તિ કડવી વાસ્તવિકા આપણા સમક્ષ મૂકે છે. સ્ત્રીનો જન્મ એટલે ભ્રુણ હત્યામાંથી બચીને જીવનનો પ્રારંભ. એ જીવન એટલે પડકારો,અપમાનો,ઉપેક્ષાઓ,શોષણ,ત્રાસદી,અસલામતિ અને ગુલામીનો પર્યાય. ૮મી માર્ચે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરીશું ત્યારે આ સ્થિતિમાં ક્રાંતિકારી પરિવર્તન કેમ આવે તેની ચિંતા અને ચિંતન કરવાની ઘડી સૂરતની ગ્રીષ્મા, દિલ્હીની નિર્ભયા,જૂનાગઢની ચાંદની કેટલા નામોનું સ્મરણ કરીએ ...
- Get link
- X
- Other Apps
ઘડપણ કોેણે મોકલ્યું ? પ્રવીણ ક. લહેરી કવિ નરસિંહ મહેતાનો આ પ્રશ્ન સાંપ્રત સમયમાં મહત્ત્વનો બન્યો છે. એક બાજુ આજની વયસ્ક પેઢી ૬૦ વર્ષથી ઉપરની ઉંમર ધરાવતી વ્યક્તિઓની સંખ્યા ૧૨ કરોડને પાર કરી ગઈ છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. સરેરાશ ઉંમર જે આઝાદી ટાણે માત્ર ૩૧ વર્ષની હતી તે આજે આઝાદીના અમૃત મહોત્સવે ૭૧ વર્ષથી પણ વધી છે. આ વૃદ્ધોએ દેશને આર્થિક-સામાજિક પછાતપણામાંથી મુક્ત કરવા યથાશક્તિ પ્રદાન કર્યું છે. તેમણે સાવ ગ્રામીણ પરિવેશમાં પરંપરાગત, રૂઢિચુસ્ત, નિરક્ષર અને છતાંય આગવી કોઠાસુઝ ધરાવતી પેઢી તરીકે...