પ્લાસ્ટિકના ઉત્પાદન અને વપરાશ માટે નિયંત્રણો જરૂરી - પ્રવીણ ક. લહેરી ભારતના ઈતિહાસનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને એક ઈતિહાસકારે ખૂબ માર્મિક નિરીક્ષણ કર્યું હતું, ‘‘ આ દેશ પર આપણે ભલે ઈતિહાસમાં ભણાવીએ કે મૌર્ય, ગુપ્ત,ચોલા,પલ્લવ,લોદી,મુગલ કે અંગ્રેજોએ રાજ કર્યું હતું. પરંતુ હકીકત એ છે કે ભારત પર એક જ રાજાનું શાસન મહત્ત્વનું છે અને તે છે મેઘરાજા.’’ કૃષિપ્રધાન દેશમાં વરસાદ હાધારિત ખેતી હોય ત્યારે આકાશી જળન...
Posts
Showing posts from October, 2024
- Get link
- X
- Other Apps
પ્લાસ્ટિક : પર્યાવરણ સામે સૌથી મોટો પડકાર - પ્રવીણ ક. લહેરી વર્ષ-૧૯૦૭ માં ફિનોલ અને ફોરમેડીહાઈટના સંયોજનથી જર્મન રસાયણશાસ્ત્રી લીઓ બેકલેન્ડે ‘ બેકેલાઈટ’ નામના ‘થર્મોસેટ’ નો પેટન્ટ નોંધાવ્યો ત્યારથી ‘પ્લાસ્ટિક’ નો જન્મ થયો. અગાઉ ૧૮૩૯ માં એડુઆડ સિમોને ‘પોલિસ્ટેરાઈન’ નામના પદાર્થની શોધ કરી હતી. ૧૮૪૪ માં થોમસ હેનકોક દ્વારા વલ્કનાઈઝેશનની શોધ કરી ત્યારે બ્રિટનના ચાર્લ્સ ગુડયરે પણ તેવી જ શોધ કરી. સેલુલોઈડ-કચકડાના પટ્ટીના ઔદ્યોગિક ઉત્પાદનને શક્ય બનાવવા માટે જહોન વેસ્લી હયાતને યશ આપવાનો રહે છે. ઈસ્ટમેન કાડકે સેલ્યુલોઈડ ફિલ્મ બનાવવાનો પેટન્ટ મેળવ્યો અને આપણે વર્ષો સુધી કચકડાની ફિલ્મ પર ફોટાઓ પાડ્યા અને ફિલ્મો બનાવી. આ કૃત્ર...
- Get link
- X
- Other Apps
ભારત અમેરિકાના સબંધોનું ભવિષ્ય - પ્રવીણ ક. લહેરી ભારત-અમેરિકાના સબંધો પર વિશ્વના ભવિષ્યનો ઘણો મોટો આધાર રહ્યો છે. ચીન અને અમેરિકાના શીતયુદ્ધમાં રશિયા નોર્થ કોરિયા સંપૂર્ણપણ ચીન સાથે છે. ઈરાન પણ ચીન સાથે છે. વર્ષો સુધી અમેરિકાનું ગાઢ સાથી રહેલ સાઉદી અરેબિયા હવે પેટ્રો ડૉલરમાં વેપાર કરવાને બદલે અન્ય દેશોના ચલણમાં ઓઈલ વેચવા તૈયાર થયું છે. ભારત સહિત અનેક દેશો સાઉદી અરેબીયા પાસેથી ડૉલરમાં કિંમત ન ચૂકવતાં જે તે દેશની કરન્સીમાં ચૂકવણી કરશે તો વિશ્વના અર્થતંત્ર પરની અમેરિકાની પકડ ઢીલી પડશે. ભારત રશિયા વચ્ચેના વેપારમાં રશિયાએ ડૉલરના બદલે અબજો ભારતીય રૂપિયા સ્વીકારીને અમેરિકાના એકાધિકારને પડકાર ફેંક્યો છે. ભારતે પોતાની વિદેશી મુદ્દ...
- Get link
- X
- Other Apps
અમેરિકાની મૈત્રી કે દંભ ? - પ્રવીણ ક. લહેરી આ૫ણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે છે. ચીન સામે વ્યૂહાત્મક રીતે જોડાયેલા અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્ર્ેલિયાના ચાર દેશોના ‘કવૉડ જૂથ’ની શીખર પરિષદમાં હાજરી આપવા અમેરિકા ગયેલા પ્રધાનમંત્રી માટે આ મુલાકાત એક કસોટી સમાન છે. વિશ્વના રાજકારણ માટે કહેવાયું છે; ‘‘કોઈ દેશને મિત્ર નથી હોતા, નથી દુશ્મન હોતા, હોય છે એક માત્ર સ્વાર્થ’’ આજે તો દેશ હોય કે વ્યક્તિ મતબલબી હોવું સામાન્ય છે. અમેરિકા ૧૯૯૦ થી ૨૦૦૮ સુધી નિઃશંક રીતે સૌથી સમૃદ્ધ અને શક્તિશાળી દેશ ગણાતો હતો. વર્ષ ૨૦૦૮ની વૈશ્વિક મંદીએ અમેરિકા સહિત...