પ્લાસ્ટિકના ઉત્પાદન અને વપરાશ માટે નિયંત્રણો જરૂરી
- પ્રવીણ ક. લહેરી
ભારતના ઈતિહાસનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને એક ઈતિહાસકારે ખૂબ માર્મિક નિરીક્ષણ કર્યું હતું, ‘‘ આ દેશ પર આપણે ભલે ઈતિહાસમાં ભણાવીએ કે મૌર્ય, ગુપ્ત,ચોલા,પલ્લવ,લોદી,મુગલ કે અંગ્રેજોએ રાજ કર્યું હતું. પરંતુ હકીકત એ છે કે ભારત પર એક જ રાજાનું શાસન મહત્ત્વનું છે અને તે છે મેઘરાજા.’’ કૃષિપ્રધાન દેશમાં વરસાદ હાધારિત ખેતી હોય ત્યારે આકાશી જળનું મહત્ત્વ નિર્વિવાદ રીતે સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. આજના સંદર્ભમાં વાત કરવી હોય કે ભારત હોય કે ચીન,યુરોપ હોય કે આફ્રિકા, અમેરિકા હોય કે રશિયા, આ સાથે તમામ દેશો પર જો કોઈનું શાસન હોય તો તે છે પ્લાસ્ટિકનું. આપણે દર ક્ષણે પ્લાસ્ટિકના સંસર્ગમાં રહીએ તેવી રીતે આપણે પ્લાસ્ટિકની અગણિત વસ્તુઓ પર નિર્ભર થઈ ચૂક્યા છીએ. પ્લાસ્ટિકના પેટન્ટની નોંધણીના ૧૧૬ વર્ષમાં આપણે પ્લાસ્ટિકમય બની ગયા છીએ. પ્લાસ્ટિક એ એક અદ્દભૂત વસ્તુ છે. તેના ઉપયોગમાં સુવિધા છે, ઉપયોગિતા છે. તેનો ભાવ વ્યાજબી છે. ક્યારેક તો તે મફત મળે છે જેમકે શાકભાજીવાળા દ્વારા અપાતી પ્લાસ્ટિકની થેલી. કઠિયાવાડીઓ તેના આકારને કારણે તેને ‘ઝભલું’ કહે છે. હું આ લેખ લખું છું ત્યારે મારી ખુરશી, મારું મેજ (ટેબલ), પેન પ્લાસ્ટિકના છે. હું જમવા બેસું છું ત્યારે મારી ડીશ મેલેમાઈનની હોય શકે છે. બાથરૂમમાં ડોલ, ટબ કે ટમ્બલર, ટૂથબ્રશ કે શેવીંગબ્રશ દરેકમાં પ્લાસ્ટિકની હાજરી છે.
પ્લાસ્ટિકના ઉત્પાદન અને વપરાશની વિગતો એટલે સમજવી જરૂરી છે કે તેના કારણે જે ગંભીર સ્થિતિનું નિર્માણ થયેં છે તેમાંથી બહાર નીકળવા માટેની વ્યુહરચના આ આંકડાઓ પર આધારિત રહેશે. સૌથી પ્રથમ તો ૧૯૬૦ પહેલાં પ્લાસ્ટિકનું ઉત્પાદન ખૂબ મર્યાદિત ધોરણે થયું હતું. ટેલીફોન, વીજવપરાશની ચાંપો, વીજળીના મોટેના પ્લગ વગેરેમાં તેનો વપરાશ હતો. નાયલોન કાપડ, પ્લાસ્ટિક રબ્બર, મિશ્ર પગરખાં આવતાં પ્લાસ્ટિકનો વપરાશ વધવા માંડ્યો. ૧૯૬૦ થી ૨૦૧૭ સુધીમાં થયેલા પ્લાસ્ટિક ઉત્પાદનનું વજન કરીએ તો આપણે ૯૨૦ કરોડ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન કર્યું છે. ત્યારબાદ વર્ષ ૩૫ થી ૪૦ કરોડ ટનનું પ્લાસ્ટિક ઉત્પાદન ગણીએ તો બીજા ૨૫૦ કરોડ ટન સાથે આપણે ૧૧૭૦ કરોડ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન ગણીએ તો બીજા ૨૫૦ કરોડ ટન સાથે આપણે ૧૧૭૦ કરોડ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન કરી ચૂક્યા છીએ. પ્લાસ્ટિકના ઉત્પાદનના વધારામાં આપણો પેટ્રોલ-ડિઝલનો વધેલો વપરાશ કારણભૂત છે. રિફાઈનરીઓ દ્વારા ફૂડમાંથી પેટ્રોલ-ડિઝલ સહિતની અનેક વસ્તુઓના ઉત્પાદન બાદ વધેલા નાપ્થામાંથી જે રસાયણો છૂટા પાડવામાં આવે છે તેને આપણે પેટ્રો રસાયણ તરીકે ઓળખીએ છીએ. પ્લાસ્ટિકના ઉત્પાદનમાં પોલિમરાઈઝેન અને પોલિકન્ડેનશેસન એમ બે પ્રક્રિયા દ્વારા પ્લાસ્ટિકનું નિર્માણ થાય છે. હાલ જે કુલ ૪૦ કરોડ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે તેના ત્રીજા ભાગનું (૩૨ ટકા) ઉત્પાદન ચીન કરે છે. દર વર્ષે ૧૩ કરોડ ટન જેટલું ઉત્પાદન ચીન કરે છે. વર્ષ ૨૦૧૭ સુધીના ૯૨૦ કરોડ પ્લાસ્ટિકના ઉત્પાદનમાંથી ૨૯૦ કરોડ ટન વપરાશમાં છે. ૧૦૦ કરોડ ટન પ્લાસ્ટિક વિવિધ કારણોસર બાળી દેવામાં આવ્યું છે. પણ ૫૩૦ કરોડ ટન પ્લાસ્ટિક કત્ચરામાં નાખ્યું છે. ૨૦૧૭ પછીના ૭-૮ વર્ષમાં આપણે બીજો ૧૨૦-૧૩૦ કરોડ ટન કચરો વધાર્યો છે. આપણું પ્લાસ્ટિકનું હાલનું વાર્ષિક ઉત્પાદન ૪૦ કરોડ ટનનું છે તે ૨૦૪૦ સુધીમાં વધીને ૮૦ કરોડ ટન અને ૨૦૫૦ સુધીમાં ૧૦૦ કરોડ ટનને વટાવી જવાનો અંદાજ છે. આવો મોટો જથ્થો અને તેમાંથી ૫૦ ટકા વાપરો અને ફેંકોના ધોરણે કચરો પેદા કરતાં રહીએ તો પૃથ્વીની જીવસૃષ્ટિનો બચાવ મુશ્કેલ જ નહીં પણ અશક્ય બનશે. આવી ગંભીર સ્થિતિની આપણે સૌ જે ઉપેક્ષા કરીએ છીએ તે બાબત સૌથી ગંભીર છે, જોખમી છે અને વિનાશક સાબિત થઈ શકે.
પ્લાસ્ટિકનો વપરાશ જે રીતે થાય છે તેમાં વિવેકબુદ્ધિનો સદંતર અભાવ છે. આપણે પ્લાસ્ટિકની ચીજોને કચરામાં ફેંકતા એક સેકન્ડ માટે પણ તેનાથી થતાં નુકશાન અંગે વિચાર જ નથી કરતાં. રસ્તે રખડતી ગાય પ્લાસ્ટિકની કોથળીઓ ખાય અને તેના પેટમાં પાંચ-સાત કિલો પ્લાસ્ટિક જમા થાય, તેનું મૃત્યુ થાય ત્યારે પ્રશ્ન એ થાય કે ગાય તો પશુ છે. આપણા પાળીતા પશુઓમાં તેનું સ્થાન માતા સમકક્ષ ગણી તેને આપણે પૂજનીય માનીએ છીએ. માણસ તરીકે આપણે તેના મૃત્યુ માટે નિમિત્ત બનીએ છીએ તેો તેમાં વિવેકબુદ્ધિનો અભાવ છે તે સ્પષ્ટ છે. પ્લાસ્ટિકના ઉત્પાદન દરમિયાન કાર્બન ડાયોકસાઈડ અને કાર્બન મોનોકસાઈડ જેવા ઝેરી ગેસોનું પણ સર્જન થાય છે. પ્લાસ્ટિકના પ્રાથમિક ઉત્પાદન સાથે સંકળાયેલ રસાયણ કંપનીઓ એવી વિશાળકાય છે કે તેમનું નિયંત્રણ કરવું સહેલું નથી. તેમના માટે પ્લાસ્ટિકનું ઉત્પાદન જેમ વધુ તેમ નફો વધુનું સીધુસાદુ સમીકરણ છે. ડૉ. કેમિકલ્સ એકસોન મોબિલ, ડુ પોન્ટ બાસ્ફ જેવી કંપનીઓ માટે પ્લાસ્ટિક જીવાદોરી સમાન છે. પ્લાસ્ટિકના વેચાણ અને વસ્તુ નિર્માણ સાથે મધ્યમ અને લઘુ એકમો સંકળાયેલા છે. આ સંખ્યા મોટી છે. જેમને માટે પ્લાસ્ટિક એ નફાનું સાધન છે. તેમના પર લગામ કેમ કરાવી તે એક યક્ષ પ્રશ્ન છે. જો કે આ જેટલું વહેલું થાય તેટલું સારું પ્લાસ્ટિકના ઉત્પાદન/ વપરાશના કારણે નીચેની પાંચ સમસ્યાઓ ઊભી થાય છે. (૧) કચરાથી હાની ૫ામતું પર્યાવરણ (૨) તેનાથી જીવનરક્ષક તત્વોને થતી હાનિ (૩) અનેક રોગોનું મૂળ (૪) સૌથી જોખમી ૫્રકારના ઉદ્યોગોને પ્રોત્સાહન અને (૫) વિ૩ટનની અતિ ધીમી પ્રક્રિયાના કારણે જળ, જમીન અને વાયુ સહિત ઋતુચક્રમાં પરિવર્તન. આ પાંચ મુશ્કેલીના નિવારણ માટે જે મહત્વના મુદ્દા છે તેમાં ૧૯૯૦ માં શોધાયેલ બાયો પ્લાસ્ટિક જેનું વિઘટન પ્રમાણમાં ઝડપી છે પણદ તે પણ સંપૂર્ણપણે સલામત નથી.
પોલિઈથેનીલ જેમાંથી પ્લાસ્ટિકની થેલીઓ બને છે તેની વપરાશની સંખ્યા જાણીએ તો આપણી આંખ આશ્ચર્યથી પહોળી થઈ જાય છે. આપણે ૮ અબજની વિશ્વની વસ્તી દર વર્ષે પ ટ્રિલિયન થેલીઓ (ઝભલાં) વાપરીને તેને ફેંકી દઈએ છીએ. આ ઉપરાંત ટ્રિલિયન એટલે હજાર બિલિયન પ્રમાણે ગણતાં માથાદીઠ બેગન વાર્ષિક વપરાશની સંખ્યા ૬૨૫ થાય છે.
પાણી અને ઠંડાપીણા, અન્ય પદાર્થો અને પ્રવાહી ભરવા માટે પેટ ( ઁઈ્) બોટલનો વપરાશ પણ કલ્પનાતિત છે. વર્ષમાં આપણે ૫૦૦ અબજ જેટલી પેટ પ્રકારના પ્લાસ્ટિકની બોટલો વાપરીને કચરામાં ફેંકી દઈએ છીએ. આપણા આવા વલણ અને વર્તનના કારણે સમગ્ર જીવસૃષ્ટિનું ભવિષ્ય અંધકારમય બનવા તરફ આપણે જેટ વિમાનની ગતિએ આગળ વધી રહ્યા છીએ. હવે ‘‘પ્લાસ્ટિક વાપરો અને કચરામાં ફેંકોની કુટેવ છોડવી જ પડશે. આ પ્રકારની વર્તણૂક ઘાતક છે, ગુન્હાહિત છે તે સમજવું જરૂરી છે.
પ્લાસ્ટિકની થેલીઓના વપરાશનો વિચાર કરીએ ત્યારે અમેરિકા વાર્ષિક માથાદીઠ ૩૬૫ થેલીઓ વાપરે છે. જ્યારે જાગૃત દેશ ફેનમાર્કમાં તે વપરાશ માત્ર , થેલીનો ( વાર્ષિક માથાદીઠ) છે. ૨૦૨૧ માં ભારતમાં માથાદીઠ પ્લાસ્ટિકનો વપરાશ ૧૧ કિકલોગ્રામ છે. આમ કુલ વપરાશ ૧૬૦૦ કરોડ કિલોનો થાય છે. ૧૯૬૦ માં માથાદીઠ ૧ કિલોના વપરાશ સામે આજે ૧૧ ગણો વપરાશ અને વસ્તીમાં ૩ ગણો વધારો જોતાં ભારતે હવે આ અંગે નિયમનો અને નિયંત્રણો માટે વિચાર્યા વિના કોઈ વિકલ્પ નથી. ૨૦૨૧ બાદના વધારાને લક્ષમાં લઈએ તો હાલ ર કરોડ ટન જેટલો પ્લાસ્ટિક વપરાશ છે. આમાંથી ૧.૫ કરોડ ટનનો વપરાશ નવા પ્લાસ્ટિકમાંથી અને પ૦ લાખ ટનનો વપરાશ રીસાયક્લીંગ દ્વારા થાય છે. આવતા વર્ષ (૨૦૨૫ માં) ભારતમાં વાર્ષિક માથાદી૯ વપરાશ વધીને ૧૮ કિલોએ પહોંચવાનો અંદાજ છે. ફિક્કી-સંસ્થાના સર્વેક્ષણ મુજબ પ્લાસ્ટિકના વપરાશનો વૃદ્ધિદર ૧૦.૫ ટકાનો રહેશે.
પ્લાસ્ટિક ઉદ્યોગમાં સીધી અને પરોક્ષ રીતે ૧૬ લાખ લોકો કામ કરી રહ્યા છે. ભારતના કેન્દ્રીય પ્રદુષણ બોર્ડના અહેવાલ મુજબ ૨૦૧૫ માં ભારતમાં દરરોજ પ્લાસ્ટિકનો ૨૬૦૦૦ ટન કચરો પેદા થતો હતો તેમાંથી ૧૫૦૦૦ ટન જેટલા કચરાનું રિસાઈકલીંગ કરવાની ક્ષમતા છે. ૪૦૦૦ લઘુ એકમોમાં કેટલું પ્લાસ્ટિક રીપ્રોસેસ થાય છે. તેના આધારભૂત આંકડાઓ ઉપલબ્ધ નથી. ભારતમાં ૧૯ પ્રકારની પ્લાસ્ટિક વસ્તુઓને પ્રતિબંધિત યાદીમાં મૂી છે. જો કે આ વસ્તુઓનું ઉત્પાદન અને વપરાશ રેરોકટોક ચાલુ જ છે. આફ્રિકન રવાન્ડા અને યુગાન્ડા જેવા દેશોએ પ્લાસ્ટિકની કેરી બેગ પર પૂર્ણ પ્રતિબંધ મુક્યો છે. ભારતે પ્લાસ્ટિકના બદલે કાપડ અને શણ (જ્યુટ) ની થેલીઓ જ વાપરવા માટે કડક પગલાં લેવાનો સમય પાકી ગયો છે.
Comments
Post a Comment