અમરેલીમાં બીટકોઈન-ર - પ્રવીણ ક. લહેરી નરસિંહ મહેતાના પ્રભાતિયામાં જેમ ‘‘ જાગીને જોઉં તો જગત દિસે નહીં , ઊંઘમાં અટપટા ભોગ ભાસે ’’ આ પંક્તિનો ગુઢાર્થ સમજાય જાય તેવી અમરેલી પોલીસની કામગીરીમાં ગુરુત્વાકર્ષણના નિયમમાં અપવાદ થઈ પાણી નીચે વહેવાને બદલે ઉપર ચડતું જાય છે ? ક્યાં જઈને અટકશે આ રેલો ? જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ નવા નવા નિવેદનો સામે આવે છે. કોર્ટમાં ફોજદારી કેસ ચાલે ત્યારે ફરિયાદીની ઉલટ તપાસમાં વકીલનું લક્ષ્ય એટલું જ હોય છે કે ફરિયાદી પાસે કબૂલ કરાવવું કે તેનો ભૂતકાળ ખરડાયેલો છે અને તે ભરોસાપાત્ર વ્યક્તિ નથી. આ અમરેલીના કિસ્સામાં તો જેમની સામે શંકાની સોય તકાય છે તે કહે છે કે જુઓ , ફરિયાદીની પૂર્વભૂમિકા આરોપી કે ગુન્હેગારની છે. લોકો એ પ્રશ્ન પૂછે છે કે એ સાચું હોય તો પણ આ કિસ્સામાં ગુન્હાના આરોપો તો પોલીસ પર છે. કોઈ એવું તો નથી કહેતું કે ફરિયાદીએ પોલીસને ગોંધી રાખી હતી. ખંડણી વસૂલ કરી હતી ? કાયદાના શાસનમાં પોલીસ અને ન્યાયતંત્રની ભૂમિકા મહ...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 4