Posts

Showing posts from October, 2025
                                                 વિકસીત ગુજરાત સામેના પડકારો                                                                           - પ્રવીણ ક. લહેરી    તા.૧લી મે ૧૯૬૦ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજનથી મહારાષ્ટ્ર્‌ અને ગુજરાતના બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા ત્યારે પોતા બે કરોડની વસ્તી ધરાવતા ગુજરાતની મુંબઈ વિના આર્થિક ક્ષમતા અંગે શંકાઓ વ્યક્ત કરી હતી. ગુજરાતની રચનાને ૬૫ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. વર્ષ ૨૦૩૫માં ગુજરાતની સ્થાપનાનો અમૃત મહોત્સવ ઉજવાશે. આ સમયે ગુજરાતનો વિકાસ સમગ્ર દેશ માટે આદર્શ અને પ્રેરણાસ્તોત્ર બની રહી તે માટે આપણે સહિયારો પુરુષાર્થ કરવાનો છે. આપણે એ વાતનું ગૌરવ લઈ શકીએ કે ગુજરાતે પોતાના અલગ અસ્તિત્વ બાદ આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ ...
                                            ગુજરાતના અર્થતંત્રનું ભવિષ્ય                                                                       - પ્રવીણ ક. લહેરી    ગુુજરાતના ૧૩ મહત્ત્વના ઉદ્યોગોમાંથી આપણે ૧૦ ક્ષેત્રોનું પ્રદાન અગાઉ જોયું. આ ઉપરાંત જે ૩ ક્ષેત્રો છે તેમાં; ૧૧. સિરામીક : મોરબી વાંકાનેરમાં ૩૦ જેટલાં વિશાળ એકમો દ્વારા જે સિરામીક પ્રોડક્ટસ બનાવવામાં આવે છે તેની નિકાસ ઘણાં દેશોમાં થાય છે. ઉદારીકરણ (૧૯૯૦) બાદ સિરામીક ઉદ્યોગે ગુજરાતમાં હરણફાળ ભરી છે. ટૅકનોલોજી, ઉત્પાદકતા, ગુણવત્તા અને કિંમતની દૃષ્ટિએ આ ઉદ્યોગ વૈશ્વિક ધોરણે સ્પર્ધાત્મક બન્યો છે. ૧૨. હસ્તકલા : કચ્છ અને સૌરાષ્ટ્ર્‌ના પ્રદેશોમાં થતું ભરતકામ, પેચવર્ક અને છાપકામ દ્વારા કાપડ આધારિત હસ્તકલામાં ગુજરાતનું સ્થાન વિશેષ છે. સંખેડાન...
                                               સોના ચાંદીમાં આગ ઝરતી તેજી                                                                              - પ્રવીણ ક. લહેરી    તા.૨૧મી સપ્ટેમ્બર ૨૦૨૫ - પ્રથમ નવરાત્રિના દિવસે એક આશ્ચર્યકારક ઘટના બની. એક જ દિવસમાં સોનાના દસ ગ્રામના ભાવમાં રૂા.૧,૭૦૦/-નો વધારો થઈ દસ ગ્રામ સોનાની કિંમત રૂા.૧,૧૬,૦૦૦ ને આંબી ગઈ છે. તે જ દિવસે ૧ કિલો ચાંદીના ભાવમાં રૂા.૩,૫૦૦/-નો વધારો થઈને ચાંદી (૧કિલો)ના ભાવ રૂા.૧,૩૬,૦૦૦/- નો નોંધાયો. છેલ્લાં એક વર્ષથી સોના-ચાંદીના ભાવોમાં જે ઝડપે ઉછાળા આવ્યા છે તેના કારણો અનેક છે. આજથી ૫૫ વર્ષ પહેલાં મારા લગ્ન થયા ત્યારે સોનાના દસ ગ્રામનો ભાવ રૂા.૧૭૦/- હતો અને આજે એક જ દિવસે ત્યારના સો ગ્રામ સોનાનો ભાવ રૂા....
                                                               કાયદાનું શાસન-૩    -                                                                             પ્રવીણ ક. લહેરી (૪) કાયદાઓની જટિલતા : આજે કાયદાઓની સંખ્યામાં તો વિસ્ફોટ થયો છે. પેટા કાયદા, નિયમો, પેટા નિયમો, સ્પષ્ટતાઓ, પરિપત્રોનો રાફડો ફાટયો છે. ઈન્કમટેક્ષ, કસ્ટમ, એક્સાઈઝ, વેટ, સર્વીસ ટેક્ષના કાયદાઓ એટલા અટપટા છે કે તેમાં અનુભવી તજજ્ઞ પણ ગોથું ખાય જાય છે. કર નિવારણ અને વસૂલી માટે સરળ પદ્ધતિ હોય જ ન શકે તેવા ભાવ સાથે તંત્ર ગુંચવણો પેદા કરવામાં ઉદ્યમશીલ રહે છે. જે નાગરિકોને કાયદો પાળવો છે તે પણ શું કરવું અને શું ના કરવું તેની અવઢવમાં છે. કાયદાના ઘડતરમાં જે ચુસ્તતા અગાઉ...