વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪
૧૦મું અધિવેશન
- પ્રવીણ ક. લહેરી
વાઈબ્રન્ટ ગુજરાતનું અધિવેશનનું કેન્દ્રવર્તી સૂત્ર હતું : ‘‘ગેટ વે ટૂ ફયુચર : ભવિષ્યનું પ્રવેશદ્વાર’’ ભારતે જ્યો વર્ષ ૨૦૨૨માં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાને આહ્વાન કર્યું કે આગામી ૨૫ વર્ષના સમયગાળાની ઓળખ અમૃતકાળ તરીકે કરીને સ્વતંત્રતાની શતાબ્દિ વર્ષ ૨૦૪૭માં વિકસીત ભારતનું સ્વપ્ન સાકાર કરીએ. કોરોનાના કહેર બાદ છેલ્લા ચાર વર્ષથી વિશ્વનું અર્થતંત્ર દબાણ હેઠળ છે. અનેક દેશો મંદી, બેરોજગારી સહિત વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સદ્નસીબે ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપી આર્થિક વૃદ્ધિદર ધરાવતો દેશ છે. વિશ્વના પાંચમા સૌથી મોટા કદના અર્થતંત્ર બાદ ભારત વર્ષ ૨૦૨૭માં અમેરિકી ડોલર પાંચ ટ્રિ્લીયનનું અર્થતંત્ર બની ત્રીજા ક્રમાંકે આવશે તે હકીકત સૌ સ્વીકારે છે.
વર્ષ ૨૦૧૨માં ભારતના આયોજન પંચે ગુજરાત અને મહારાષ્ટ્ર્ને ભારતના વિકાસ એન્જિનો તરીકેની ઉપમા આપી હતી. આજે ગુજરાત જે ઝડપે વિકસી રહ્યું છે તે જોતાં નજીકના ભવિષ્યમાં જ ગુજરાતનું ભારતની પ્રગતિમાં અનન્ય પ્રદાન હશે. છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન સરેરાશ ૧૫ ટકા (કમ્પાઉન્ડ)નો ચક્રવર્તી વ્યાજદર ધરાવતું ગુજરાત હવે અનેક ક્ષેત્રોમાં હરણફાળ ભરવા તૈયાર છે. વર્ષ ૨૦૪૭ના વિકસીત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં ગુજરાતની અને ખાસ કરીને વાઈબ્રન્ટ ગુજરાતનું મહત્ત્વ અનોખું છે. વાઈબ્રન્ટ ગુજરાતની વીસમી વર્ષગાંઠે થયેલી ઉજવણીમાં નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૩ના અને વર્ષ ૨૦૨૩ની સ્થિતિની રસપ્રદ સરખામણી કરી હતી. પ્રથમ અધિવેશન અનેક ચિંતાઓ, સાધન-સગવડના અભાવ વચ્ચે મળ્યું હતું. પરંતુ ત્યારબાદ આ પ્રસંગનો પ્રભાવ સર્વ દિશામાં ગ્લોબલ સમિટ બન્યું. આ પ્રસંગની અનેક વિશેષતાઓ છે. સૌથી પ્રથમ એક રાજ્ય દ્વારા આયોજિત અધિવેશનમાં વડાપ્રધાનની હાજરી ઉપરાંત ચાર-ચાર દેશોના વડાઓની હાજરી હોય તે ખરેખર દુર્લભ પ્રસંગ છે. વાઈબ્રન્ટ ગુજરાતના દસમા અધિવેશનમાં યુનાઈટેડ આરબ એમિરાટ (યુ.એ.ઈ.)ના પ્રમુખ શેખ મોહમદ બિનઝાયદ અલનાહિયાન ચેક ગણતંત્રના વડાપ્રધાન પેટ્ટર ફિઆલા, ટિમોર લેસ્ટેના પ્રમુખ જોસ રામોસ-હોર્ટા અને મોઝામ્કિના પ્રમુખ ફિલીપ ન્યુસીની હાજરીએ આ પ્રસંગની ગરિમામાં વધારો કર્યો. સાથે સાથે અધિવેશન માટે ૩૨ દેશોની સક્રીય ભાગીદારી, ૨૦ દેશોનો સહયોગ અને સેંકડો રાજદૂતોની હાજરી સાથે ગુજરાતનો આ કાર્યક્રમ માત્ર શિર્ષકમાં જ નહીં પણ વાસ્તવમાં ગ્લોબલ-વૈશ્વિક બની રહ્યો.
વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ની બીજી મહત્ત્વની સિદ્ધિ એ રહી કે આ અધિવેશનમાં દેશ-વિદેશના ૮૦૦ જેટલાં અગ્રણી ઉદ્યોગપતિઓ, બહુરાષ્ટ્ર્ીય કંપનીઓના વડાઓ, નાણાંકીય સંસ્થા-બેંકોના ચૅરમેનો અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી. પ્રથમ અધિવેશનની ૧૨૦૦ પ્રતિનિધીઓની હાજરી સામે દસમા અધિવેશનમાં ૧.૫ લાખ ડેલિગેટોની નોંધણી અને વિવિધ સત્રોમાં હાજરીએ વાઈબ્રન્ટને વિશ્વના મૂડી રોકાણકારો અને સાહસિકો માટેનો કુંભમેળો સાબિત થયો. વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ની ત્રીજી ઉપલબ્ધિ એ રહી કે ૯૮,૫૪૦ સમજૂતિ કરારો થકી (મેમોરેન્ડમ્ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ એમ.ઓ.યુ.) રૂા.૪૫ લાખ કરોડનું જંગી મૂડીરોકાણ કરવાના ઈરાદાઓની જાહેરાતે વાઈબ્રન્ટ ગુજરાતને સૌથી આકર્ષક મેળાવડો હોવાનું પૂરવાર કર્યું. ઉર્જા, અક્ષય ઉર્જા, રસાયણો, પેટ્ર્ોરસાયણો, દવાઓ, કાપડ, હિરા અને એન્જિનિયરીંગ ક્ષેત્રો ઉપરાંત ઓટો ઈન્ડ્ર્સ્ટીઝ ખાસ કરીને ઈલેકટ્ર્ીક કારો માટેના કારખાનાં ગુજરાતમાં સ્થાપવા માટે કરારો થયા. ભારતના પરિવહન મંત્રી નીતિન ગડકરી ગુજરાતનું વાતાવરણ વીજ સંચાલિત કરારોના ઉત્પાદન માટે શ્રેષ્ઠ છે તેવું પ્રમાણપત્ર આપી આ અવસર ન ચૂકવા માટે આહ્વાન કર્યું.
વાઈબ્રન્ટ ગુજરાતની ચોથી મહત્ત્વની ઘટના તે આંતરરાષ્ટ્ર્ીય વેપાર મેળાનું વિશાળ આયોજન અને ઑકટોબર ૨૦૨૩માં વાઈબ્રન્ટ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે મૂડીરોકાણ દ્વારા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમકદના ઉદ્યોગોની સ્થાપના માટે ૨૬૧૪ સમજૂતિ કરારો હેઠળ રૂા.૪૫૦૦૦ કરોડ થકી નવા એકમોની સ્થાપના કરવાની વ્યવસ્થા થઈ.
વાઈબ્રન્ટ ગુજરાતની પાંચમી મહત્ત્વની સિદ્ધિ એ રહી કે રંગેચંગે ઉજવાયેલા આ પ્રસંગ દ્વારા ગુજરાત ભારતનું જ નહીં પણ વિશ્વનું એક પસંદગીનું મૂડીરોકાણનું સ્થળ છે તે હકીકતનો સર્વત્ર સ્વીકાર થયો. અર્થશાસ્ત્રના એક નિષ્ણાતે એક સુંદર સરખામણી સાથે કહ્યું હતું કે પક્ષીઓ સૌથી લીલાછમ અને ફળાઉ ઝાડ પર માળા બાંધવાને પસંદગી આપે છે. તેમ મૂડી રોકાણકારો પ્રદેશનું વાતાવરણ, સુશાસન અને નફાની સંભાવના તપાસીને સાહસ કરે છે.
કોઈપણ સફળ વ્યક્તિ કે ઘટનાના ટીકાકારો ન હોય તેવું ન બને. શરુઆતથી ‘વાઈબ્રન્ટ ગુજરાત’ એક આભાસી સ્વપ્ન છે. આંકડાઓમાં અતિશયોક્તિ છે, અનેક ઈરાદાઓ ફળીભૂત થતા નથી અને કાળના પ્રવાહમાં ક્યાં લુપ્ત થઈ જાય છે તેનો પત્તો નથી મળતો. જીવનમાં કે વાઈબ્રન્ટમાં તમામ લોકોના સઘળા સંકલ્પો સાકાર થાય તેવી સ્થિતિ નથી હોતી. આ ટીકાકારોએ ગુજરાતની ૨૦ વર્ષ પહેલાંની અને આજની વાસ્તવિકતાની સરખામણી કરવા જેવી છે.
વર્ષ ૨૦૦૩માં ગુજરાતનું ચોખ્ખું ઘરગથ્થું ઉત્પાદન રૂા.૧,૦૧,૭૯૦ કરોડ હતું જે વર્ષ ૨૦૧૩-૦૧૪માં વધીને રૂા.૭,૦૭,૭૯૦ કરો થયું. વર્ષ ૨૦૨૧-૨૨માં આમાં નોંધપાત્ર વધારો થઈ રૂા.૧૪,૫૯,૨૨૯ કરોડ થયું. આજ રીતે વર્ષ ૨૦૦૩ની વાર્ષિક માથાદીઠ આવક રૂા.૧૯,૮૨૩ હતી તે અનુક્રમે વર્ષ ૨૦૧૩-૧૪માં રૂા.૧,૧૩,૧૩૯ થઈ અને વર્ષ ૨૦૨૧-૨૨માં રૂા.૨,૮૧,૮૦૪ની થઈ. દેશની પ ટકા જેટલી વસ્તી ધરાવતા ગુજરાતનો હિસ્સો નિકાસમાં ૩૩ ટકા અને અક્ષય ઉર્જામાં ૧૭ ટકા છે. છેલ્લાં વીસ વર્ષમાં સીધું વિદેશી રોકાણ ૨૫ બિલીયન યુ.એ.એસ. ડોલર થયું છે. આ પ્રભાવશાળી વિકાસ માટેનું વાતાવરણ વાઈબ્રન્ટ ગુજરાતના માધ્યમથી બન્યું તે હકીકત સ્વીકારી તત્કાલિન મુખ્યમંત્રી અને હાલ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી તેમના વિકાસના સ્વપ્નને સાકાર કરવામાં અનેક યોજનાઓનો ફાળો છે. તેમાં શિરમોર કાર્યક્રમ એટલે વાઈબ્રન્ટ ગુજરાત.
Comments
Post a Comment