સહિષ્ણુતા - એક માત્ર વિકલ્પ

                                                                           -  પ્રવીણ  ક. લહેરી

છેલ્લાં સમયથી સમગ્ર વિશ્વમાં હિન્દુઓ પ્રત્યે નફરત અને ધૃણાનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. આનું

મુખ્ય કારણ એ છે કે ૧૨૦થી અધિક દેશોમાં વસતા ભારતીય મૂળના લોકોએ લગભગ દરેક દેશમાં ધંધા-ઉધોગમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. સફળતા પાછળ ઈર્ષા ન આવે તો જ નવાઈ, હકીકતમાં આમ જ બની રહ્યું છે. અમેરિકામાં તમામ અન્ય રાષ્ટ્રોમાંથી આવેલા અમેરિકી નાગરિકો અને પેઢીઓથી અમેરિકામાં વસવાટ કરનારા અમેરિકનો કરતાં માથાદીઠ સરેરાશ આવક વધારે ધરાવતા ભારતીયોની ઈર્ષા કરનારા એ સમજતા નથી કે હિન્દુઓ અગાઉની નાનમ ત્યજીને તમામ પ્રકારના વ્યવસાયો નિષ્ઠા અને પ્રમાણિકતાપૂર્વક કરે છે. હિન્દુઓ પ્રમાણમાં સાદું જીવન જીવતા હોય અને પરિવારની ઉત્તમ વ્યવસ્થાને કારણે તેઓ અન્યના પ્રમાણમાં સારી બચત પણ કરી શકતા હોય છે. જમીન, શૅરબજાર કે મ્યુચ્યલ ફંડમાં રોકાણ કરીને પોતાની મૂડી વધારતા હિન્દુઓને આજકાલ મજાકનો વિષય બનાવવામાં આવ્યો છે. બિંદી.કોમ તિલકે સેંથીમાં ભરેલા સિંદુરની મજાક ઉડાડવામાં આવે છે. હોળી, રથયાત્રા જેવા ઉત્સવનો ઘોંઘાટીયા અને શરમજનક ગણવામાં આવે છે.

ભારતમાં ગજવા-એ હિન્દ સ્વપ્ન જોઈને અનેક શહેરોમાં કુત્રિમ રીતે અને કાવતરા ઘડીને લઘુત્તમ કોમની વસ્તી વધારવાના પ્રયત્ન હોય કે લવજેહાદ હોય બળજબરીથી હાઉસીંગ સોસાયટી પર કબ્જો જમાવવાનો હોય, કે અમુક વિસ્તારોને અલગ કરી દેવામાં આવતા હોય તેવા પ્રસંગે અગાઉ લોકો સહન કરી લેતા હતા. પણ હવે જ્યારે આવી હરકતોનો પ્રતિકાર થાય છે ત્યારે દેશમાં રહેવું સલામત નથી, એવું નિવેદન આપીને લઘુમતીના અગ્રણીઓ પોતાની હાસ્યપદ સ્થિતિમાં જે ધર્મનો ઈતિહાસ જ રક્તરંજિત છે અને ધર્મના ફેલાવામાં દયાનો છાંટો નથી ત્યારે અન્ય ધર્મના લોકોની સહિષ્ણુતાની આખરી કસોટી કરવાનો કોઈ અર્થ નથી. ભારતના હિન્દી સિનેમા ક્ષેત્રમાં અમુક ધર્મની વ્યકિતઓની બોલબાલા હતી કારણ કે તેમણે દેશના મોસ્ટ વોન્ટેડ આંતકવાદીનો ખુલ્લો ટેકો હતો. હવે કેન્દ્ર સરકારની અને રાજય સરકારની ચૂંટણીમાં હિન્દુ મતોનું ધ્રુવિકારણ થતાં લઘુમતી કોમના અનેક જૂથોએ કાગારોળ મચાવી છે કે આ લોકશાહી સાથે સુસંગત નથી. અગાઉ તેમના દ્વારા મતબેંકો બનાવીને ચોક્કસ પક્ષના લાભમાં પરિણામો લાવવાની વૃત્તિ આજે પણ જોવા મળે છે. હૈદરાબાદના એક લઘુમતી નેતાએ આગામી ચૂંટણીમાં ૧૪૩ સંસદીય બેઠકો ઉપર મતોનું ધ્રુવીકરણ કરવાની ખુલ્લામાં ખુલ્લા વાતો કરી છે તો તે લોકશાહી સાથે સુસંગત ગણવી કે નહીં તે પ્રશ્ન છે ? અગાઉ ધર્મ નિરપેક્ષતાના નામે બહુમતીના ભોગે લઘુમતીએ અને અનુચિત ફાયદાઓ મેળવ્યા છે. ભારતનું બંધારણ જેની સ્પષ્ટ ના પાડે છે, તેવા ધર્મ આધારિત ભેદભાવ અને અનામતની માંગણી દર્શાવે છે, કે ચોક્કસ લઘુમતીના આગેવાન તેમના ધર્મના લોકોને રાષ્ટ્રનું મુખ્ય ધારામાં સામેલ થવા દેવા ઇચ્છતા નથી.

“હું ભારતીય, મારો પ્રથમ ધર્મ બંધારણ અને મારી ફરજ તમામને સમાન દ્રષ્ટિએ જોવાની આ વાતનો સ્વીકાર તેઓ ધર્મના નામે નથી કરતા. તેઓ લોકશાહીના નામે ભંગ કરે છે. ભારત સરકારે હિન્દુઓના ધર્મ પરિવર્તનના માટે આવતા અબજો રૂપિયા રોકવાના હેતુથી કાયદા અને નિયમો કડક કર્યા છે, એટલું જ નહી પરંતુ ૨૨૦૦૦ જેટલી કહેવાતી સ્વૈચ્છિક સંસ્થાઓ અને ૪ મુખ્ય ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવતા સંગઠ્ઠનો ઉપર પ્રતિબંધ મૂક્યો છે. સેંકડો વર્ષથી વિદેશીઓ અને વિધર્મીઓ સામે ઝઝૂમતા અને પોતાના ધર્મ અને સંસ્કૃતિ ટકાવી રાખનાર હિન્દુઓ અન્યના હિન્દુ ધર્મના પરિવર્તન માટે કોઈ ઝૂંબેશ ચલાવતા નથી. થોડા હિન્દુ સંગઠનોએ જ્યારે ઘરવાપસી કાર્યક્રમ ચલાવ્યો ત્યારે તેની ટીકા કરનારા અન્ય ધર્મ પરિવર્તનને કેમ વખોડતા નહી હોય ? ભારતમાં અનેક સંપ્રદાયોએ વિદેશોમાં સાંસ્કૃતિક રીતે અને આધ્યાત્મિક રીતે અનેક ઉત્તમ કાર્યો કરીને અનેક વિદેશીઓને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ તરફ આકષર્યા છે  - જયારે દિવાળીની ઉજવણી કરીએ છીએ ત્યારે સૌને સમજાય છે કે હવે હિન્દુઓને નજરઅંદાજ કરવા શક્ય નથી. હિન્દુ ધર્મના પૂજનીય દેવ-દેવીઓના ચિત્રો બુટ-ચંપલ ઉપર છાપવાથી માંડીને અગાઉ થતી અનેક હરકતો હવે પ્રતિકારના કારણે લગભગ નામશેષ થઈ છે. આમ છતાં અમેરિકા અને યુરોપમાં અન્ય લઘુમતી લોકોના ઉપદ્રવના કારણે જે પરંપરાવાદ પાંગરી રહ્યો છે તે હવે હિન્દુઓને પણ લપેટમાં લેવાની બિનજરૂરી કોશિષ કરી રહ્યો છે. આ વાત વિષમ વાતાવરણ વચ્ચે યુનાઇટેડ આરબ અમીરાતે હિન્દુઓને અદભૂત મંદિર બાંધવા માટે જમીન અને સુવિધા નિઃશુલ્ક પૂરી પાડી છે અને હવે મુસ્લિમ દેશોમાં હવે ‘મિનિસ્ટ્રી ઓફ ઓરન્સ’ શીર્ષક હેઠળ સર્વ ધર્મ સદ્‌ભાવના કિસ્સા જોવા મળી રહ્યાં છે.

આજના વિશ્વમાં જયારે મલ્ટી કલ્ચરલ સમાજની રચના જરૂરી બની છે ત્યારે હિન્દુઓ પ્રત્યે નફરત કે ધૃણા કરવાનું કોઈ જ કારણ નથી. જરૂર છે આપણા સૌ માટે સમાનતા, સહિષ્ણુતા અને આદરભાવ સાથે જીવી શકે તેવા માહોલનું નિર્માણ કરવું જોઈએ. જેમણે સાથે રહેવું અનિવાર્ય છે તેમણે એકબીજા ઉપર દોષારોપણ ન કરતાં એકબીજાનો વિશ્વાસ સંપાદન કરવો જોઈએ.

મારો ઉછેર રાજુલા જેવા એક નાનકડા નગરમાં થયો હતો. મને યાદ નથી કે મારા ૧૬ વર્ષના ત્યાંના વસવાટ દરમિયાન એકપણ વખત મનમાં અન્ય ધર્મના લોકો માટે નકારાત્મક વિચાર આવ્યો હોય કે અન્ય ધર્મના લોકોને અમારા માટે કશી નફરત હોય. સૌ હળીમળીને એક પરિવારની જેમ સાથે રહેતા હોય, એકબીજાની મજાક કરવામાં પણ ખોટું ન લાગતું હોય, અને અન્ય માટે મુશ્કેલી સર્જવાનો તો પ્રશ્ન જ ન હોય ? પરંતુ કોઈ ભેદભાવ વિના મદદ કરવાની પણ તત્પરતા હોય તેવું મેં નજરોનજર જોયું છે.

તાજેતરમાં મારા ગામ રાજુલામાં ૧૩મી મે ૨૦૨૬થી પછાત વિસ્તારના લોકો માટે તદ્દન નિઃશુલ્ક સારવાર અને સગાસબંધીઓને ભોજન આપવું, હોસ્પિટલોનો આરંભ થયો જેમાં રાજ્યના મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી અને આદરણીય મોરારીબાપૂ ઉપસ્થિત હતા, તેમાં મુસ્લિમ બિરાદરોએ નોંધપાત્ર પ્રમાણમાં હાજરી આપી સંયુક્ત રીતે રૂપિયા ૫૧,૦૦,૦૦૦/-નું દાન આપ્યું. જરૂર છે આવા અભિગમની જેના થકી આપણે વિકસિત ભારત ૨૦૪૭નું  સ્વપ્ન સાકર કરીશું.

Comments

Popular posts from this blog