Posts

                                                જહૉન કેનેડીની હત્યાનું રહસ્ય-૨                                                                      - પ્રવીણ  ક. લહેરી કોઈપણ ગુન્હો બને ત્યારે તેની તપાસ કરનાર વ્યક્તિ સૌ પ્રથમ એક પ્રશ્ન પૂછે છે કે આ ગુન્હાનો લાભાર્થી કોણ છે ? આ કિસ્સામાં લાભાર્થી તો ખુદ પ્રમુખ જોન્સન છે. પરંતુ પ્રમુખ બનેલા જોન્સન સામે આંગળી ચિંધવાની કોઈની હિંમત નહોતી. જો કે વર્ષો પછી અમેરિકાની રિપબ્લિક પાર્ટીના રિચાર્ડ નિકસન આ ગોઝારી ઘટનાના થોડા દિવસ પહેલાં ડલાસ આવ્યા હતા અને ત્યાં તેમણે કરેલી કામગીરી શંકાસ્પદ ગણાય તેવી હતી. કેનેડીની હત્યા બાદ તેઓ જ્યારે પ્રમુખ બન્યા ત્યારે ટેલીફોન ઉપર થયેલી વાતનો રેકર્ડ દર્શાવે છે કે કૌભાંડ સમયે તેમણે જે ક્યુબા સામે અમેરિકાએ કરેલા હુમલા માટેનું...
                                                જહૉન કેનેડીની હત્યાનું રહસ્ય                                                                           - પ્રવીણ  ક. લહેરી વિશ્વમાં અનેક ઘટનાઓ એવી બને છે કે જેની પાછળ રહેલાં કારણો અને સત્ય હકીકતો આપણને પ્રાપ્ત થતી નથી. આ ઘટનાઓના ભેદભરમના ચક્કરમાં સત્ય ઢંકાઈ જાય છે. આના કારણે અનેક લોકો જુદી જુદી થીયરીઓ રજૂ કરીને ઘટનાના રહસ્યને વધારે ઘેરું બનાવે છે. ફોજદારી ગુન્હો હોય કે હિસાબની ગરબડ ફોરેન્સીક સાયન્સની મદદથી આપણે ઘણાં પેચીદા પ્રશ્નો ઉકેલી શકીએ છીએ. આમ છતાં ભૂતકાળની વણઉકલેલી ગુંચો આજે પણ આપણા સમક્ષ છે. આપણા દેશમાં નેતાજી સુભાષચંદ્ર બોઝે ‘આઝાદ હિંદ ફોજ’ની રચના કરી ૮૫૦૦૦ જેટલા સૈનિકો સાથે બર્માના જંગલો પાર કરીને કોહીમા સુધી વિજયયાત્રા કરી ...
                                              નેતાજી અને આઝાદ હિંદ ફોજ - ૨                                                                      - પ્રવીણ  ક. લહેરી જર્મની જેમ જાપાન પાસે બર્મા, સિંગાપોર, થાઈલેન્ડ જેવી જગ્યાએ ભારતીય યુદ્ધ કેદીઓ મોટી સંખ્યામાં હતા. અગાઉ મોહન સિંહ અને ત્યારબાદ જાણીતા ક્રાંતિકારી રાસ બિહારી બોઝે આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. રાસબિહારી બોઝે નેતાજીનું ઉમળકાથી સ્વાગત કર્યું એટલું જ નહીં પરંતુ તેમને આઝાદ હિન્દ ફોજના સરસેનાપતિ બનાવી પોતે નિવૃત્તિ લીધી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજના સૈનિકોને જાપાન મારફત શસ્ત્ર-સરંજામ મળે તેવી વ્યવસ્થા કરી. આ ઉપરાંત જાપાન હસ્તકના એશિયાઈ દેશોમાં વસતા ભારતીય વેપારીઓ અને અન્ય લોકોને આઝાદ હિન્દ ફોજ માટે ભંડોળ આપવાની અપીલ કરી. આપણને આજે જાણીને ...
                                                  નેતાજી અને આઝાદ હિંદ ફોજ                                                                           - પ્રવીણ  ક. લહેરી ભારતના આઝાદીના આંદોલન સમયે દાદાભાઈ નવરોજીથી શરૂ થઈને જયપ્રકાશ નારાયણ અને રામ મનોહર લોહિયા સુધી જે ઉચ્ચ નેતાઓની યાદી છે તેના પર નજર નાખીએ તો આપણને એ વાતનું જરૂરથી આશ્ચર્ય થાય કે ૮૦ વર્ષના ટૂંકા ગાળામાં આ દેશમાં કેટકેટલા મહાનુભાવોએ જન્મ લીધો અને પોતાની જાતને દેશની આઝાદી માટે સંપૂર્ણ સમર્પિત કરી દીધી. સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનોમાં આપણને અનેક વિવિધતાઓ જોવા મળે છે, પરંતુ એ સૌના સંયુક્ત પ્રદાનથી આપણને આઝાદી પ્રાપ્ત થઈ. ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામથી ભારતનો એક વર્ગ દ્રઢપણે એવું માનતો હતો કે હિંસા અને બળજબરી વગર અ...
                                                 સંત કબીર અને મહાત્મા ગાંધી-૨                                                                         - પ્રવીણ  ક. લહેરી (૩) નિડરતા ’’કબીર ખડા બજાર મેં, લિયે લુકાટી હાથ, જો ઘર ફૂંકે ઘર અપના સો ચલે હમારે સાથ,’’ ગાંધીજી પણ ચંપારણ સભાગૃહમાં આવેલ ત્યારે વિજય મોહન બાબુ, ડો. રાજેન્દ્ર પ્રસાદ જેવા નામાંકીત વકીલોને સલાહ આપી કે આઝાદીનો આંદોલનમાં જે જોડાય તેમણે બધી વસ્તુઓના ત્યાગ કરવો જરુરી છે. ત્યાગ મુર્તિ સમા સરદાર વલ્લભભાઈ પટેલે એક સભામાં કહયું હતું, ’’હું ૧૯૧૭ માં ગાંધીજી સાથે જોડાયો ત્યારે અમદાવાદમાં મારી ધીકતી વકીલાત ચાલતી હતી, હું ખૂબ પૈસા કમાતો હતો, વૈભવી જીવન જીવતો હતો, મારા પોશાકો સૌથી સારા હતા અને મારા ઘરનું ફર્નિચર કદાચ તમામ ધનવા...
                                                 સંત કબીર અને મહાત્મા ગાંધી                                                                            - પ્રવીણ  ક. લહેરી ભારતના ઇતિહાસમાં અનેક મહાપુરુષોએ અદભુત પ્રદાન કર્યું છે પરંતુ બે વ્યક્તિઓ એવી છે કે જેમણે અંધશ્રદ્ધા દ્વારા થતા અત્યાચાર અને સામાજિક કુરુઢીઓને કોઈ શાસ્ત્ર કે શસ્ત્રથી નહિ, પરંતુ સત્ય અને પ્રેમથી પડકાર્યા છે. સંત કબીરે તેમની સાધુકડી બોલીમાં જે સાખી, દોહાઓ કે કાવ્યો આપણને આપ્યા છે તેમાં તમામ પ્રકારના સામાજિક દુષણોને તર્કબદ્ધ રીતે પડકારવામાં આવ્યા છે સાથે સાથે સચોટ ઉપમા દ્વારા સંતકબીર સામાન્ય માણસ સમજી શકે તેવા શબ્દો સાથે જે કાંઈ ખોટું થઈ રહ્યું હતું, જે કાંઈ અનિષ્ટ હતું, જે કાંઈ નુકસાન થતું હતું તેના માટે સબ...
                                               ભારતઃ આઝાદીના ઉષા :કાળે                                                                 - પ્રવીણ  ક. લહેરી ભારતની પ્રજાની અભૂતપૂર્વ જાગૃતિ જોતા બ્રિટીશ સરકારે ૧૯૩૫માં ક્રાંતિય સ્વાયત્તા માટેનું એક વિસ્તૃત કાયદો ઘડયો અને ૧૯૩૭થી તેને અમલમાં મુકવામાં આવ્યો. આ પ્રસંગે એ જાણવું રસપ્રદ બને તેમ છે કે અંગ્રેજોએ બનાવેલા ૧૯૩૫ના કાયદાની જોગવાઈઓ ભારતની બંધારણ સમિતિએ યથાતથા બંધારણમાં સમાવી છે. છેલ્લા ૭૫ વર્ષમાં આપણા બંધારણે લોકશાહી, લોકોના મૂળભૂત અધિકારો અને પંજાબ રાજયની વિભાવના અને આમુખમાં દર્શાવેલા ન્યાયની, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વની ભાવનાને સાકર કરવા માટે પ્રયત્ન કર્યો છે. લોકશાહીમાં લોકજાગૃતિ અને અન્યાય સામે લડવાની શકિત એ પૂર્વ શરતો છે. ૧૯૩૭માં પ્રાંતોમાં મળેલી કો...