Posts

                                                         ચૂંટણીનો ચકરાવો                                                                                    પ્રવીણ ક. લહેરી લોકશાહીમાં સત્તાની સોંપણી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધીઓને કરવા માટે ચૂંટણીએ પાયાની પ્રક્રીયા છે. સત્તાનું આકર્ષણ અદમ્ય છે. અન્ય લોકો મારા તાબે રહે, લોકો પાસે કર ઉઘરાવી હું મારી રીતે શાસન કરું, વિરોધીઓને ડરાવીને ટીકા કરતાં રોકું, પાંચ-સાત પેઢી તરી જાય તેટલું નાણું એકત્ર કરું. શક્ય તેટલું લાંબુ શાસન કરું, સગાવ્હાલાં મિત્રોને ન્યાલ કરું, લોકો મારી વાહવાહ કરે એવા અનેક વિચારો, રાજકારણીઓ મનમાં વાગોળાતા હોય છે. ચૂંટણી એ સત્તાની સીડી હોય તેના પર ઝડપથી ચડી સિંહાસને બિરાજમાન થવા...
                                    રે રે સત્તા તમ પર જનો ભોગવે ક્રુર આવી                                                                   (કલાપી)                                                                                         પ્રવીણ ક. લહેરી પ્રેમ અને સંવેદનાના કવિ કલાપીના પંખીઓને ઉદ્દેશીને લખેલા; ‘‘હે પંખીડા સુખેથી ચણજો’’ કાવ્યની આ અંતિમ પંક્તિ વાંચીએ ત્યારે સમાજમાં વ્યાપેલી ક્રુરતા કે જેનો ભોગ દલિતો, આદિજાતી, મહિલાઓ, વંચિતો, બાળકો, દિવ્યાંગો હરહંમેશા બનતા રહે છે. તેના સમાચાર વાંચીને આપણું સમગ્ર વ્યક્તિત્વ હ...
                                           વિક્રમ સંવત ૨૦૭૯ કેવું નિવડશે ?                                                                              પ્રવીણ ક. લહેરી દિવાળીની પૂર્તિઓમાં આપ સૌએ રાશિ ભવિષ્ય વાંચ્યું હશે. કોઈ સારું તો કાંઈક અમંગળ બનવાનો ઉચાટ અનુભવ્યો હશે. આપણે ગ્રહોની ચાલ પ્રમાણે નહીં પણ આજના વિશ્વની વાસ્તવિકાને આધારે આગામી વર્ષ કેવું નિવડશે તેનો વિચાર કરીએ તે જરૂરી છે. જે થવાનું હશે તે થશે. માણસ ભલે આશા રાખે પણ ધાર્યું તો ધરણીધરનું જ થાય તેવા પ્રારબ્ધવાદથી દૂર રહી નવા વર્ષે પોતાના વ્યક્તિત્વને વિકસાવવા કરેલા સંકલ્પો, સાંપ્રત સમયની સમસ્યાઓ સુલઝાવવાના પ્રયત્નો અને અંતરાયોનો વિચાર કરીએ તે જરૂરી છે. વિક્રમ સંવત ૨૦૭૮નું વર્ષ સમગ્ર વિશ્વને માટે પડકારરૂપ રહ્યું છે. કોરોનાની મ...
                                     ભારતીય મૂળના લોકો અને ઋષિ સુનકની સિદ્ધિ                                                                                     પ્રવીણ ક. લહેરી વિશ્વના ૧૯૨ જેટલાં દેશોમાંથી અંદાજે ૧૬૦ જેટલાં દેશોમાં ભારતીયો સ્થાયી થયા છે. અંદાજે ૨ કરોડ જેટલા ભારતીયો તો આઝાદી બાદ અન્ય દેશોમાં ઉજ્જવળ તકનો લાભ લેવા પહોંચ્યા છે. અમેરિકા, કૅનેડા, ઓસ્ટ્ર્‌ેલિયા, ન્યૂઝીલેન્ડ, યુનાઈટેડ કિંગડમ્‌, યુરોપના દેશોમાં અભ્યાસાર્થે ગયેલા અનેક વિદ્યાર્થીઓએ ત્યાં જ કારકિર્દી ઘડી સફળતા હાંસલ કરી છે. અમેરિકાની અવકાશ એજન્સી ‘નાસા’ હોય કે બ્રિટનની આરોગ્ય સેવા હોય, સિલિકોન વેલીનો ડિઝીટલ ઉદ્યોગ હોય કે અમેરિકાની હૉટેલ-મોટેલ હોય, ઇંગ્લેન્ડની કોર્નર સાઈડ શોપ હોય કે યુનાઈટેડ આરબ એમિરેટનો બાંધકામ ઉદ...
                                   ભારતનું પાંચ ટ્રિલીયન ડૉલરના અર્થતંત્રનું સ્વપ્ન                                                                           પ્રવીણ ક. લહેરી ભારતના અર્થતંત્રનું વર્તમાન કદ ૩.૨ ટ્રિલીયન યુ.એસ. ડૉલર છે. કોરોના કાળ પહેલાં આપણા અર્થતંત્રને પાંચ (પ) ટ્રિલીયન યુ.એસ. બનાવવાનું સ્વપ્ન વર્ષ ૨૦૨૨-૨૩માં સાકાર થશે તેવી આશા હતી. યુ.એસ, ચીન, જાપાન અને જર્મની પછી કુલ ઘરેલું ઉત્પાદનમાં (જીડીપી)માં વિશ્વમાં પાંચમા સ્થાને પહોંચેલું અર્થતંત્ર હાલ તો ૭ થી ૮ ટકાના દરે વિકસી રહ્યું છે. હાલની સ્થિતિ જોતાં ભારતનું ૫ ટ્રિલીયન યુ.એસ. ડૉલરનું અર્થતંત્રનું લક્ષ્યાંક પાંચ વર્ષ બાદ એટલે કે ૨૦૨૭ આસપાસ સાકાર થાય તેવી સંભાવના છે. જીડીપીની ગણતરી સાથે દરેક દેશમાં વસ્તુઓની કિંમતમાં મોટો તફાવત હોય છે. ધારો કે ભારતમાં સ...
                                                             કૃષિ વિકાસ-૨                                                                                પ્રવીણ ક. લહેરી છેલ્લાં ૨૦ વર્ષમાં નર્મદાનો વિશાળ જળરાશી ગુજરાત અને મધ્યપ્રદેશમાં ઉપયોગમાં આવતાં આ બે રાજ્યો કૃષિ ક્ષેત્રે અગ્રગામી બન્યા છે. બમણો કે તેથી વધારે કૃષિ વિકાસ દર હાંસલ કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મેધા પાટકર જેવા આંદોલનકારીઓએ ખોટો ઉપદ્રવ ન કર્યો હોત અને નર્મદાના ૨૯ લાખ મિલીયન એકર ફીટ પાણીનો વર્ષો અગાઉ ઉપયોગ થવા દીધો હોત તો દેશના વિકાસનું ચિત્ર ખૂબ સુંદર હોત. ભારતના ભાગે પંજાબમાં ત્રણ હિમાલય મૂળની નદીઓનો ઉપલબ્ધ જળરાશી ૨૩ મિલીયન એકર ફીટ છે. નર્મદાનો જળરાશી તેનાથી વધા...
                                       કૃષિ વિકાસ : પ્રશ્નો અને પુરુષાર્થની આગવી કહાણી                                                                                        પ્રવીણ ક. લહેરી ભારતીય અર્થતંત્રને અમેરિકાના પાંચ ટ્રિલીયન ડૉલરના કદ સુધી પહોંચાડવાનો સંકલ્પ શક્ય તેટલો વહેલો સાકાર કરવામાં કૃષિક્ષેત્રનું પ્રદાન ખૂબ મહત્ત્વનું છે. કૃષિની આવકનો વધારો સમગ્ર અર્થતંત્રને ગતિશીલ બનાવી અન્ય ક્ષેત્રો (ઉત્પાદન અને સેવાક્ષેત્રો)નો વિકાસ પણ ઝડપી બનાવી છે. કૃષિ આપણા અર્થતંત્રનું ચાલક બળ છે. આઝાદી સમયે અને તે પહેલાં આપણી ૩૦-૪૦ કરોડની વસ્તી માટે અનાજની ખૂબ તંગી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બંગાળમાં પડેલા દુષ્કાળને નજરઅંદાજ કરી બ્રિટનના સામ્રાજ્યવાદી વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે ભ...