Posts

                                      કચ્છ : ગુજરાતની કામધેનુ અને કલ્પવૃક્ષ                                                                    - પ્રવીણ ક. લહેરી ગુજરાતીનો એક પ્રચલિત દૂહો કચ્છની વિશેષતાનો મહિમા કરે છે. ‘‘શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વર્ષામાં વાગડ ભલો, કચ્છડો બારે માસ’’ કચ્છનો પ્રદેશ અનેક રીતે અનોખો છે. એક સમયે સિંધુ નદીના જળથી પલ્લવિત કચ્છ સૂકો, દુષ્કાળગ્રસ્ત પ્રદેશ બની ગયો. કર્કવૃત પસાર થતાં આ વિસ્તારે ઉપરાછપરી દુષ્કાળો જોયા, અરબી સમુદ્રમાં ઉદ્‌ભવતા વાવાઝોડાઓએ ક્યારે કચ્છની દિશા પકડી અને વિનાશ વેર્યો. પાણીની તીવ્ર તંગી, ખેતીમાં પાકની નિષ્ફળતાએ કચ્છના લોકો માટે સૈકાઓથી હિજરત કરી ગુજરાન ચલાવવાની નોબત આવી. પૂર્વ આફ્રિકાના કમ્પલા, નૈરોલી શહેરો હોય કે દૂરદરાજના ગામડાંઓ. કચ્છી લોકોએ ત્યાં વતન બનાવ્યું. ઇંગ્લેન્ડ...
                                                આપણું વલણ, આપણું ભાવિ                                                                     - પ્રવીણ ક. લહેરી કોરોના બાદ વિશ્વમાં દરેક જગ્યાએ તણાવ, નિરાશા, આત્મહત્યા, ઉગ્રતા અને માનસિક બિમારીઓમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. એક બાજુ માનવજાતે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. અનેક અકલ્પ્ય ભૌતિક સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ છે. માનવીના સરેરાશ આયુષ્યમાં પણ વધારો થયો છે. આમ છતાં સમાજમાં કાંઈક ખૂટે છે, કશાકની કમી છે, એકલતા અને ચંચળતાના કારણે સૌના મનમાં વ્યક્તિ પોતે ન સમજી શકે તેવી બેચેની છે. ગરીબ, બેરોજગાર, વંચિત, રોગીષ્ઠ, દેવાદાર કે ઉપેક્ષિત વ્યક્તિ સહેલાઈથી નિરાશા-હતાશાનો શિકાર થાય છે. હકીકતમાં વ્યક્તિગત વલણનું મહત્ત્વ સમજવું જરૂરી છે. જીવનમાં સુખ-દુઃખની ઘટનાઓ તો બનવાની જ છ...
                                                   સ્મરણની સુગંધ                                                                - પ્રવીણ ક. લહેરી એક વિશાળ અને ભવ્ય ઈમારતના દર્શન કરી આપણે આશ્ચર્ય અને આનંદની લાગણી અનુભવીએ ત્યારે કદાચ જ આપણને આ ઈમારતનો ભાર ઝીલીને ભૂતળમાં પડેલા પાયાના પત્થરોનું સ્મરણ થાય. વિવિધ પ્રતિભા ધરાવતા એક લોકસેવકની જન્મશતાબ્દી તેમનો પરિવાર ઉજવે ત્યારેતેમની ચિંતા સ્મરણ ગ્રંથના શિર્ષકમાં ઉજાગર થાય છે. આ શતાબ્દી મહોત્સવના ઉત્સવમૂર્તિ છે. જૂનાગઢના શ્રી દિવ્યકાંત નાણાંવટી : સ્મરણિકાના શિર્ષકમાં ‘‘ભૂલાય તે પહેલા’’નું વાક્ય આપણને ઢંઢોળે છે. આજે તો દર પળે પળે માહિતીની આપ-લેનું પ્રમાણ એટલું વધ્યું છે કે તેને માહિતીનો વિસ્ફોટ કહેવો તે સ્થિતિનું અઘરું વર્ણન ગણાય. સોશ્યલ મિડીયાના વિવિધ મંચો પ...
                                          માનવીની આગવી વિશેષતા : સર્જનાત્મકતા                                                                            - પ્રવીણ ક. લહેરી આ પૃથ્વી પર સજીવોની ઉત્પત્તિ થઈ અને ઉત્ક્રાંતિ દ્વારા કે અન્ય રીતે જીવસૃષ્ટિમાં જે વિવિધતા આવી, દરેક જાતિ-પ્રજાતિનો ચોક્કસ માત્રામાં વિકાસ થયો તે ઘટના આશ્ચર્ય પમાડે તેવી છે. જગત પર પોતાનું આધિપત્ય સ્થાપનાર માણસની પ્રગતિ માટે તેની બુદ્ધિમત્તાને યશ આપવામાં આવે છે. બુદ્ધિનું મહત્ત્વ અને તેની અગત્યની ભૂમિકા નકારી શકાય તેમ નથી. વિશ્વની ૮ અબજની વસ્તીમાં દરેક પાસે બુદ્ધિ-ચાતુર્ય હોય છે તો પણ મોટાભાગના લોકો તેના થકી પોતાની રોજિંદી જિંદગી જીવે છે. તેમના જીવનનો સાર જન્મ્યા, ઉછર્યા, ખાધું-પીધું, લગ્ન કર્યા, પરિવારનું પોષણ કર્યું, નોકરી-ધં...
                                                     ધન પ્રાપ્તિ                                                             - પ્રવીણ ક. લહેરી બે અક્ષરનું ધન, બે અક્ષરનું મન,  ધન અને મનની શક્તિ અમાપ છે. મન ઈચ્છાઓ કરે, ધન તેને સાકાર કરે. આપણામાં કહેવતો છે; ‘‘નાણાં વગરનો નાથિયો; નાંણે નાથાલાલ.’’ અમૃતકળશનું મુખ સોનાથી ઢંકાયેલું છે. મન વિનાનું ધન માનવીને કંજુસ બનાવે. ધન વગરનું મન માનવીને પરાવલંબી બનાવે. વિનોબાજી ધન અને લક્ષ્મી વચ્ચેનો તફાવત કહ્યો છે. સરકારે જારી કરેલા સિક્કા કે નોટ નાણું છે. અનાજ (ધનલક્ષ્મી), ગૃહિણી (ઘરલક્ષ્મી), જ્ઞાન-કૌશલ્ય (જ્ઞાનલક્ષ્મી) એમ વ્યક્તિ માટે જે ઉપયોગી છે, શ્રેયકર છે તે સાચી લક્ષ્મી છે. આપણા દેશમાં આધ્યાત્મિકતાના નામે ધનને અનેક અનર્થનું મૂળ માનવામાં આવ્યું છે. ગુર...
                                                                લક્ષ્યાંક                                                                          - પ્રવીણ ક. લહેરી ‘‘નિશાન ચૂક માફ, પણ નહીં નીચું નિશાન’’ આ ઉક્તિ આપણને જીવનમાં ઉન્નતિ કરવાનો સંકલ્પ કરવા પ્રેરણા આપે છે. આપણે જ્યારે પ્રવાસનો વિચાર કરીએ ત્યારે આપણે સૌ પ્રથમ ગંતવ્ય સ્થાન જે જગ્યાએ પહોંચવાનું છે તેનો વિચાર કરીએ છીએ. જે રીતે પહોંચવાનું સ્થળ કેન્દ્રમાં રાખી પ્રવાસની વિગતો નક્કી કરીએ છીએ તે જ રીતે જીવનમાં આપણે શું સિદ્ધ કરવા ઈચ્છીએ છીએ ? જીવનની સફળતા શેમાં રહી છે ? કઈ વસ્તુ કે સ્થિતિ હાંસલ કરીને આપણે સંતોષનો ઓડકાર ખાઈ શકીએ ? આશ્ચર્યની વાત એ છે કે મોટાભાગના લોકો ખૂબ ડરીને, વિઘ્નોનો વિચાર કર...
                                                          આત્મવિશ્વાસ                                                                                - પ્રવીણ ક. લહેરી સમાજમાં દરેક વ્યક્તિ સફળ અને સુખી થવા ઈચ્છે છે. દરેક માણસને જીવનમાં સતત સુખની અનુભૂતિ થાય અને તેના કાર્યોની સફળતાથી તેમનો પ્રભાવ સૌ પર પડે તેવી આશા હોવી સ્વાભાવિક છે. જીવનમાં કે કોઈ કાર્યમાં સફળતા મેળવવા માટે ઘણી બાબતો જરૂરી છે. આ તમામ જરૂરિયાતોમાંથી આપણે સૌથી મહત્ત્વનો મુદ્દો પસંદ કરવાનો હોય તો તે છે આત્મવિશ્વાસ. આપણે જ્યારે કોઈપણ જવાબદારી સંભાળીએ છીએ કે કામ કરીએ છીએ ત્યારે તેમાં પ્રશ્નો તો સામે આવીને ઉભા રહેશે, અંતરાયો કામગીરી વિલંબ કરાવશે. સંજોગો એવા વિકટ થશે કે સફળ થવા માટે જે આ...