સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ : નિષ્ફળતાના આરે પ્રવીણ ક. લહેરી પ્રાચીન યુગમાં ભારતના ગામડાંઓ સ્વાયત્ત હતાં. જનપદો લોકશાહી ઢબે કામ કરતાં હતા તેવા ઉલ્લેખો જોવા મળે છે. આઝાદીના આંદોલન સમયે ગાંધીજીએ ત્રણ વિધાનો કર્યાં હતાં..(૧) ભારત ગામડામાં જીવે છે. (૨) ગામડાંઓ વિદેશીઓ અને શહેરીજનોના શોષણને કારણે કંગાળ બન્યા છે. માણસો કુપોષણના કારણે હાડપિંજર જેવા જોઈ શકીએ છીએ. (૩) આઝાદી મળ્યા બાદ આપણે આપણા વિચારોમાં ફેરફાર નહીં કરીએ તો આ દેશનો વહીવટ (તેર સમયના) રેલ્વેના થર્ડ કલાસના ડબ્બા જેવો ગંદો અને ત્રાસદાયક બની જશે. ગાંધીજીએ ગામડાંની જે ચિંતા કરી હતી તે આજે શહેરો અને મહાનગરોમાં લાગુ પડી છે. ભારતના બંધારણના માર્ગ...
Posts
- Get link
- X
- Other Apps
આપણી સહિયારી ચિંતા પ્રવીણ ક. લહેરી સલામતી, સંપૂર્ણ સલામતી, સૌથી પ્રથમ સલામતી, સૌની સલામતી જેવા અનેક શબ્દપ્રયોગથી આપણે સલામતી બાબતની આપણી ચિંતા જરૂર વ્યક્ત કરીએ છીએ. વાસ્તવમાં આપણે કાળજી રાખવાના બદલે અનેક પ્રસંગોએ બેદરકારીથી વર્તવા ટેવાયેલા છીએ. તાજેતરમાં દેશના અગ્રણી ૫૪ વર્ષના યુવાન ઉદ્યોગપતિ ટાટા ગ્રુપના પૂર્વ ચૅરમેન શ્રી સાયરસ મીસ્ત્રીનું એક ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ થયું. તેમની સાથે પ્રવાસ કરતાં શ્રી જહાંગીર પંડોળેનું પણ અવસાન થયું. કારની આગળની સીટમાં બેસેલા શ્રી ડેરીયસ પંડોળે અને કારચાલક જાણીતા ડૉ. અનાહિતા પંડોળને ગંભીર ઈજા થઈ. આ ઘટના અતિશય ઝડપ, રસ્તાની ડિઝાઈન, સા...
- Get link
- X
- Other Apps
સ્વાતંત્ર્ય સંગ્રામના તે દિવસો ભાગ-૨ પ્રવીણ ક. લહેરી ૧૯૩૦નું વર્ષ શરું થયું. ગાંધીજીએ ૧૨મી માર્ચથી અમદાવાદથી દાંડી જઈને મીઠાના કાયદાનો ભંગ કરવા કૂચ કરવાનું જાહેર થયું. સૌરાષ્ટ્ર્ની વિદ્યાનગરી જેવા ગાયકવાડી પ્રાંતના મુખ્ય મથક અમરેલીમાંથી ધોલેરામાં ૬ એપ્રિલે મીઠા સત્યાગ્રહ માટે સ્વયંસેવકો નોંધવા રાષ્ટ્ર્ીય શાયર ઝવેરચંદ મેઘાણી આવ્યા. અમરેલીના જાણીતા ભગવાનજી લવજી મહેતાના અખાડામાં નિયમિત વ્યાયામ કરતાં યુવાનોને દરરોજ સવારે મળી મેઘાણીના આઝાદીના મહત્ત્વ, ગાંધીજીના વ્યક્તિત્વ, યુવાઓના રાષ્ટ્ર્ધર્મની વાતો કરી નામો નોંધતા હતાં. તેમણે કનુભાઈને પૂછયુંઃ ‘‘ભાઈ, આ રતિલાલ (...
- Get link
- X
- Other Apps
સ્વાતંત્ર્ય સંગ્રામના તે દિવસો પ્રવીણ ક. લહેરી આ૫ણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવ્યો. ભૂતકાળની અનેક ઘટનાઓને વાગોળી. જ્ઞાત અને અજ્ઞાત પ્રસંગો અને વ્યક્તિઓનું સ્મરણ કર્યું. પૂર્વજોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી. આવા ભાવનામય વાતાવરણમાં સ્મરણની સુનાામી મનોજગતને ભીંજવી દે તે સાવ સહજ છે. ૧૮૫૭નો વિપ્લવ, ક્રાંતિ, લડત ભલે સફળ ન થઈ પણ પ્રજામાં આઝાદીની પ્રબળ ઈચ્છા સમયાંતરે વ્યક્ત થતી રહી. જેના સામ્રાજ્ય પર સૂરજ સદાય તપે છે તેવા ગ્રેટ બ્રિટને સંસ્થાનો દ્વારા વિશ્વના ખૂબ મોટા ભૂભાગ પર કબજો કરી, શોષણ કરી ગુલામીની બેડીઓ જડબેસલાખ પહેરાવી પ્રજાને કંગાળ, નિસ્તેજ, ડરપોક અને નિરાશ કરવામા...
- Get link
- X
- Other Apps
આઝાદીના ૭૫ વર્ષ પ્રવીણ ક. લહેરી આ લેખ લખવાનો દિવસ છે ૧૫મી ઑગસ્ટ ૨૦૨૨. આઝાદી હાંસલ કર્યાને ૭૫ વર્ષ વિતી ગયા. અમારા માટે આ દિવસ ધન્યતાનો છે, પરમ આનંદનો છે, સંતોષનો છે. મારી ૭૭ વર્ષની ઉંમરમાં અનેક ઐતિહાસીક ઘટનાઓ અને વ્યક્તિ વિશેષોેને સાક્ષીભાવે નિહાળવાનો જે લ્હાવો મળ્યો છે તે રોમાંચક છે. આઝાદી પહેલાં અઢી વર્ષે જન્મ થયો તેથી ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭નું સ્મરણ ન હોય. પરિવારમાં તે દિવસની અનેક વાતો જરૂર સાંભળી છે. સેંકડો વર્ષોની ગુલામી બાદ સ્વરાજ અને એક ભારતની રચના (વિભાજનની કરુણાંતિકા સાથે) થ...
- Get link
- X
- Other Apps
લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજવાના લાભો પ્રવીણ ક. લહેરી ચૂંટણી લોકશાહીનો પ્રાણ છે. મુક્ત રીતે, તટસ્થ અને શાંતિપૂર્ણ ચૂંટણી એ લોકશાહીની પૂર્વશરત છે. સત્તાનો મોહ ચૂંટણીમાં ગેરરીતિઓ, ધાકધમકી, જ્ઞાતિવાદ, હિંસા, બોગસ વોટિંગ, અફવાઓ અને ધર્મ-ભાષાના નામે વોટબેન્કો બનાવવાની પ્રક્રીયામાં વ્યક્ત થાય છે. ‘‘પ્રેમ અને યુદ્ધમાં સઘળું સારું જ છે.’’ તેમ માનીને ચૂંટણી પણ સ્વસ્થ સ્પર્ધા રહેવાના બદલે ગળાકાપ હરિફાઈ બની જાય છે. અનેક દેશોમાં ચૂંટણીમાં થયેલ ગોટાળાના કારણે લોકશાહીનો મૃત્યુઘંટ વાગ્યો છે. ચૂંટણીની પ્રક્રીયામાં ખોટું કરવાનો અવકાશ ન રહે તે માટે જનજાગૃતિ, ચુસ્ત વહીવટી વ્યવસ્થા, પક્ષ અને ઉમેદવારો માટે આચારસંહિત અનિવાર્ય છે....
- Get link
- X
- Other Apps
ઋતુચક્ર, પરિવર્તન અને COP ૨૬ પ્રવીણ ક. લહેરી સૃષ્ટિની શરુઆતથી માનવી માટે જીવન ટકાવી રાખવા માટે અનેક પડકારો આવતા રહ્યા છે. માણસે પોતાની બુદ્ધિશક્તિ અને આવડત દ્વારા ભૌતિક તત્ત્વોનો ઉપયોગ કરી પોતાની જિંદગીને વધારે આરામદાયક અને આનંદપ્રદ બનાવાવ સતત પ્રયત્નો કર્યાં છે. નવજાગરણ અને ધાર્મિક સુધારણા સાથે યુરોપના પ્રોટેસ્ટટન્ટ સંપ્રદાયની માન્યતાઓમાં એક માન્યતા હતી; ‘‘મનુષ્ય ઈશ્વરની પ્રતિકૃતિ છે, તેનું શ્રેષ્ઠ સર્જન છે અને કુદરતી સાધનોનો તે સંપૂર્ણ માલિક છે. જેમ જેમ વિજ્ઞાન અને ટૅકનોલોજીની ક્ષિતિજો વિસ્તરતી ગઈ તેમ તેમ માણસે...