ઋતુચક્ર, પરિવર્તન અને COP ૨૬

                                                                                       પ્રવીણ ક. લહેરી

સૃષ્ટિની શરુઆતથી માનવી માટે જીવન ટકાવી રાખવા માટે અનેક પડકારો આવતા રહ્યા છે. માણસે પોતાની બુદ્ધિશક્તિ અને આવડત દ્વારા ભૌતિક તત્ત્વોનો ઉપયોગ કરી પોતાની જિંદગીને વધારે આરામદાયક અને આનંદપ્રદ બનાવાવ સતત પ્રયત્નો કર્યાં છે. નવજાગરણ અને ધાર્મિક સુધારણા સાથે યુરોપના પ્રોટેસ્ટટન્ટ સંપ્રદાયની માન્યતાઓમાં એક માન્યતા હતી; ‘‘મનુષ્ય ઈશ્વરની પ્રતિકૃતિ છે, તેનું શ્રેષ્ઠ સર્જન છે અને કુદરતી સાધનોનો તે સંપૂર્ણ માલિક છે. જેમ જેમ વિજ્ઞાન અને ટૅકનોલોજીની ક્ષિતિજો વિસ્તરતી ગઈ તેમ તેમ માણસે અને પ્રાકૃતિક પરિબળો સામે ઝઝૂમીને કે તેનાથી રક્ષિત રહીને  સમગ્ર સૃષ્ટિ પર પોતાનું આધિપત્ય જમાવવામાં છેલ્લા ૩૦૦-૩૫૦ વર્ષોમાં પાછું વાળીને જોયું નથી.

૧૯મી સદીમાં જહૉન રસ્કિન, હેનરી થોરો, લીઓ ટોલ્સટોય, મહાત્મા ગાંધી સહિત અનેક લોકોએ આપણું ધ્યાન દોર્યું હતું. તેમણે વિકાસ એટલે ભૌતિક સંપત્તિ, વસ્તુઓનો પરિગ્રહ, અમર્યાદ ઉપભોગ અને ઈચ્છાપૂર્તિ માટે વિશેષ સવલતો અને સાધનો શોધી જીવનની ગુણવત્તા સુધારવી, શ્રમ ઘટાડવો અને જીવનના અલ્પ સમયને ગતિ સાથે માણી લેવો. આ વ્યાખ્યાનના આધારે આજે પણ દેશોનું વિકસિત હોવું કે અકવિકસિત એ નક્કી કરવામાં આવે છે. ગાંધીજીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી; ‘‘આ સૃષ્ટિ પાસે સૌની જરૂરિયાતો પૂરી કરવા પૂરતું છે, પણ કોઈ એકના લોભને સંતોષવા માટે પૃથ્વીના સંસાધનો અપૂરતા છે.’’

વિકાસની ઝડપી દોટમાં ‘‘માણસે કર્યો ના, અન્યનો વિચાર, સ્વસુખાર્થે કર્યો સુષ્ટિનો સંહાર, સૃષ્ટિએ તેથી સમતુલા ગુમાવી, તેથી તો નવી નવી આફતો આવી.’’ આ એક મહાઆફતને આપણે ઋતુચક્ર પરિવર્તન (કલાઈમેન્ટ ચેન્જ) તરીકે ઓળખીએ છીએ. કૃષિ, કારખાનાંઓ, વાહનો, વિમાનો, વિજળી ઉત્પાદન મથકો, પ્લાસ્ટિક અને હાઈડ્રો કાર્બનના અતિ વપરાશને કારણે પૃથ્વી પરના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.

ધ્રુવ પ્રદેશની બરફની ચાદરો પીગળી રહી છે. સમુદ્રના જળની સપાટી ઉપર આવી રહી છે. ઠંડી, ગરમી, વરસાદના ઋતુચક્રમાં માનવસર્જિત અંતરાયો, વાવાઝોડા, અતિવૃષ્ટિ, પૂર, અતિશય ગરમી કે ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. જાનમાલની મોટી ખુવારી થાય છે.

યુનાઈટેડ નેશને આ માટે ફ્રેમવર્ક કન્વેન્શન ઓન કલાઈમેન્ટ ચેન્જ નામની (સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઋતુચક્ર પરિવર્તનની સમજૂતિ પ્રમાણે કાર્ય કરતી સંસ્થા) સ્થાપી છે. સ્ટોકહોમ પ્રોટોકલ ૧૯૭૨ થી માંડીને પૅરિસ કોન્ફરન્સ ઓફ પાર્ટીસીપેટીંગ સ્ટેટ્‌સ ર્ઝ્રંઁ ૨૬ (ટુંકા નામે) આયોજન કરવામાં આવે છે. તેનું ૨૬મુ સંમેલન તાજેતરમાં ગ્રેટ બ્રિટનના ઉત્તરી પ્રાંત સ્કોટલેન્ડની રાજધાની ગ્લાસગોમાં મળી ગયું. અમેરિકાના પ્રમુખ જો બિડેન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દેશોના વડાઓએ તેમાં ભાગ લીધો. જ્યારે જ્યારે ર્ઝ્રંઁના સંમેલનો યોજવામાં આવે છે ત્યારે પર્યાવરણ ક્ષેત્રે સક્રીય એવી સ્વૈચ્છિક સંસ્થાઓ અને કર્મશીલો તે જગ્યાએ જ સમાંતર સભા યોજી, પર્યાવરણનો બેરોકટોક ચાલતો બગાડ અને સરકારોના અધકચરા પ્રયત્નો ઉજાગર કરે છે. તેઓનું માનવું છે કે કોઈપણ દેશ પર્યાવરણની સુરક્ષા કે સુધારણા માટે ગંભીર નથી. માનવજાતને વિનાશના મુખમાં ધકેલવામાં સરકારો  અને મૂડીવાદીઓની સાંઠગાંઠ છે. પર્યાવરણવિદો અને પ્રતિબદ્ધતા ધરાવતી વ્યક્તિઓ કહે છે; ‘‘આપણે આટલું મોટું જોખમ સામે જોઈએ છીએ, આપણા માની લીધેલા વિકાસની આડ અસરોએ ગંભીર સમસ્યાઓ પેદા કરી છે પણ આપણે સૌ ભય સામે શાહમૃગી નીતિ અપનાવી તેનાથી બચવા રેતીમાં માથું સંતાડીને સમસ્યાની ઉપેક્ષા કરીએ છીએ.’’ 

ર્ઝ્રંઁ ૨૬માં હાજર રહેલા દેશોએ શપથ લીધા છે કે ૨૦૩૦ સુધીમાં કાર્બન ઉત્સર્જન ૫૦ ટકા સુધી ઘટાડશું. આ પ્રતિજ્ઞા આવકાર લાયક છે. જો કે જાણીતા પર્યાવરણ તજજ્ઞ ગ્રેહામ મેડગેનું કહેવું છે કે; ‘‘આજથી આપણે કાર્બન ઉત્સર્જન સાવ બંધ કરીએ તો પણ ૨૦૩૦ પહેલાં કોઈ નોંધપાત્ર લાભ થશે નહીં. ઋતુઓની વિષમતા ઘટાડવા માટે પ્રદૂષણ રોકવા ઉપરાંત આપણે ઘણી લાંબી મજલ કાપવાની છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે કાર્બન ક્રેડીટની યોજનાના પ્રોત્સાહનો અપૂરતા સાબિત થયા. જો કે પેરીસ સંધી બાદ નવા કોલસા આધારિત વીજમથકો ન સ્થાપવામાં અનેક દેશોએ સંયમ દર્શાવ્યો છે. વીજમથકોના પ્રદૂષણ જેવી જ સમસ્યા વિમાનો અને વાહનો થકી થતા પ્રદૂષણની છે. ભારતના ૨૬ મોટા શહેરોમાં ઠંડીની ઋતુમાં કાર્બનના સુક્ષ્મ કણો શ્વસનતંત્રના રોગોમાં નોંધપાત્ર વધારો કરે છે. ક્રુડ ઓઈલનું સૌથી મોટું ઉત્પાદક સાઉદી અરેબીયા કે સૌથી વધારે કુદરતી ગેસનું વેચાણ કરતા રશિયાએ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે કોઈ હૈયાધારણ આપી નથી.

ઋતુચક્રને દુષિત કરનાર પરિબળોમાં વૃક્ષોનું આડેધડ થતું નિકંદન રોકવાનું કામ મહત્ત્વનું છે. બ્રાઝિલે તાજેતરમાં મોટા પાયે એમેઝોનના ગાઢ વરસાદી વનોને કાપી નાખ્યા. હવે ‘સો ચૂહે મારકે બિલ્લી હજકો ચલી’ જેમ હવે બ્રાઝીલે અમે વનવિસ્તાર જરા પણ ધરવા નહીં દઈએ તેવું વચન આપ્યું છે. વૃક્ષારોપણ દ્વારા કાર્બન ડાયોકસાઈડ કુદરતી રીતે ઘટાડવો તે સૌથી સરળ અને અસરકારક માર્ગ છે. જરૂર છે સરકારોની દૃઢ ઈચ્છા શક્તિની, સામાજિક જાગૃતિની અને વ્યક્તિગત નિષ્ઠાની.  

શ્રી સોમનાથ ટ્રસ્ટે આઝાદીના ૭૫ માં વર્ષની ઉજવણીના ભાગ રુપે ગીર-સોમનાથ જિલ્લાની ૧૧ લાખની વસ્તી માટે દર વ્યક્તિએ એકવૃક્ષ લેખે ૧૧ લાખ વૃક્ષોના વાવેતરનો કાર્યક્રમ જનભાગીદારીમાં આરંભ્યો છે.

આ ગંભીર સમસ્યા માટે કાર્બન ડાયોકસાઈડ જેટલો જ ખતરો મિથેન ગેસ જે કૃષિ પશુપાલનના કચરામાંથી ઉત્પન્ન થાય છે તેના થકી છે. મિથેન ગેસનું ઉત્સર્જન ઘટાડવામાં તેનો વપરાશ રાંધણ ગેસ તરીકે સહેલાઈથી કરી શકાય છે.

બ્રિટનના ‘ગાર્ડિયન’ નામના અખબારની પર્યાવરણ સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા જાણીતી છે. તેમણે ર્ઝ્રંઁ-૨૬ ના અનુસંધાને અ૫ીલ કરી છે કે પર્યાવરણ અંગેના વચનો  દરેક દેશ નિષ્ઠાપૂર્વક પાળે અને સ્વતંત્ર તપાસમાં પૂરતો સહયોગ આપે તો જ પરિસ્થિતિ સુધરશે. આપણે અત્યારે તો એક મોટી દુર્ઘટનાના માર્ગે ઝડપથી ગબડી રહ્યા છીએ. આપણી પેઢી જો આ અંગે ઉપેક્ષા સેવશે તો ભાવિ અંધકારમય બનશેને દીવા જેવું સ્પષ્ટ છે. કમનસીબે અમેરિકાના પૂર્વ પ્રમુખ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે પર્યાવરણની ચિંતા, કહેવાતી હોનારત તદ્દન ઉપજાવી કાઢેલી વાર્તાઓ છે. તેમણે પર્યાવરણની સંપૂર્ણ ઉપેક્ષા કરી તે માટે તેમના અનુગામી પ્રમુખ શ્રી જો બ્રિડેને વિશ્વની માફી માંગીને જે વિલંબ અને હાનિ થયા છે તે શક્ય તેટાલ વહેલા ભરપાઈ કરવા વચન આગ્યું છે.

પર્યાવરણની સુરક્ષા અને સુધારણા માટે દરવર્ષે ર્ઝ્રંઁ- તેની બેઠકોયોજતું રહેશે. વૈશ્વિક ઉષણતામાન ઘટાડવા માટે આપણને નથી તો કોઈ સંમેલનની જરૂર કે નથી કોઈ વચનોની લ્હાણી કરવાનો અર્થ-આપણે જ્યાં સુધી આપણી અમર્યાદ ઉપભોગ વૃત્તિને નાથવાનો સંકલ્પ સાકાર નહીં કરીએ ત્યાં સુધી કુદરતી સમતુલા સ્થાપવી અઘરી છે, લગભગ અશક્ય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના પૂર્વ મહાસચિવ બાન-કી-મૂનનું મંતવ્ય ‘‘ઋતુચક્ર પરિવર્તનને રોકવાનું કામ અતિ તાકીદનું છે. આપણે જેટલો વિલંબ કરીશું તેટલું જાન-માલનું નુકશાન વેઠવાનું રહેશે.’’ દક્ષિણ આફ્રિકાના રંગભેદ વિરોધી નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા બિશપ ડેસમન્ડ ટુટુની ચેતવણી છે. ‘‘આપણે બહુ રાષ્ટ્રીય કંપનીઓ અને સંપન્ન દેશોની સરકારની વાતમાં આવી ન જવું. આપણને જૈવિક ઈંધકનું વ્યસન છે. તે નહીં છોડીએ તો આવતીકાલ જોવાનું માણસજાતનું નસીબ નહીં હોય. ર્ઝ્રંઁ ૨૬ આ૫ણને સંદેશો આપે છે કે જાગીએ, સમજીએ અને ઋતુચક્રનું પરિવર્તન રોકવા આપણી જીવનશૈલીમાં ધરખમ પરિવર્તન લાવીએ.

Comments

Popular posts from this blog