Posts

                                                        જીવન સાર્થક કરવાની કળા                                                                               - પ્રવીણ ક. લહેરી                                 (નોંધ : સૂરતના ‘વિચારોના વાવેતર’ સંસ્થામાં આ૫ેલ પ્રવચનનો સાર)  ૮૪ લાખ યોનિઓમાંથી માનવ જન્મ દુર્લભ છે. માનવી પાસે બુદ્ધિ છે જે થકી તે સુક્ષ્મ બાબતો વિચારી શકે છે, સમજી શકે છે. સુધરી પોતાનો માળો અદ્‌ભૂત રીતે ગુંથી શકે પણ તે પોતા માટે વાહન ન બનાવી શકે. તે તત્ત્વજ્ઞાન ન સમજી શકે. જીવનની સ્વયંસ્ફુરણાથી જીવી શકે પણ અનેક બાબતે સંશોધન ન કરી શકે. આવા કાર્ય માણસ જ કરી શકે છે. તેન...
                                                   જીવન જીવવાની કળા                                                                      - પ્રવીણ ક. લહેરી                              (નોંધ : સૂરતના ‘વિચારોના વાવેતર’ સંસ્થામાં આ૫ેલ પ્રવચનનો સાર)  આજે મારે આ૫ની સમક્ષ વિચારોનું વાવેતર કરવાનું છે. હું બીજ વાવીશ પણ છોડને ‘રણછોડ’ બનાવવાની જવાબદારી આપણા સૌની સહિયારી છે. અમે અમદાવાદમાં ‘‘આપણું વિચાર વલોણું’’ નામનું માસિક ચલાવીએ છીએ. છેલ્લા ત્રીસ વર્ષોથી સાંપ્રત સમસ્યા અંગે ચિંતન મનન થકી પ્રબુદ્ધ નાગરિકો સુધી વિચારો વલોવીને મેળવેલું નવનીત પીરસીએ છીએ. મારો આજનો વિષય છે - ‘જીવનનું વ્યવસ્થાપન’  અમૃત ઘાયલે આ અં...
                                        સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતીઓની આગેકૂચ                                                                                  - પ્રવીણ ક. લહેરી તાજેતરમાં કેન્દ્રીય જાહેર સેવા આયોગ જેને યુ.પી.એસ.સી તરીકે ઓળખવામાં આવે છે તેના દ્વારા આયોજિત વર્ષ ૨૦૨૪ ની પરીક્ષાનું પરિણામ આવ્યું. યુ.પી.એસ.સી દ્વારા ભારત સરકારે નક્કી કરેલી સંખ્યા મુજબની જગ્યાઓ (જે અંદાજે ૧૧૦૦ આસપાસ દર વર્ષે હોય છે) ભરવા માટે પસંદગી યાદી બહાર પાડી. આ વર્ષે આ પરિણામની જાણ થતાં સમગ્ર ગુજરાતમાં આનંદનું મોજું ફરી વળ્યું. વર્તમાનપત્રોએ પણ તેની  વિસ્તૃત નોંધ લીધી. વર્ષ ૨૦૨૪ નું સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ અનેક રીતે વિક્રમસર્જક છે. સૌથી પ્રથમ આ વર્ષે ગુજરાતમાંથી કુલ ૨૬ ઉમેદવારો પસંદગી ...
                                                                 ભારત-પાકિસ્તાન યુદ્ધ                                                                               - પ્રવીણ ક. લહેરી                      કાશ્મિરના પ્રવાસન સ્થળ પહેલગામમાં તારીખ ૨૨ એપ્રિલે એક આંતકવાદી હૂમલો થયો. પ્રવાસીઓનો ધર્મ પૂછી ૨૭ જેટલાં હિન્દુુ પુરુષોને તેમના સ્વજનોની હાજરીમાં મારી નાખીને આંતકવાદે ઘણાં સમય બાદ કાશ્મિરમાં અરાજકતા સર્જવાનો પ્રયત્ન કર્યો છે. સમગ્ર દેશની પ્રજામાં તીવ્ર આક્રોશની લાગણી જન્મી કે આવું ક્યાં સુધી સહન કરવાનું ? પાડોશી દેશ પાકિસ્તાનના એક જ એજન્ડા છે ‘‘આંતકવાદ’’ ભારતના વિકાસથી ઈર્ષાની ...
                                                     નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ                                                                               - પ્રવીણ ક. લહેરી લાલદરવાજા બસ સ્ટેન્ડની નજીકમાં પૂર્વ દિશામાં એક મોટું મેદાન છે. તેના બહારના ભાગમાં બોર્ડ છે. ડિરેક્ટર જનરલ,  સિવિલ ડિફેન્સ,  ફાયર સેફટી એન્ડ હોમગાર્ડ. આ સ્થાન રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (હાઈએસ્ટ રેન્ક ધરાવતા) તરીકે એક વરિષ્ઠ અધિકારી ફરજ બજાવતા હોય છે.  સરકારી તંત્ર આ પદને ઉપેક્ષાભાવથી નિહાળે છે. આ પદ પર નિમાનાર વ્યક્તિની વ્યથા શબ્દોમાં વર્ણવી ન શકાય તેવી હોય છે. સામાન્ય લોકોને પ્રશ્ન થાય કે આ હોમગાર્ડ એટલે શું ? તેઓ એક પ્રકારની પોલીસ છે? ક્યારેક ગણવેશમાં કે ક્યારેક સ...
                                                           જયપુરના આકર્ષણો                                                                                         પ્રવીણ ક. લહેરી        ૧. આમેર કિલ્લો : જયપુર શહેર તેના અસ્તિત્વના ૩૦૦ વર્ષો પૂર્ણ કરવામાં છે. ૩૦૦ વર્ષો પૂર્વે પણ જયપુરના રાજધરાના દ્વારા મુગલોના સહયોગમાં રાજસ્થાનના મહત્વના ભૂભાગ પર જયપુરના શાસકોએ વર્ષ ૧૫૯૨માં આમેર કિલ્લ્લાનું બાંધકામ કર્યું હતું. અરવલ્લીના લાલ પત્થર અને સફેદ આરસપહાણના વપરાશથી ટેકરીને  ટોચે નિર્માણ થયેલ  આ કિલ્લો ભારતની દુર્ગ પરંપરાનું એક ઉત્તમ ઉદાહરણ છે. મુગલ બાદશાહ અકબરના સહયોગી એવા માનસિંહ દ્વારા આ કિલ્લા ...
                                                        ગુલાબી નગરી જયપુર                                                                                                    - પ્રવીણ ક. લહેરી રાજસ્થાન રાજ્યના ૫ાટનગર જયપુર માટે કહેવાતું હતું; ‘‘જો તમે જયપુર નથી જોયું તો તમારો જન્મ વ્યર્થ ગયો છે તેમ સમજવું.’’ ઈ.સ. ૧૭૨૭ માં સવાઈ જયસિંહ બીજા દ્વારા આ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. ટૂંક સમયમાં ૩૦૦ વર્ષ પૂરા કરનાર આ શહેરનો ઈતિહાસ ખરેખર ભાતીગળ છે. છેલ્લા શક્તિશાળી મોગલ સમ્રાટ ઔરંગઝેબના ૧૭૦૭ માં થયેલા મૃત્યુ બાદ ૨૦ વર્ષ આ શહેરની રચના થઈ. હકીકતમાં ભારતના શહેરોમાં આયોજીત તરીતે જેને વિકસાવવામાં આવ્યા છે તેવા શ...