ગુજરાતના આદિવાસીઓના મૂકસેવક ડૉ. નવનીત ફોજદાર પ્રવીણ ક. લહેરી મારા ૭૮ વર્ષના જીવનમાં અનેક વ્યક્તિઓનો પરિચય થયો. બહુરત્ના વસુંધરામાં આપણને અનેક વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય થતો હોય છે. આવી વ્યક્તિઓમાંથી આપણા મન પર અમીટ છાપ મૂકી જાય તેવી કોઈ અસાધારણ વ્યક્તિનું નામ નક્કી કરવું હોય તો મને નિઃશંક રીતે આદિવાસીઓની સેવામાં જીવન અર્પણ કરનાર ડૉ. નવનીતભાઈ ફોજદાર નામ પસંદ કરવું ગમે. હા, સંભવ છે કે આપણામાંથી મોટાભાગના ડૉ. નવનીત ફોજદારના નામથી અજાણ હશું. આ ડૉકટરે ન તો પૈસા કમાવાની ઈચ્છા રાખી, ન તો કોઈ પ્રસિદ્ધિની ખેવના રાખી, ન તો કોઈ માન-સન્માન તરફ નજર રાખી, તેમના માટે તો માત્ર અને માત્ર આદિવાસીઓના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવી તે જ જીવનનો ઉદ્દ...
Posts
- Get link
- X
- Other Apps
મને એ નથી સમજાતું કે આવું શાને થાય છે ? પ્રવીણ ક. લહેરી ‘‘એક પિતાએ પોતાની અઢી વર્ષની પુત્રીની હત્યા કરી, છાતી સાથે લાશ રાખી દૂર ફેંકી દીધી’’ એક અન્ય ‘‘પિતાએ પોતાની ૮ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કર્યું.’’ એક વૈશ્વિક કંપનીના અધિકારીએ નશામાં ધૂત થઈને એર ઈન્ડિયાના બીઝનેસ કલાસમાં સહપ્રવાસ મહિલા પર પેશાબ કર્યો’’ ‘‘ગો ફર્સ્ટની ફલાઈટ ૫૫ મુસાફરોને એરપોર્ટ પર છોડી સામાન જમા કરાવેલા અને બોર્ડિંગ પાસ સાથે રાહ જોતાં છોડીને ઉડાન ભરી લીધી’’ ‘‘વ્યાજખોરના ત્રાસના કારણે ભયભીત પરિવારના પાંચ સભ્યોએ સામુહિક આપઘાત કર્યો.’’ ‘‘મેડિકલ કૉલેજના પોસ્ટ ગ્રૅજ્યુએટ વિદ્યાર્થીઓને રેગીંગ દ્વારા ચિત્ર-વિચિત્ર પ્રકારની હરક...
- Get link
- X
- Other Apps
બજેટ-૨૦૨૩-૨૪ ભાગ-૨ પ્રવીણ ક. લહેરી કેન્દ્રીય બજેટ ૨૦૨૩-૨૪ની વિશેષતા એ છે કે ઘણાં વર્ષો બાદ બજેટની સાથે સરકારની અગ્રતા અને અભિગમ સ્પષ્ટ રીતે દર્શાવવા માટે ૭ સિદ્ધાંતો રજૂ કર્યાં છે. જેને ‘સપ્તઋષિ’ શિર્ષક આપ્યું છે. અગાઉની સમાજવાદી સમાજરચના, ગરીબી નિવારણ, ઝડપી આર્થિક વિકાસ, ઉદારીકરણ, નિકાસવૃદ્ધિ જેવા શબ્દપ્રયોગોને બદલે સરકારે તેમના લક્ષ્ય તરીકે ‘સપ્તઋષિ’ દ્વારા સૌન...
- Get link
- X
- Other Apps
બજેટ - ૨૦૨૩-૨૪ પ્રવીણ ક. લહેરી કવિ હરિન્દ્ર દવેની ક્ષમાયાચના સાથે આપણે એમ કહી શકીએ કે બજેટ તો હંમેશાં સારું જ હોય છે, સૌની અપેક્ષ વધારે પડતી હોય છે. બજેટ એ સરકારના વાર્ષિક હિસાબો - આવક-જાવકનું પત્રક છે. આ હિસાબોની વિગતમાં લાખો માણસોને ન તો રસ પડે કે ન તો પૂરી સમજણ પડે. આમ છતાં ૧લી ફેબ્રુઆરીએ સવારે ૧૧-૦૦ વાગે ટેલીવિઝન જોવાવાળાની સંખ્યા દર વર્ષે નવા વિક્રમો સર્જે છે. નાણાંમંત્રીનું બજેટ પ્રવચન સાંભળવાની ઈન્તેજારી ચરમસીમાએ હોય ત્યારે વિશ્લેષકો પોતાના જ્ઞાનના પ્રદર્શન અર્થે ચર્ચાઓમાં નિતનવા વિધાનો કરતાં રહે. આ ચર્ચાથી સામાન્ય નાગરિકને સ્પષ્ટતા મળવાની વાત તો...
- Get link
- X
- Other Apps
ન્યાયતંત્રના પડતર કેસોના નિકાલ માટેના જરૂરી પગલાંઓ પ્રવીણ ક. લહેરી આપણા સૌની સહિયારી ચિંતા છે કે ભારતમાં ન્યાયપ્રક્રિયા અતિશય ધીમી હોવાથી પાંચ કરોડ પડતર કેસો સાથે વિશ્વમાં આપણી છાપ બગડી રહી છે. આ માટે જુદા જુદા કારણો આપીને એક બીજા પર દોષારોપણ કરવાના બદલે ચોક્કસ પગલાંઓ લઈએ તો એક જ વર્ષમાં આપણને સંતોષકારક પરિણામો મળશે તેમાં શંકા રાખવા જેવું નથી. સૌથી પ્રથમ તો ૩૦ થી કે તેથી વધારે વર્ષ જૂના અને ૨૦ કે તેથી વધારે જૂના કેસોની સંપૂર્ણ યાદી બનાવી ઈન્ટરનેટ પર મૂકી સ્પષ્ટ જાણ કરવી જોઈએ કે વિવાદી-પ્રતિવાદી, ફરિયાદી કે આરોપીએ આ કેસોના નિકાલ માટે પૂર્ણ સહકાર આપવાનો છે. વકીલોએ પણ આ કેસોમાં મુદત ન માંગતા તેના શીધ્ર નિકાલમાં સહયોગ આપવાનો છે. દરેક જજ કે મેજિસ્ટ્ર્ેટ એક માસમાં ૨૦ વર્ષથી જૂના પાંચ-પ...
- Get link
- X
- Other Apps
ન્યાયમાં વિલંબ અન્યાય બરાબર છે. - પ્રવીણ ક. લહેરી આપણું બંધારણ ન્યાય મેળવવાના નાગરિકના હક્કને તેનો એક મુળભૂતથ અધિકાર ગણે છે. ગમે તે પ્રકારની સરકાર હોય નાગરિકને સરકારી કામકાજમાં ઉપેક્ષા, વિલંબ, કિન્નાખોરી કે અન્યાયનો અભાવ થવાની સંભાવના સદૈવ રહેલી છે. જ્યારે કોઈપણ નાગરિક તેના હક્કથી વંચિત રહે અથવા કાયદા હેઠળના કરાર કે અધિકારો ભોગવી ન શકે ત્યારે તેને ન્યાયતંત્રના દરવાજે દસ્તક દેવાનો પ્રસંગ આવે છે. સરકાર કોઈને નિમણૂક કે પેન્શન આપવામાં અન્યાય કરે, પતિ-પત્ની કે પુત્ર દ્વારા ભરતપોષણ આપવાનો ઈન્કાર થાય, કરાર મુજબ બીજો પક્ષ પોતાની જવાબદારી અદા કરવામાં નિષ્ફળ જાય, કોઈના પર ઈન્ડીયન પીનલ કોડ - ભારતીય ફોજદારી દ્વારા હેઠળ ગુન્હાહિત કૃત્ય થાય અ...
- Get link
- X
- Other Apps
શહેરીકરણ : આકર્ષણ અને સમસ્યાઓ-૨ - પ્રવીણ ક. લહેરી શહેરીકરણના જેટલાં પ્રબળ આકર્ષણો છે તે સામે તેટલી જ વિકરાળ સમસ્યાઓ છે. આ સમસ્યાઓના કારણે માનવજાત માટે અનેક બાબતોએ પડકારો ઉભા થયાં છે. અનેક તજજ્ઞો આપણને શહેરીકરણ નિયંત્રિત કરવા સલાહ આપે છે પણ નગરખાનામાં તતૂડીનો અવાજ કોણ સાંભળે ? ૧. સામાજિક એકાકીપણું : શહેરોની રચના અને વ્યવસ્થા એવા છે કે જેમાં માનવી અને પ્રકૃતિનો સંબંધ સાવ નહીંવત્ થઈ જાય છે. ગગનચૂંબી મકાનો વચ્ચે શહેરીજન નથી તો સૂર્યોદય, સુર્યાસ્ત, ચાંદની, ઋતુઓ, હવા કે આાકાશના તારાઓનો વૈભવ માણી શકતો નથી. તેને પોતાના કૃત્રિમ પ્રકાશવાળા, વાતાનુકૂલિત કમરા...