કૃત્રિમ બુદ્ધિમત્તા આપણને ક્યાં લઈ જશે ? (૧)

                                                                              - પ્રવીણ ક. લહેરી

સતત પરિવર્તન પામતી આ દુનિયામાં હવે જે ઝડપથી પરિવર્તન થઈ રહ્યાં તેનાથી આપણને ઉજ્જવળ ભવિષ્ય તરફ આશા બંધાય છે તો સાથે સાથે ટૅકનોલોજીના દુરુપયોગથી થનાર નુકશાન માટે પણ ઘેરી ચિંતા છે. માણસે જંગલ-ગુફામાં રહીને ભટકતાં શિકાર થકી ખોરાક મેળવી કૃષિ વિકસાવી. ગામો-નગરોનું નિર્માણ થયું. હાથશાળ-હસ્તકળા વિકસ્યા, ધાતુના આવિષ્કાર સાથે અનેક ઉદ્યોગો પણ પાંગર્યાં. ૧૮મી અને ૧૯મી સદી વરાળ આધારિત યંત્રો, રેલ્વે શરુ થઈ. પરિવહનના સાધનો, સંદેશાવ્યવહાર ક્ષેત્રે ક્રાંતિ આવી. ઔદ્યોગિકરણ એ વિકાસનો બીજો તબક્કો ગણવામાં આવે છે. ૨૦મી સદીની શરુઆત વીજ વપરાશ, મોટરકારો,  વિમાનો, સ્ટીમરો વગેરેના કારણે વિશ્વ નાનકડું ગામડું હોય તેવો માહોલ બન્યો. આ સાથે કમ્પ્યૂટર વગેરે યંત્રોના ઉપયોગ માટે સૉફટવેર સાથે અનેકવિધ કાર્યો ખૂબ ઝડપથી અને ચોકસાઈપૂર્વક કરી શકાય તેવા કમ્પ્યૂટર સંચાલિત મશીનોનું નિર્માણ થયું. ઓટોમેશન સ્વયં સંચાલિત યંત્રો દ્વારા માનવે પોતાની શ્રમની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો. વિશાળ કારખાનાં, અદ્યતન ટૅકનોલોજી, કમ્પ્યૂટરો થકી વિવિધ કામો અને ટેલીફોનથી મોબાઈલઈ ફોનના વિકાસે આપણું જીવન ધરમૂળથી બદલી નાખ્યું છે. મોબાઈલના વપરાશ વિનાનો એક પણ દિવસે ‘‘આપણને સોલીટરે કન્ફાઈમેન્ટ’’ - સંપૂર્ણ એકલવાયી કેદનો અનુભવ કરાવે છે. ડગલેને પગલે આપણને નાના-મોટા કામ કરવામાં મોબાઈલની જરૂર પડે છે. મોબાઈલ જેટલો આશીર્વાદરૂપ છે તેટલું જ તેનું વળગણ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ચિંતાજનક બન્યું છે. મોબાઈલ આપણો સમય બચાવે છે. સાથે સાથે અનેક બીનજરૂરી ઉપયોગથી સમયના સૌથી વધારે વેડફાટ માટે કોઈપણ સાધનની પસંદગી કરવી પડે તો મોબાઈલને જ પ્રથમ સ્થાન આપવું પડે. 

ડિજીટલ વ્યવહારોએ આપણને અગણિત સુવિધાઓ આપી છે. તેનો ઉપયોગ વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં ખૂબ ઝડપથી વધી રહ્યો છે. તાજેતરમાં ઓરિસ્સા રાજ્યની ઓડીયા ન્યુઝ ચૅનલ પર એક લીસા નામની મહિલાએ સમાચાર વાંચ્યાસ આ નવી સમાચાર વાચનારી સ્ત્રી ઓરિસ્સાની પરંપરાગત હાથશાળની સાડીમાં સજ્જ હતી.  તેના હાવભાવ પણ સમાચારની વિષય વસ્તુ અનુરુપ હતાં. ઓડિયા ઉપરાંત તે અંગ્રેજી ભાષામાં પણ સમાચાર વાંચી શકે છે. પ્રેક્ષકોના પ્રશ્નોના પણ ઝડપી અને સચોટ ઉત્તર આપવાની તેમની ક્ષમતા છે. આ મહિલા કોઈ જીવંત વ્યક્તિ નહીં પણ વૈજ્ઞાનિકોએ સર્જેલો એક રોબોર્ટ છે. ૨૪ ટ ૭ ન્યુઝ રૂમનું સતત સંચાલન કરવું કે બ્રેકીંગ ન્યુઝ આપતી સમયે અગાઉ જો આવા બનાવો બન્યા હોય તો તેને જોડીને વિશ્લેષણ કરવાની કુશળતા પણ તેમાં છે. આ આભાસની ન્યુઝ રિડર મહિલા આબેહૂદ દેખાય છેે અને તેની કામ કરવાની શક્તિ પણ ગજબની છે. 

અનેક ફૅકટરીઓમાં ઉત્પાદનની વિવિધ કામગીરી ત્યાં વિકસાવેલા રોબોટ કરી રહ્યાં છે. એલન મસ્ક નામના ઉદ્યોગપતિ કારનું સ્વયં સંચાલન થાય તે માટે ખૂબ જહેમત લઈ રહ્યાં છે. અનેક શસ્ત્રો નિશ્ચિત કાર્યક્રમ મુજબ પોતાનું લક્ષ્ય ચોકસાઈપૂર્વક શોધી લે છે. આપણે દિવસમાં વારંવાર ગુગલ મેપ દ્વારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચીએ છીએ ત્યારે તેણે સૂચવેલા રસ્તાને બદલે બીજી તરફ વળીએ તો તે તરત જ નવો રૂટ નક્કી કરી આપે છે. આપણે કેટલી મિનીટો બાદ પહોંચશું તેની માહિતી પણ આપે છે. હવામાન, ટ્ર્‌ાફિક, ઉપગ્રહો, શસ્ત્રો, આરોગ્ય, શિક્ષણ, બેંકીગ કમ્પ્યૂટર પ્રોગ્રામ થકી આપણે સચોટ કામગીરી કરી શકીએ છીએ.

હવે ડિજીટલ ક્રાંતિનું નવું સોપાન છે કૃત્રિમ બુદ્ધિમત્તા. સ્વયંસંચાલિત મશીનો નિશ્ચિત કાર્યો નિશ્ચિત પદ્ધતિથી કરી શકે છે પણ તેઓ પરિસ્થિતિ મુજબ મનુષ્યના મગજ જેમ સમસ્યાના ઉકેલ માટે સ્વતંત્ર કામગીરી કરી શકતા નથી. કૃત્રિમ બુદ્ધિમત્તા એ એવા સાધનો છે કે જેમાં ખૂબ વિગતો સાથેનો ડેટા ભરીને સોફટવેર થકી તે સાધન માણસના મગજ જેમ પરિસ્થિતિને અનુલક્ષીને સ્વતંત્ર રીતે નિર્ણય કરી કામ કરી શકે છે. ઘરની સફાઈ હોય કે ચંદ્રની સપાટીનું મૂલ્યાંકન હોય  કૃત્રિમ બુદ્ધિમત્તા ધરાવતા યંત્રો તે કામ કરી શકે છે. કૃત્રિમ બુદ્ધિમત્તા શરુઆતમાં નબળી સ્થિતિમાં હોય છે. મોબાઈલની ‘એલેકસા’ને જે સૂચના આપીએ તે પ્રમાણે સર્વર પરત ઉપલબ્ધે ડેટાને આધારે તે પસંદગીના ધોરણે કામ કરી આપે છે. એલેકસાને આદેશ આપીએ કે મને યુટ્યૂબ પર વૈષ્ણવજન ભજન સંભળાવ તો તે કામ થોડી સેકન્ડોમાં કરી આપશે. ન્યુઝ રીડર લીસા અને વિકસેલી કૃત્રિમ બુદ્ધિમત્તાનું ઉદાહરણ છે. તેની ક્ષમતા વિશ્લેષણ કરી પ્રશ્નોના ઉત્તર આપવાથી માંડીને વિવિધ ભાષામાં સમજવા, બોલવાની આવડત છે. હાલ મોબાઈલ/કમ્પ્યૂટરમાં ઝ્રરટ્ઠં ય્‌ઁ કે મ્છઇડ્ઢ જેવા પ્રોગ્રામ થકી આપણે અનેક વિષયો પર ચોક્કસ માહિતી મેળવી શકીએ છીએ. રશિયા યુક્રેન યુદ્ધ પર નિબંધ પણ લખી આપે છે. કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગથી શેકસપીયરે અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર્‌પતિ ડોનાલ્ડ ટ્ર્‌મ્પ પર મહાકાવ્ય-નાટક લખ્યું હોત તો કેવું હોત તેવું સર્જનાત્મક કાર્ય પણ કરી શકે છે. મેડિકલ ક્ષેત્રમાં દર્દીના રિપોર્ટ અને સારવારના જ્ઞાન દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તાનું યંત્ર ડૉકટરને સર્વાંગી અને સર્વગ્રાહી સલાહ આપી શકે છે. 

કૃત્રિમ બુદ્ધિમત્તાનું સૌથી મહત્ત્વનું પાસું તેની ઝડપ, ચોકસાઈ અને સર્જનાત્મકતા. કમ્પ્યૂટરના અગાઉના પ્રોગ્રામમાં ઝડપ અને ચોકસાઈ હતાં પણ સર્જનાત્મકનો અભાવ હતો. હવે તે મુશકેલી દૂર કરી કૃત્રિમ બુદ્ધિમત્તાએ જે હરણફાળ ભરી છે તેથી સૌ આશ્ચર્યચકિત છે. શું મનુષ્યે બનાવેલું યંત્ર મનુષ્યની બુદ્ધિશક્તિથી પણ આગળ વધી જશે ? ઝડપ અને ચોકસાઈમાં તે જરૂર આગળ વધી શકે પણ સર્જનાત્મક બાબતોમાં આવા યંત્રોની એક મર્યાદા છે. ઝ્રરટ્ઠં ય્‌ઁ ને યુનિયન પબ્લિક સરવીસની સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નો ઉકેલવાનું કહેતા તે માત્ર ત્રીજા ભાગના પ્રશ્નોના જ સાચા ઉત્તર આપી શક્યું. મિસાઈલોનું સતત પરિક્ષણ કર્યા બાદ અનેક વાર તે અણધારી રીતે નિષ્ફળ જાય છે. ડિજીટલ ડેટાના આધારે અને ચોક્કસ સમીકરણોથી કામ કરતું કૃત્રિમ બુદ્ધિમત્તાવાળું યંત્ર કોઈના થકી નુકશાન પણ પામી શકે છે. તેના સંચાલનમાં ખામી સર્જવી શક્ય છે. શસ્ત્રોને અગાઉથી ઓળખી તેનો નાશ કરવાની ટૅકનોલોજી પણ              વિકસી છે.

હવે પ્રશ્ન એ છે કે કૃત્રિમ બુદ્ધિમત્તાનો વિકાસ ક્યાં જઈને અટકશે ? ટૅકનોલોજી માટે તો આકાશના આંબવા કરતાં પણ ઉચ્ચ લક્ષ્યાંકો સિદ્ધ કરવાનું શક્ય છે. થોડા સમય પહેલાં જે અશક્ય કે કાલ્પનિક લાગતું હતું તે આજે આપણી નજર સમક્ષ સાકાર થયું છે. અમેરિકામાં સ્થાયી થયેલ પુત્ર-પુત્રીના સાથે દરરોજ વિડીયો કોલથી સંપર્ક કરતાં લાખો માબાપ ટૅકનોલોજી થકી પોતાની સામાજિક જરૂરિયાત પૂરી કરી શકે છે. ટૅકનોલોજીનો દુરુપયોગ શક્ય છે. આજે અનેક લોકો હોટેલ-ગેસ્ટ હાઉસમાં ઓનલાઈન પૈસા ભરી બુકીંગ કરાવે છે. અનેક લેભાગુ ઠગોએ હોટેલ-અતિથિગૃહોની ખોટી વેબસાઈટ બનાવીને તે મારફત પૈસા ઉઘરાવી લે છે. દરરોજ લાખો લોકો આ અસામાજિક તત્ત્વોએ વિકસાવેલ ષડયંત્ર થકી મોટી રકમ ગુમાવે છે. સામે પક્ષે સાયબર ગુન્હાના સંશોધનમાં પણ ડિજીટલ ટૅકનોલોજી મારફત ગુન્હેગારોનું સ્થળ પદ્ધતિ વગેરે અંગે ૫ાકી તપાસ થઈને અસરકારક પગલાં લઈ શકાય છે ?

કૃત્રિમ બુદ્ધિમત્તા એક વાસ્તવિકતા બનીને આપણી સામે છે. તેનો પ્રભાવ આપણા જીવન પર અચૂક પડવાનો છે. હકીકતમાં પડી રહ્યો છે ત્યારે તેનાથી થનારા ફાયદાઓ અને તેના જોખમોનો વિગતવાર વિચાર કરવો જરૂરી છે.

Comments

  1. Thought provoking article,Sir ! It is very important to ensure that very young children do not get addicted. Parents should ensure " no screen time" Also- "Do not Disturb" should be used for sound sleep of the required hours. Reading of newspapers & books should be encouraged 🙏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog