કૃષિ કાયદા : કૃષિની સમસ્યાઓ અને ઉકેલ
પ્રવીણ ક. લહેરી
કેન્દ્ર સરકારે પ્રવર્તમાન નિયંત્રીત અને સરકારી ટેકા સાથે કામ કરતી કૃષિ બજાર વ્યવસ્થાને મુક્ત કરી આર્થિક સુધારણાના ક્ષેત્રે એક મહત્ત્વનું કદમ ભર્યું હતું. આ ઉપરાંત ખેડૂતો ખાસ કરીને ગરીબ કિસાનો તેમની જમીનો મૂડીરોકાણ કરી શકે તેવી કંપની કે વ્યક્તિને કોન્ટ્ર્ાક્ટ ફાર્મિગ માટે આપી શકે તે સહિત કૃષિક્ષેત્રને ઉદ્યોગની જેમ ઉદારીકરણ અને વૈશ્વિકરણનો લાભ મળે તેવી ઉદાત્ત ભાવના સાથે ત્રણ કાયદાઓ એકાદ વર્ષ પહેલાં ખૂબ ઝડપથી પસાર કરતાં કાયદાના હેતુ અને અસર બાબત એક મહાવિવાદ પેદા થયો હતો. સરકારનો દાવો હતો કે નવા કૃષિ કાયદા કિસાન માટે કલ્યાણકારી છે, જ્યારે વિરોધીઓ આ કાળા કાયદા વિકૃત મૂડીવાદને કૃષિક્ષેત્ર ખાસ કરીને જમીન હડપ કરી લેવા માટે મોકળાશ આપે છે તેથી તે પાછા ખેંચાવા જોઈએ. એક વર્ષની ખેંચતાણ દરમિયાન સામા સામી નિવેદનબાજીએ કૃષિક્ષેત્રની વાસ્તવિકતા સાવ ઢાંકી દીધી. જો કે કિસાન આંદોલનને કારણે આઝાદી બાદ પ્રથમ વખત પ્રચાર-પ્રસાર માધ્યમોમાં કૃષિનો મુદ્દો છવાયેલો રહ્યો. કમનસીબે કૃષિ કાયદાની બાબતે જે ઉગ્રતાથી ચર્ચા થઈ તેમાં પણ કૃષિના પાયાના પ્રશ્નોને નજરઅંદાજ કરવામાં આવ્યા.
કૃષિક્ષેત્રના પાંચ પાયાના પ્રશ્નો છે. તેના પર કેન્દ્ર, રાજ્ય સરકારો, બેંકો (નાબાર્ડ સહિત) કૃષિ વિશ્વ વિદ્યાલયો અને સંશોધકો સંકલન સાથે ધ્યાન આપે તો દેશના લાભમાં એક જબરજસ્ત પરિવર્તન આવી શકે તેમ છે. કૃષિ કાયદા પરત ખેંચવાની રાષ્ટ્ર્ જોગી જાહેરાત કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વસવસો વ્યક્ત કર્યો; ‘‘અમારા ઈરાદાઓ સારા હતાં, અમે કિસાનો માટે અનેક લાભપ્રદ યોજનાઓનો સફળતાપૂર્વક અમલ કર્યો છે પણ અમારું તપ ઓછું પડ્યું જેના લીધે અમે અમારી સાચી વાત કિસાનોના ગળે ઉતરાવી નથી શક્યા.’’ સંસદે કશી ચર્ચા વિના સરકારના ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની મંજૂરી આપી દીધી. હકીકતમાં આજે જરૂર છે તે સંસદમાં કોઈ પક્ષીય આદેશ કે હસ્તક્ષેપ વિના કૃષિની સમસ્યા અંગે મુક્ત ચર્ચા કરવાની. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કૃષિ મુદ્દે એકમતિ સાધવાની અને કૃષિક્ષેત્રમાં ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના પ્રયત્નોને અસરકારક બનાવવાની. ૧૯૭૦ના દાયકામાં કૃષિમંત્રી શ્રી સુબ્રહ્મયમ્ અને વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ હરિત ક્રાંતિ દ્વારા અન્ન સ્વાવલંબન અંગે જે સચોટ કામગીરી કરી હતી તેના મધુર ફળો આપણે આરોગીએ છીએ. જેમ ખેતી અતિ પરિશ્રમ માંગી લે છે તેમ તેની સમસ્યાઓના નિરાકરણ માટે સર્વનો અભિપ્રાય, સર્વની મુશ્કેલી અને વિકલ્પોની છણાવટ કરવામાં ખૂબ ધીરજ, સમજણ અને પ્રતિબદ્ધતાની જરૂર છે. આજે કૃષિ ક્ષેત્રે દુષ્કાળ, અછત, તંગી અને ભૂખમરા-કૂપોષણ જેવી ગંભીર સમસ્યાઓ સુલઝાવી આપણા દેશને અન્નક્ષેત્રે સ્વાવલંબી, આત્મનિર્ભર બનાવ્યો છે. આપણે આપણા ગરીબ પણ મહેનતકશ, ઓછું ભણેલાં પણ સારી કોઠાસુઝવાળા કુદરતી અને માનવસર્જિત સમસ્યાઓથી ઘેરાયેલા પણ આશાવાદી અને સતત મથામણ કરતાં કિસાનોને આપણી લાખો સલામો સાથે ‘જય કિસાન’નો ઉદ્ઘોષ કરી આભાર માનીએ. આ ક્ષેત્રે ૧૪૦ કરોડ લોકોના જઠરાગ્નિ સંતોષવા માટે જે ભગીરથ પુરુષાર્થ કર્યો છે તેનું મૂલ્ય ઓછું આંકવાની ભૂલ આપણે ક્યારેક કરી બેસીએ છીએ.
કૃષિ માટે સૌથી પાયાનો પ્રશ્ન એ છે કે ખેતીમાં ઉત્પાદન મેળવવા માટે જે ખર્ચ થાય છે તે સામે નફાકારક ભાવો મળતા નથી. માલની વાર્ષિક આવક સમયે તો ખેડૂતે ખોટ ખાઈને ઉત્પન્ન વેચવા મજબૂર થવું પડે છે. ખેતીમાં બિયારણ, પાણી, ખાતર, જંતુનાશક દવા અને મજૂરીના ભાવો વધતાં જાય છે. હવે તો ટ્ર્ેકટર થ્રેશર, જેસીબીનો વપરાશ પણ અનિવાર્યો બન્યો છે. ખેડૂત માટે ખેતી અનિશ્ચિતતાથી ભરપૂર છે. આ પરિસ્થિતિના ઉકેલ માટે સસ્તા વ્યાજ દરે ધીરાણ અને કૃષિવિમાની સગવડો સારી રીતે મળે તો ખેડૂત માટે આજીવિકાનો પ્રશ્ન હળવો બને. ટેકાના ભાવો ખેડૂતને મદદ જરૂર કરે છે પણ તેનાથી સરકાર પાસે જે જંગી જથ્થો એકત્ર થાય છે તેની વ્યવસ્થા, જાળવણીના પ્રશ્નો ખૂબ અટપરા અને નુકશાનકારક સાબિત થયા છે. શું દેશના તમામ તાલુકામાં વિશાળ સંગ્રહશક્તિ ધરાવતાં પાંચ-દસ ગોડાઉન નિર્માણ કરી, ખેડૂત તેમાં ઉત્પાદન જમા કરાવીને નક્કી કરેલ રકમ એડવાન્સ તરીકે મેળવે તેવી વ્ય્વસ્થા ન ગોઠવી શકાય ? બજાર ભાવો સુધરતાં તે પોતે માલ વેચી ઍડવાન્સ પરત કરે તો આજની ગુંચવણોમાંથી રસ્તો નીકળે. કૃષિક્ષેત્રમાં ખેડૂતોની આર્થિક જરૂરિયાતો સમયસર અને પૂરતા પ્રમાણમાં સંતોષવી અનિવાર્ય છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના ૧૨ વર્ષના શાસનમાં કૃષિક્ષેત્રે જે ક્રાંતિકારી સુધારો અને પ્રગતિ થયા તેમાં ખેડૂતોની જરૂરિયાતો સમયસર પૂરી કરવા માટે જે ચુસ્ત કાર્યવાહી થઈ તેવી કાર્યવાહી દેશના તમામ રાજ્યોમાં ખાસ કરીને કૃષિ ઉત્પાદનમાં પછાત છે તેવા રાજ્યોમાં થાય તો વડાપ્રધાનશ્રીનું પાંચ વર્ષમાં ખેડૂતોની આવકો બમણી કરવાનું સ્વપ્ન સાકાર થઈ શકે.
કૃષિ ક્ષેત્ર માટે બીજી સૌથી અગત્યની સમસ્યા પાણીની છે. ઋતુચક્રના પરિવર્તન સાથે અતિ વરસાદ, ખૂબ લાંબો સમય વરસાદનો અભાવ, કમોસમી વરસાદના કારણે ખેડૂતો સતત નુકશાન ભોગવી રહ્યા છે. તેમને માટે સમયસરની સિંચાઈ એ સૌથી અગત્યની બાબત છે. આપણી ઈરીગેશન યોજનાઓ તેની અપેક્ષિત ક્ષમતા કરતાં ૩૦ થી ૪૦ ટકા જેટલી કાર્યક્ષમતાથી ચાલે છે તેથી અનેક ખેડૂતો લાભથી વંચિત રહે છે. ગુજરાતની જળસિંચન યોજનાથી (લોકભાગીદારી સાથે) ખાસ કરીને નાના નાના ચેક ડેમ, ખેત તલાવડી અને ડ્રીપ ઈરીગેશનના કારણે છેલ્લા ૧૫ વર્ષમાં ગુજરાતના ખેડૂત માટે જળસંચયની યોજના સૌથી ઉપકારક સાબિત થઈ છે.
કૃષિ ક્ષેત્રનો ત્રીજો પાયાનો પ્રશ્ન એ છે કે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓમાં ગુણવત્તાની ખાતરીનો અભાવ. આ ત્રણે ચીજોમાં બનાવટ અને ભેળસેળના કારણે ખેડૂત છેતરાય છે, બરબાદ થાય છે. આ અંગેના કાયદા સ્પષ્ટ છે. આનો ચુસ્ત અમલ થાય તે આજની તાતી જરૂરિયાત છે. બહુરાષ્ટ્ર્ીય કંપનીઓએ વિકસાવેલા બિયારણની નિષ્ફળતાએ ચીન અને બાંગ્લાદેશમાં હાહાકાર મચાવ્યો છે. બહુરાષ્ટ્ર્ીય કંપનીની કાર્યવાહી બિલોરી કાચની મદદથી બારીકાઈથી તપાસવાની જરૂર છે. ખાતર અને જંતુનાશક દવાની આડઅસરોથી ખેડૂતોને અજ્ઞાત રાખવામાં આવે છે. સારા ઉત્પાદન માટે રાસાયણિક અને જંતુનાશક દવાઓ જરૂરી છે પરંતુ તેના વપરાશના પ્રમાણ અને આડઅસરો માટે જે કાળજી કરવી જોઈએ તે થતી નથી. ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતી આવકાર્ય છે પણ તેની મર્યાદાઓ સમજવાની જરૂર છે. વસ્તીની સંખ્યા ધ્યાને લઈને કૃષિ ઉત્પાદકતાનો પ્રશ્ન આપણા માટે ખૂબ મહત્ત્વનો છે. હરીતક્રાંતિના પાયામાં જે બાબતો હતી તે આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
કૃષિક્ષેત્રનો ચોથો મહત્ત્વનો મુદ્દો છે કે તેમાં વૈવિધ્ય લાવવાની ખાસ જરૂર છે. શાકભાજી, ફળાઉ ઝાડ, આયુર્વેદિક-મેડિકલ વનસ્પતિઓ, સુગંધી દ્રવ્યો, રેશમના કીડા માટે માલબરીની ખેતી સહિત અનેક ચીજો દ્વારા ખેડૂત પોતાની ઉત્પાદકતા તેમજ આવક વધારી શકે છે. કચ્છ જેવા સૂકા પ્રદેશમાં અવનવી ચીજોની ખેતી કરીને અનેક કૃષિ સાહસિકોએ નોંધપાત્રખ સિદ્ધિ હાંસલ કરી બતાવી છ. હિમાચલના સફરજન હોય કે ડીસાના બટેટા, મહારાષ્ટ્ર્ની સ્ટ્ર્ોબરી હોય કે નદીઓના પટમાં ઉગાડેલા તડબૂચ કે ટેટી હોય, સમુદ્ર કિનારાના નારિયેળ હોય કે જુદી જુદી જાતની કેરી, ખેડૂતોએ અનેક વસ્તુઓનું વિપૂલ ઉત્પાદન કરી વિક્રમજનક કામગીરી કરી છે. ખેડૂતોને કાયદા કરતાં ફાયદાની વધારે જરૂર છે.
કૃષિક્ષેત્ર સમક્ષ પાંચમો પડકાર એ છે કે બજારમાં વચેટિયા દ્વારા ખેડૂતોને ચૂકવાની રકમ કરતાં અનેકગણો નફો રળી લેવામાં આવે છે. ગ્રાહકને મોંઘી જણાતી ચીજો ખેડૂતો પાસેથી તો પાણીના દરે નીકળી જાય છે. વેચાણ વ્યવસ્થા સુદૃઢ બનાવવામાં ગ્રામીણ કૃષિ ઉત્પાદક અને શહેરી ઉપભોકતા વચ્ચે સીધો સંબંધ સ્થાપિત થાય તે માટેની પ્રોત્સાહક વ્યવસ્થાઓ જરૂરી છે.
આપણે આશા રાખીએ કે ટૂંક સમયમાં સરકારો કૃષિ અંગે અર્થસભર ચિંતન કરી જરૂરી પગલાં લઈને આ મહત્ત્વના ક્ષેત્રનો કાયાકલ્પ કરશે. કૃષિ પ્રત્યે ભૂતકાળમાં આયોજન પંચે ઓરમાયુ વર્તન રાખ્યું હતું. આજે પણ કૃષિના પ્રશ્નો ઉપેક્ષિત છે તે
Comments
Post a Comment