ભારત અને બદલાતાં આંતરરાષ્ટ્ર્ીય સમીકરણો
- પ્રવીણ ક. લહેરી
માઓત્સે તુંગનું કહેવું હતું; ‘‘સત્તા બંદુકના નાળચામાંથી પેદા થાય છે.’’ મહાત્મા ગાંધી માનતા હતા કે સત્યમાં એટલી શક્તિ છે કે તે બળવાનમાં બળવાન સત્તાને પણ પરાસ્ત કરી શકે છે. વીસમી સદીએ જોયેલા બંને વિશ્વયુદ્ધના માઓ અને ગાંધીજી સાક્ષી હતા પણ તેઓની આ વિપરીત માન્યતા પાછળ તેમના અનુભવોની ભિન્નતા હતી. દ્વિતીય વિશ્વયુદ્ધમાં નાઝી જર્મની, ફાસિસ્ટ ઈટલી, સમુરાઈ સંસ્કૃતિનું જાપાન શરુઆતના ચાર વર્ષો દરમિયાન અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી ચૂક્યા હતાં. સાથી રાષ્ટ્ર્ો બ્રિટન, ફ્રાંસ અને અન્ય યુરોપિયન દેશો ખૂબ મુશ્કેલીમાં હતા. હકીકતમાં બ્રિટન અને તેના સામ્રાજ્યના લશ્કરો સિવાય તમામ દેશો હાર પામતાં જર્મની અને જાપાને યુરોપ-એશિયામાં અનેક દેશો પર કબજો કર્યો હતો. આવા કપરા સમયે જાપાને અમેરિકાના પર્લ હાર્બર પર હૂમલો કરવાની અને જર્મનીએ રશિયા પર આક્રમણ કરવાની જે ભયંકર ભૂલ કરી તનેા પરિણામે રશિયા, અમેરિકા, બ્રિટને સંયુક્ત રીતે જે યુદ્ધ લડ્યું તેમાં જર્મનીની સંપૂર્ણ હાર થતાં પૂર્વ જર્મનીનો હિસ્સો રશિયાના તાબે થયો અને પશ્ચિમ ભાગ અમેરિકા, બ્રિટન, ફ્રાંસના અંકુશમાં આવ્યો છે. અણુબોમ્બનો વિનાશ નિહાળ્યા બાદ જાપાને યુદ્ધને બદલે આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું.
૧૯૪૫ થી ૧૯૯૦ સુધીના ૪૭૫ વર્ષો અમેરિકા અને રશિયા વચ્ચે શીતયુદ્ધના રહ્યા. પંડિત નહેરુ દ્વારા અલિપ્ત રાષ્ટ્ર્ોનું ત્રીજા જૂથની રચના થઈ. અમેરિકાને આ ન ગમ્યું. ભારત પણ રશિયા ભણી ઢળતું રહ્યું. ૧૯૯૦માં રશિયા નબળું પડતાં પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું એકત્રીકરણ થયુું. ૧૯૪૫ થી ૧૯૯૦ના ૪૫ વર્ષો એટલે અમેરિકા-રશિયા વચ્ચેના શીતયુદ્ધના વર્ષો. પરમાણુ બોમ્બ મિસાઈલો અને યુદ્ધ જહાજો-વિમાનો દ્વારા વિરોધી પર ધાક બેસે તેવો શસ્ત્ર સરંજામ. અમેરિકાએ રશિયા યુરોપને કબજે ન કરી લે તે માટે નાટો જૂથની રચના કરી. એશિયામાં રશિયન વગ ન વધે તે માટે સેન્ટો, સિએટો, સંધીઓ થઈ. ભારત, ઈન્ડોનેશિયા, ધાના, ઈજિપ્ત અને શ્રીલંકાએ સાથે મળીને મહાસત્તા સાથેના જોડાણને બદલે ત્રીજો ચોકો રચવામાં સફળતા મેળવી. ૧૯૯૦માં રશિયાના તાબેદાર યુરોપિયન દેશો હંગેરી, ચેકોસ્વાલીયા, પોલેન્ડ, રોમાનીયા અને એશિયા કર્ઝિગસ્તાન, તુર્કેમિનસ્તાન વગેરે દેશો સાચા અર્થમાં સ્વતંત્ર બન્યા.
૧૯૯૦ થી ૨૦૦૮ સુધી વિશ્વમાં અમેરિકાની સત્તાને પડકારી શકે કે તેના સાથે સરખામણી થાય તેવો કોઈ દેશ ન હોવાથી યુનીપોલાર વર્લ્ડ-એકધ્રુવીય પૃથ્વી તેઓ શબ્દપ્રયોગ ઉપયોગમાં આવ્યો. ૨૦૦૮ની વૈશ્વિક આર્થિક મંદી, સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧નો અમેરિકા પરનો અલકાયદાનો આતંકી હૂમલો અમેરિકાની વિશાળ વિદેશી વ્યાપારની ખાદ્ય, પુટિન દ્વારા રશિયામાં અને શી પીંગ દ્વારા ચીનમાં પોતાના દેશોને સર્વોપરી બનાવવાની મહત્ત્વાકાંક્ષા પેદા કરવામાં આવી. પરિણામ સ્વરુપ પુનઃ આંતરરાષ્ટ્ર્ીય કક્ષાએ સત્તાની સાઠમારીનો દોર શરુ થયો છે. ઈન્દિરા ગાંધીએ ૧૯૭૧માં પાકિસ્તાન સાથે યુદ્ધ કરીને પૂર્વ પાકિસ્તાનને મુક્ત કરાવી બાંગ્લાદેશને જન્મ આપ્યો. ૧૯૭૪માં અણુ ધડાકાનું પરિક્ષણ કરી ભારતની લશ્કરી તાકાત વધારવા માટે ખૂબ પ્રયત્નો કર્યાં. ૧૯૯૦નું વર્ષ વિશ્વ ઇતિહાસમાં અનોખું નીવડ્યું.
પંડિત નહેરુએ શરુ કરેલ ‘સમાજવાદી સમાજ રચના’ અને ‘બિનજોડાણ નીતિ’ ૧૯૯૦માં તદ્દન અપ્રસ્તુત બની ગયા. દેશની કથળેલી આર્થિક સ્થિતિ સુધારવા તત્કાલિન વડાપ્રધાન શ્રી નરસિંહ રાવે અને તેમના નાણાં પ્રધાન શ્રી મનમોહનસિંહે સમાજવાદના ખ્યાલને સંપૂર્ણપણે દફનાવી દીધો. શ્રી નરસિંહ રાવે અમેરિકા સાથે સંબંધો સુધારવાની પહેલ કરી પણ સાથે સાથે દેશની અણુ-પરમાણુ, હાઈડ્રોજન બોમ્બ અને મિસાઈલોના નિર્માણ માટેના સંશોધનોને અગ્રતા આપી. ૧૯૯૯૫ થી ૧૯૯૮ની શ્રી દેવગૌડા અને શ્રી આઈ. કે. ગુજરાલની અલ્પજીવી સરકારો કશી નોંધપાત્ર કામગીરી કરી ન શકી. ૧૯૯૮માં વડાપ્રધાન તરીકે શ્રી અટલ બિહારી વાજપેયી આવતાં તેમણે શ્રી નરસિંહરાવની વ્યૂહરચના આગળ વધારી. ૧૯૭૪માં ઈન્દિરા ગાંધીની સરકારે કરેલા અણુપરિક્ષણ બાદ શ્રી વાજપેયીએ ૧૯૯૮માં ફરી અણુ પરિક્ષણ કર્યું. અમેરિકા સહિત પશ્ચિમના દેશોએ આના ઉગ્ર પ્રત્યાઘાત આપી ભારત પર આર્થિક પ્રતિબંધો લાધ્યા તેમજ ટૅકનોલોજી પ્રાપ્ત કરવામાં અંતરાયો મૂક્યા. શરુઆતની પ્રતિક્રિયા બાદ અણુશક્તિથી સજ્જ રાષ્ટ્ર્ોને પણ જણાયું કે ભારતને અણુ મહાસત્તા બનતું રોકી શકાશે નહીં. ભારતના વિદેશમંત્રશ્રી જશવંતસિંહ અને અમેરિકાના ઉપમંત્રી શ્રી તાલબોટ વચ્ચે દીર્ઘ મંત્રણાના અંતે સમાધાન થયું. ભારતને અણુશસ્ત્રોની કલબમાં પ્રવેશ મળ્યો પણ ભારતની આ ક્ષેત્રની પ્રગતિ રૂંધવામાં અમેરિકાની અને ચીનની આડોડાઈ ચાલુ જ રહી છે. અણુશસ્ત્ર સંધીને શ્રી મનમોહને ઉગ્ર વિરોધ વચ્ચે મંજૂરી આપી. શ્રી મનમોહનસિંહ અને શ્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ભારત અને અમેરિકા નજીક આવ્યા. ભારતે અમેરિકા પાસેથી જંગી માત્રામાં શસ્ત્રો ખરીદ્યા પણ ભારત રશિયામાંથી શસ્ત્રો કે અન્ય સાધન સામગ્રી ન ખરીદે તેવા અમેરિકાના દુરાગ્રહે વિચિત્ર સ્થિતિનું સર્જન કર્યું છે. વર્ષોથી પરંપરાગત રીતે મૈત્રી નિભાવનાર રશિયા ભારત-અમેરિકાના સહયોગથી નારાજ છે. ચીન અને પાકિસ્તાનની શત્રૂતા તો જગજાહેર છે. જો રશિયા ચીન અને પાકિસ્તાનની ધરી રચાય તો ભારત ભૌગોલિક પાડોશીઓના દબાણમાં આવે. અમેરિકાને ચીન સામે મોરચો માંડવામાં ભારતની ભાગીદારી જરૂરી પંડિત નહેરુએ શરુ કરેલ ‘સમાજવાદી સમાજ રચના’ અને ‘બિનજોડાણ નીતિ’ ૧૯૯૦માં તદ્દન અપ્રસ્તુત બની ગયા. દેશની કથળેલી આર્થિક સ્થિતિ સુધારવા તત્કાલિન વડાપ્રધાન શ્રી નરસિંહ રાવે અને તેમના નાણાં પ્રધાન શ્રી મનમોહનસિંહે સમાજવાદના ખ્યાલને સંપૂર્ણપણે દફનાવી દીધો. શ્રી નરસિંહ રાવે અમેરિકા સાથે સંબંધો સુધારવાની પહેલ કરી પણ સાથે સાથે દેશની અણુ-પરમાણુ, હાઈડ્રોજન બોમ્બ અને મિસાઈલોના નિર્માણ માટેના સંશોધનોને અગ્રતા આપી. ૧૯૯૯૫ થી ૧૯૯૮ની શ્રી દેવગૌડા અને શ્રી આઈ. કે. ગુજરાલની અલ્પજીવી સરકારો કશી નોંધપાત્ર કામગીરી કરી ન શકી. ૧૯૯૮માં વડાપ્રધાન તરીકે શ્રી અટલ બિહારી વાજપેયી આવતાં તેમણે શ્રી નરસિંહરાવની વ્યૂહરચના આગળ વધારી. ૧૯૭૪માં ઈન્દિરા ગાંધીની સરકારે કરેલા અણુપરિક્ષણ બાદ શ્રી વાજપેયીએ ૧૯૯૮માં ફરી અણુ પરિક્ષણ કર્યું. અમેરિકા સહિત પશ્ચિમના દેશોએ આના ઉગ્ર પ્રત્યાઘાત આપી ભારત પર આર્થિક પ્રતિબંધો લાધ્યા તેમજ ટૅકનોલોજી પ્રાપ્ત કરવામાં અંતરાયો મૂક્યા. શરુઆતની પ્રતિક્રિયા બાદ અણુશક્તિથી સજ્જ રાષ્ટ્ર્ોને પણ જણાયું કે ભારતને અણુ મહાસત્તા બનતું રોકી શકાશે નહીં. ભારતના વિદેશમંત્રશ્રી જશવંતસિંહ અને અમેરિકાના ઉપમંત્રી શ્રી તાલબોટ વચ્ચે દીર્ઘ મંત્રણાના અંતે સમાધાન થયું. ભારતને અણુશસ્ત્રોની કલબમાં પ્રવેશ મળ્યો પણ ભારતની આ ક્ષેત્રની પ્રગતિ રૂંધવામાં અમેરિકાની અને ચીનની આડોડાઈ ચાલુ જ રહી છે. અણુશસ્ત્ર સંધીને શ્રી મનમોહને ઉગ્ર વિરોધ વચ્ચે મંજૂરી આપી. શ્રી મનમોહનસિંહ અને શ્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ભારત અને અમેરિકા નજીક આવ્યા. ભારતે અમેરિકા પાસેથી જંગી માત્રામાં શસ્ત્રો ખરીદ્યા પણ ભારત રશિયામાંથી શસ્ત્રો કે અન્ય સાધન સામગ્રી ન ખરીદે તેવા અમેરિકાના દુરાગ્રહે વિચિત્ર સ્થિતિનું સર્જન કર્યું છે. વર્ષોથી પરંપરાગત રીતે મૈત્રી નિભાવનાર રશિયા ભારત-અમેરિકાના સહયોગથી નારાજ છે. ચીન અને પાકિસ્તાનની શત્રૂતા તો જગજાહેર છે. જો રશિયા ચીન અને પાકિસ્તાનની ધરી રચાય તો ભારત ભૌગોલિક પાડોશીઓના દબાણમાં આવે. અમેરિકાને ચીન સામે મોરચો માંડવામાં ભારતની ભાગીદારી જરૂરી લાગે છે. આમ છતાં અમેરિકા દરેક નિર્ણયમાં માત્ર પોતાનો સ્વાર્થ જ જૂએ છે. અમેરિકાના ઈતિહાસમાં નજર કરીએ તો આંતરરાષ્ટ્ર્ીય સંબંધોમાં દાદાગીરી, સ્વાર્થ અને શોષણના કારણે અમેરિકાના અનેક સાથી દેશોની દુર્દશા થઈ છે. દક્ષિણ અમેરિકા (લેટીન અમેરિકા)ના દેશોની કુદરતી સંપત્તિ હોય કે મધ્યપૂર્વના દેશોનું ક્રુડ ઑઈલ હોય અમેરિકા આ કુદરતી સંસાધનો મફતના ભાવે પડાવી લેવા માટે નામચીન છે. ૧૯૭૪માં નિકસન અને કિસીન્જરની બેલડીએ ચીનને મિત્ર બનાવી આટલું સમૃદ્ધ થવામાં મદદ કરી તે ચીન આજે અમેરિકાનું પ્રથમ નંબરનું સ્થાન પડાવી લેવા માટે તેની સામે ડોળા કાઢે છે તે પણ ઈતિહાસની એક અજીબ ઘટના છે. ચીન ધીમે ધીમે રશિયા સાથે ગાઢ સંબંધો વિકસાવી, એશિયા અને આફ્રિકાના દેશોને ધીરાણ આપીને, ત્યાં મહત્ત્વના સ્થળોએ પગ પેસારો કરીને પોતાના વ્યાપાર માટે એકમાર્ગની યોજના દ્વારા સમગ્ર વિશ્વમાંના અમેરિકી હિતોને જોખમાવવાનું અભિયાન હાથ ધર્યું છે. (ક્રમશઃ)
Comments
Post a Comment